ટવીટરના શેરધારકોએ એલન મસ્કની 44 બીલીયન ડોલરની ડીલ માન્ય રાખી
અબજોપતિ એલોન મસ્કે લગભગ ડોલર 44 બિલિયનમાં ટ્વિટરને હસ્તગત કરવા માટે કરાર પર હસ્તાક્ષર કરવાનો નિર્ધાર કર્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક ટ્વીટરના શેર ધારકોએ તે બિલ પર માન્યતાની મોર લગાવી ન હતી પરંતુ હવે ટ્વિટરના શેર ધારકો એલાન માસ્ક દ્વારા આપવામાં આવેલી ડીલને માન્ય રાખી છે. એટલે હવે કઈ શકાય કે, ટ્વીટરનું ’પક્ષી’ એલનના પિંજરે પુરાયું છે. કંપનીના સૂત્રોએ જાણકારી આપી હતી કે, ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એલન મસ્કે 14 એપ્રિલે ટ્વિટર ખરીદવાની ઓફર કરી હતી. જો કે, તેણે સ્પષ્ટ કર્યું ન હતું કે તે એક્વિઝિશન માટે કેવી રીતે ભંડોળ એકત્ર કરશે. મસ્કએ કહ્યું છે કે તે ટ્વિટર ખરીદવા માંગે છે કારણ કે તેને નથી લાગતું કે તે મુક્ત અભિવ્યક્તિના પ્લેટફોર્મ તરીકે તેની સંભવિતતા અનુસાર જીવી રહ્યું છે.
ટ્વિટરે કહ્યું કે એકવાર એક્વિઝિશન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી તે ખાનગી માલિકીની કંપની બની જશે. ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલે ટ્વિટ કર્યું કે ટ્વિટરનો એક હેતુ અને પ્રાસંગિકતા છે, જે સમગ્ર વિશ્વને અસર કરે છે. એલન મસ્કની માલિકીની કંપની બન્યા પછી, ટ્વિટરના તમામ શેરધારકોને દરેક શેર માટે ડોલર 54.20 એટલે કે લગભગ ચાર હજાર રૂપિયા રોકડ મળશે. મસ્કે ટ્વિટરમાં તેનો 9% હિસ્સો જાહેર કર્યો તે પહેલા આ શેરની કિંમત 38 ટકા વધી હતી. એલન મસ્કે ટ્વિટર ખરીદવા માટે ડોલર 46.5 બિલિયનનું ધિરાણ કર્યું છે. આ પછી, ટ્વિટરના બોર્ડે મસ્કની ઓફર પર નવેસરથી નજર રાખવામાં આવી હતી.
એલન મસ્કની ઓફર પર ચર્ચા કરવા માટે ટ્વિટરના બોર્ડની એક મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ હતી. સોમવારે મોડી સાંજે, અહેવાલ મળ્યા કે ટ્વિટરના બોર્ડે મસ્કની ઓફર સ્વીકારી લીધી છે. આવી સ્થિતિમાં, મસ્ક ટ્વિટરના નવા માલિક બનશે તે લગભગ નક્કી થઈ ગયું હતું. માઇક્રો-બ્લોગિંગ સાઇટની ખરીદીની ડીલ ફાઇનલ થયા પછી, મસ્કે ટ્વીટ કર્યું અને મુક્ત ભાષણની હિમાયત કરી. આ સાથે તેણે ટ્વિટર અનલોક કરવાની વાત કરી હતી.