દેશમાં દિન-પ્રતિદિન સોશિયલ મિડીયાનો ગેરઉપયોગ કરતા હરામી લોકો ઉપર સરકારે લાલઆંખ કરી છે ત્યારે કલમ-૩૭૦ હટાવ્યા બાદ અનેકવિધ દેશ વિરોધી લોકો દેશવિરોધી પ્રવૃતિ કરતા સોશિયલ મીડિયા પર નજરે પડયા છે ત્યારે સરકારે શોર્ટ લીસ્ટ કરી ૮ ટવીટર એકાઉન્ટને સસ્પેન્ડ કરવાનો નિર્ધાર કર્યો છે જે દિશામાં કાર્યવાહી શરૂ પણ કરી દેવામાં આવી છે.
ગૃહમંત્રાલયે જમ્મુ કાશ્મીરની સ્થિતિ પર અફવા ફેલાવનારા અને ખોટી માહિતી આપનારા ટ્વીટર એકાઉન્ટને બંધ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જાણકારી મુજબ ૮ લોકોના ટ્વીટર એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે. જે એકાઉન્ટ બંધ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે તેના નામ આ પ્રમાણે છે kashmir787-Voice of Kashmir, Red4Kashmir-MadihaShakil Khan, arsched-Arshad Sharif, mscully94-Mary Scully, sageelaniii-Syed Ali Geelani, sadaf2k19, RiazKha61370907 અને¡ RiazKha723.
જમ્મુ કાશ્મીરમાંથી જ આર્ટિકલ ૩૭૦ હટાવવામાં આવી છે અને આ મુદ્દે સોશિયલ મીડિયા પર પણ સરકાર પોતાની ચાંપતી નજર રાખી રહી છે. સોશિયલ મીડિયા પર સરકાર એના માટે ધ્યાન રાખી રહી છે કે કોઈ એવી વાતો ફેલાય ન જાય કે જેથી ઘાટીમાં રહેલી શાંતિમાં દખલ થાય. ગુપ્તચર એજન્સી દ્વારા એલર્ટ જાહેર કરી રાખવામાં આવ્યું કે જમ્મુ કાશ્મીરમાં ઘણા આતંકી જૂથ મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં કોઈપણ અફવા શાંતિ ભંગ કરી શકે છે. ગુપ્તચર વિભાગના જણાવ્યા અનુસાર એલર્ટ જાહેર કરીને કહેવામાં આવ્યું છે,ઇસ્લામિક સ્ટેટ અને આઈએસઆઈ સમર્થિત આતંકવાદી સોમવાનરના રોજ ભારતમાં બકરી ઈદના દિવસે હુમલાનું કાવતરું રચી શકે છે. રાજ્ય પોલીસ ઈકાઈ અને પોલીસ મુખ્યાલયમાં એક ગોપનીય રિપોર્ટમાં શુક્રવારે જણાવ્યા અનુસાર, આઈએસઆઈ સમર્થિત જેહાદી સમૂહના આંતકવાદીઓ જમ્મુ કાશ્મીર અને બીજા દેશના વિસ્તારોમાં ઈદના અવસરે આતંકી ઘટનાને અંજામ આપી શકે છે.