લાલબાગ પાસે થી એલસીબીએ બન્ને આરોપીને દબોચી સીટી બી ડીવીઝનને સોંપ્યા
છોટા ઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં છેલ્લા ૪ વર્ષ થી નાસતા ફરતા બે આરોપીઓને એલસીબીની ટીમે મોરબીના લાલબાગ ગેટ પાસેથી દબોચી લીધા હતા. બન્ને આરોપીની અટકાયત કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ છોટા ઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારીના ગુનામાં ૨૦૧૪ થી નાસતા ફરતા જુવાનસિંગ માનસિંગ ચૌહાણ ઉ.વ. ૩૦ અને ભેરુભાઈ ઉર્ફે ભૂરાભાઈ માનસિંગભાઈ ચૌહાણ ઉ.વ.૨૨ રહે. બન્ને ખડકવાડા, પટેલ ફળિયું, છોટાઉદેપુર વાળાઓને એલાઈબીની ટીમે મોરબીના લાલબાગ પાસેથી ઝડપી લીધા હતા. એલસીબીએ બન્ને આરોપીની અટકાયત કરીને આરોપીઓને મોરબી સીટી બી ડિવિઝનને સોંપ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com