• જામનગર રહેતા પરિવારે ધરગઢમાં કર્યો સામૂહિક આપઘાત
  • વ્યાજખોરોના દબાવ હેઠળ કરો આપઘાત
  • પોલીસે બે આરોપીની કરી ધરપકડ

જામનગર ન્યૂઝ : તા.10/07/2024 ના રોજ મુળ લાલપુર તાલુકાના અને હાલ જામનગર રહેતા એક પરીવારના પતી પત્ની તથા તેના બંને સંતાનો દીકરો તથા દીકરીએ ભાણવડ તાલુકાના ધારાગઢ ગામની સીમમા સામુહિક આપધાત કર્યો હતો. જેની જાણ થતા ત્વરીત ધોરણે ભાણવડ પોલિસ સબ ઇન્સપેક્ટર એમ.આર.સવસેટા સાહેબ, એન.એન વાળા તથા પોલીસ સ્ટાફ, LCB શાખાના કે.કે.ગોહીલ, બી.એમ. દેવમુરારી સાહેબ તથા કર્મચારીઓ આ ઉપરાંત SOG શાખાના પી.સી.શીંગરખીયા તથા સ્ટાફ ત્વરીત ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ ઘટનાની અલગ અલગ ટીમો બનાવી તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઘટનાની તપાસના સંદર્ભે સૌ પ્રથમ ચારેય મૃતદેહોને ફોરેન્સીક PM અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમજ અધિકારીશ્રીઓના સતત માર્ગદર્શન અને સુચના મુજબ તમામ ટીમો અલગ અલગ દીશામા ટેકનીકલ તથા હ્યુમનસોર્સો આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. મૃતક અશોકભાઇના ભાઇ વિનુભાઇ જેઠાભાઇ ધુવા પાસેથી મળેલ હકીકત મુજબની દીશામા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં વ્યાજખોરોના દબાવ હેઠળ પરિવારે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. જે મુજબ તપાસ પોલીસ ટીમો દ્વારા સધન સતત તપાસ હાથ ધરી પુરાવાઓ એકત્રીત કરીને અને આ ગુન્હાના બે આરોપી વિશાલસિંહ ફતુભા જાડેજા રહેવાસી જામનગર તેમજ વિશલભાઇ પરસોતમભાઇ પ્રાગડા રહેવાસી જામનગરને પકડી પાડી તેઓની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.