802 કરોડના બોગસ બીલિંગ કરી 114 કરોડની કરચોરી કરી હોવાનો ઘટસ્ફોટ થયો!!!
ગુજરાત રાજ્યમાં હાલ જે રીતે જીએસટીના બોગસ બીલીંગ કોભાંડો સામે આવ્યા છે તેમાં જીએસટી વિભાગે બે આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે ને બંને આરોપીઓ ભાવનગરના હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં તપાસમાં એ વાતની પણ સ્પષ્ટતા થઈ છે કે આરોપીઓની સ્થળની ઓળખ ન થાય તે માટે પ્રોક્સી સર્વરનું ઉપયોગ કરવામાં આવતો હતો. તપાસમાં એ વાત સામે આવી કે સમગ્ર રાજ્યમાં ભાવનગરના બે આરોપીઓ જે રીતે બોગસ બિલિંગ કૌભાંડ આ ચરતા હતા તેનાથી રાજ્યની કર આવકમાં ઘણી માઠી અસરનો સામનો પણ કરવો પડ્યો હતો.
અલગ અલગ રાજ્યોમાં બોગસ પેઢીઓ આ આરોપીઓ દ્વારા બનાવવામાં આવી હતી અને તેમના દ્વારા 802 કરોડના બોગસ બિલિંગ કૌભાંડ આચરીને 114 કરોડની કરચોરી કરી હોવાનો પણ ધડાકો થયો હતો જે વાત સામે આવતા જ અનેક નવા ઘટ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ભાવનગરના જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમના દ્વારા તેમના કોઈ સ્થળની ઓળખ ન થાય તે માટે પ્રોક્ષી સર્વર નો ઉપયોગ કરવામાં આવતો હતો અને આરોપીઓ વિવિધ જગ્યાઓએથી બોગસ બીલિંગ કૌભાંડ આચરતા હતા.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હજુ પણ આ પ્રકરણમાં અન્ય ગુનેગાર અને આરોપીઓની ધરપકડ થાય તો નવાઈ નહીં અને તપાસનો ધમધમાટ હજુ પણ લાંબા સમય સુધી ચાલશે. ભાવનગરના બે આરોપીઓ સમગ્ર રાજ્ય અને દેશના અન્ય રાજ્યોમાં આ બોગસ બીલિંગ કૌભાંડ આચરતા હતા ત્યારે તેમનું સંગઠન અને તેમની સાથે જોડાયેલા કયા કયા લોકો કૌભાંડમાં જોડાયેલા છે તેનો પણ પડદાફાશ કરવામાં આવશે. તરફ હવે દરેક સેન્ટ્રલ અને સ્ટેટ એજન્સીઓ પછી તે આવકવેરા વિભાગ હોય કે જીએસટી વિભાગ કરચોરી કરનાર દરેક લોકો ઉપર આકરા પગલા અને આખરી કાર્યવાહી કરી રહી છે અને તમામ કૌભાંડ્યોને ઝડપવામાં આવી રહ્યા છે.