એલસીબી ટીમે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપ્યા

વાંકાનેરના ઢુવા નજીકથી યુવાનનો હત્યા કરાયેલ મૃતદેહ મળ્યા બાદ સ્થાનિક પોલીસ અને એલસીબી ટીમે સઘન તપાસ આદરી હતી જેમાં હત્યાનો ભેદ ઉકેલવામાં એલસીબી ટીમને સફળતા મળી છે અને યુવાનની હત્યા કરનાર બે આરોપીને દબોચી લેવાયા છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ઢુવા નજીક એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો અને પોલીસે તપાસ ચલાવતા મરણ જનાર અનોપસિંહ બહાદુરસિંહ ઝાલા રહે મહેન્દ્રનગર મોરબી વાળાનો હોવાનું ખુલ્યું હતું અને મૃતકના પિતા બહાદુરસિંહ અલની ફરિયાદને આધારે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી હતી જેમાં નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ સંદીપસિંહ તથા એસપી ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની ત ઇમે હત્યાની તપાસ ચલાવી હતી અને એલસીબી ટીમના રવિરાજસિંહ ઝાલા, સહદેવસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, નીરવભાઈ મકવાણા, આશીફ્ભાઈ ચાણકયા સહિતની ટીમે લખધીરપુર રોડ પરના ઓપવેલ સિરામિકમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા પીન્ટુ ગંગાપાલ પાલ રહે મૂળ મધ્યપ્રદેશ અને રાકેશ રમેશ યાદવ રહે મધ્યપ્રદેશ વાળાને ઝડપી લીધા છે અને આરોપીજ્ઞ પાસેથી બે મોબાઈલ ફોન કબજે લીધા છે

 પત્નીની સતામણી બની યુવાન માટે મોતનું કારણ

મૃતક યુવાન ઓપવેલ સિરામિકમાં મજુરી કરતો હોય જ્યાં આરોપી પીન્ટુ ગંગાપાલ પાલ સુપરવાઈઝર તરીકે હોય અને આરોપીની પત્નીની અવારનવાર સતામણી કરતા હોય જેથી બંને આરોપીઓએ મળી ગળું દબાવી તથા માર મારી હત્યા કરી બાદમાં ખરાબાની જમીનમાં ફેકી લાશ પર ધૂળ નાખી હતી જોકે એલસીબી ટીમે હત્યારા બંને શખ્શોને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા છે અને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.