સોશિયલ મીડિયાના વાયરલ વાયરસ થાય તે પહેલા જ તેને નાથવા જરૂરી, નાગરિકોના મૌલિક અધિકારો અને મુક્ત અભિવ્યક્તિની જાળવણીના નામે રાષ્ટ્રહિતની જાળવણીમાં કોઈ બાંધછોડ ન જ થાય: વાંકા ચાલતા ટ્વીટરને સરકારની લાલ આંખે ર્ક્યો સીધો દૌર
સોશિયલ મીડિયાના વાયરલ વાયરસ થઈ જાય તો મોટા અનર્થ સર્જાય તે હકીકત અમેરિકાની ચૂંટણીમાં ખુબજ સારી રીતે વિશ્ર્વ સમજી ગયું હતું. સોશિયલ મીડિયાની વિરાટ વ્યાપકતા અને તેની પાંખો જો નિયંત્રણ બહાર જાય તો બેકાબુ બનેલી આ સમસ્યા મોટા અનર્થ સર્જી શકે. સમગ્ર વિશ્ર્વના દેશોમાં સોશિયલ મીડિયાની નિયંત્રણ રેખા માટેના પ્રયાસો શરૂ થઈ રહ્યાં છે ત્યારે ભારતમાં સરકાર સામે શીંગડા ભીડવનાર ટ્વીટરની મર્યાદા સમજાવતા સરકારના અભિગમથી ટ્વીટર ઢીલુઢફ થઈ ગયું હોય તેમ ફફડેલા ટ્વીટરે સરકારે ચિંધેલા ૯૭ ટકા ટ્વીયર હેન્ડલર બંધ કરીને સરકારની સર્વોપરીતાને સ્વીકારી લીધી હોય તેમ ટ્વીટરે વાંધાજનક ગણાતા ૯૭ ટકા હેન્ડલર બંધ કરી દીધા હતા.
ટ્વીટર સામે ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે ઓચિંત્ય ભંગ થાય તેવા આંદોલનકારીઓ અને કૃષિ કાયદાઓના વિરોધમાં વાયરલ થઈ રહેલા ક્ધટેન્ટ અને ખાસ કરીને પાકિસ્તાન અને ખાલીસ્તાનની કફર્યુઓ દ્વારા જારી કરાયેલા હેસ્ટેગને લઈ સરકારે આવા હેન્ડલર બંધ કરવાની તાકીદ કરી હતી. શરૂમાં ટ્વીટરે અક્કડ વલળ અપનાવ્યું હતું. (અનુ. આઠમા પાને)
પરંતુ સરકારની લાલ આંખથી ટ્વીટરની શાન ઠેકાણે આવી ગઈ હોય તેમ કુલ ૧૪૨૫ સરકારે અલગ તારવેલા એન્ડલરોમાંથી ટ્વીટરે ૯૭ ટકા એટલે કે ૧૩૯૮ હેન્ડલર તાત્કાલીક બંધ કરી દીધા હતા. આઈટી સચિવ અજયપ્રકાશ સાવને અને ટ્વીટરના એક્ઝિક્યુટીવ મોનીક મીકે અને જીમ બેકરની બુધવારે સાંજે મુલાકાત થઈ હતી. અમેરિકા સોશિયલ મીડિયા જાયન્ટ ટ્વીટરને ભારત સરકારની તાકીદ ભરી ચેતવણી આપવામાં આવી હતી. ૨૫૭ હેન્ડલમાં કૃષિ કાયદા વિરોધી હેસ્ટેગ વાયરલ થઈ હતી. જેમાંથી ૨૨૦ બંધ કરી દેવામાં આવ્યા છે. આ ખાતાઓમાં કેટલાંક ડુપ્લીકેટ હોવાથી બંધ કરવાની જરૂર પડી નથી તેમ છતાં સીપીએમના મહમદ સલીમ અને કારવા મેગેઝીનના કેટલાંક ખાતાઓને ચાલુ રાખવામાં આવ્યા છે. સરકારે ૧૧૭૮ એન્ડલરને ખાલીસ્તાની અને પાકિસ્તાની તત્ત્વો દ્વારા ચલાવાતા હોવાના સંકેતો સાથે બંધ કરાવી દીધા છે. માહિતી પ્રસારણ મંત્રી રવિશંકર મહારાજે જણાવ્યું હતું કે, અજયપ્રકાશ અને ટ્વીટરના પદાધિકારીઓની મસલતોની મડાગાંઠ અંતે ઉકેલાઈ ગઈ છે અને ટ્વીટરે તમામ વાંધાજનક હેન્ડલરો બંધ કરવાની શરૂઆત કરી છે.
ટેકનોલોજીના આ યુગમાં સોશિયલ મીડિયા સાઈટની અસરોને લઈ તેના પર નિયંત્રણ રાખવું હવે આવશ્યક બન્યું છે. ટ્વીટરે શરૂઆતમાં પત્રકારોને સ્વાયતતા અને નાગરિકોની મુક્ત મંતવ્યના અધિકારોની દુહાઈ આપીને ટ્વીટર હેન્ડલ બંધ કરવાની વાત ઉપર અક્કડ વલણ અપનાવ્યું હતું પરંતુ કોઈપણ સંજોગોમાં દેશના સર્વભૌમત્વમાં સમાધાન ન હોય શકે ના અભિગમથી સરકારે લાલ આંખ કરતાની સાથે જ ટ્વીટરે પારોઠના પગલા ભરી લીધા હતા.