ટવીટરે પણ હવાતિયા મારતું હોય તેવું લાગી રહ્યું છે. ટવીટરે તેના ખાતાને હવે મર્યાદિત કરી રાખવાનો પણ નિર્ણય લઈ લીધો છે જેમાં ૧૦૦૦ના બદલે ૪૦૦ લોકો જ ફોલો કરી શકશે. સોશિયલ મિડીયા દ્વારા આ તમામ પ્લેટફોર્મોને જન્મ આપ્યો તો છે પણ તેમના પર નિયંત્રણ કઈ રીતે રાખવું તે હજુ સુધી શકય બન્યું નથી. વાયરલ તો તમામ પ્લેટફોર્મ ઉપર જોવા મળે છે.
પરંતુ તે વાયરલને કેવી રીતે રોકવું તેનો નકકર ઉકેલ કઈ રીતે મેળવવો તેનો હજુ સુધી કોઈ ઉપાય મળ્યો નથી ત્યારે એ વાત નકકી છે કે સોશિયલ મિડીયા ચુંટણી આવતાની સાથે જ હવાતિયા મારી રહ્યું છે. લોકસભાની ચુંટણીના ધમધમાટ વચ્ચે છેલ્લા કેટલાક અઠવાડિયાથી સોશિયલ મિડીયા પર ચુંટણીના સમાચારોની ભરમારને લઈ વોટસએપ, ટવીટર, ફેસબુક, ટીકટોક અને ઈન્સ્ટાગ્રામ જેવા મંચ ચુંટણી પ્રચાર અને પ્રસાર માટે સંગરામન બની રહ્યા છે. ચુંટણીમાં સોશિયલ મિડીયાના ઉપયોગ કરતા દુરઉપયોગ વધુ થતો હોય તેવો પણ માહોલ ઉદભવિત થઈ રહ્યો છે.
ત્યારે ભારતમાં આ વખતની ચુંટણી વિશ્ર્વના સૌથી મોટા સોશિયલ મિડીયા ચુંટણીજંગમાં પ્રવર્તીત થઈ ચુકી છે. દાયકાઓથી ચુંટણી પ્રક્રિયાઓમાં સુધારાઆે અને નવા નવા ટેકનોલોજીના જુદા-જુદા પ્રયોગો કરવામાં આવે છે પરંતુ હવેની ચુંટણીમાં સોશિયલ મિડીયાનો ઉપયોગ ખુબ જ ઓછો થાય તેવી પણ સંભાવના સેવાઈ રહી છે.