અન્ય બે આરોપી ફરાર: ૬ પક્ષીઓને મુકત કરાયા
દ્વારકા તાલુકાના ચરકલા નજીકના રણ જવા વિસ્તારમાં ગતરાત્રિના રેન્જ ફોરેસ્ટ ઓફીસના સ્ટાફને મળેલ બાતમીના આધારે પેટ્રોલીંગ કરતા કુંજ પક્ષીઓનો શિકાર કરતા બે શખ્સોને પકડી પાડયા હતા. જયારે અન્ય બે શખ્સો નાસી છુટવામાં સફળ થયા હતા.
સ્થાનીક ગ્રામજનોની સહાયથી માચ્છીમારી ઝાળમાં ફસાયેલા છ કુંજ પક્ષીઓને મુકત કરાવાયા હતા. ફોરેસ્ટ વિભાગને મળેલ બાતમી આધારે કરાયેલ પેટ્રોલીંગમાં આસપાસના ગામોના યુવાનો પણ કચેરી સ્ટાફ સાથે જોડાયા હતા. અને મોડીરાત્રીના ગુરગઢ ચરકલા સોલ્ટના રણ વિસ્તારમાં કરેલ પેટ્રોલીગમાં કુંજ પક્ષીઓના અવાજ સંભળાતા તે દિશામાં તપાસ કરતા પતંગ સાથેની જાળમાં ફસાવી શિકારની કોશીશ કરતા શખ્સો દ્વારકાના રુપેણ બંદર પર વસવાટ કરતા સલીમ જુસબ ઇસબાની અને ફીરોઝ જમાલ ઇસબાની ઝડપાઇ ગયા હતા જેન કબજામાં રહેલા છ કુંજ પક્ષીઓને મુકત કરાવી છોડાવાયા હતા જયારે અન્ય બે શખ્સો ભાગી છુટયા હતા. ફોરેસ્ટ ઓફીસરે ચારેય શખ્સો સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ ની કલમ ર તથા ૯ હેઠળ ફરીયાદ નોંધાવી હતી.