છેલ્લા ઘણા સમયથી twitter પોતાના ફીચર અને તેની ડીલના લીધે ચર્ચામાં છે. ત્યારે હવે twitter એક નવા ફીચરનું ટેસ્ટીંગ કરવા જઈ રહ્યું છે. આ ફીચર દ્વારા તમે વ્હોટસેપની જેમ જ જેટલા ઈચ્છો તેટલા જ લોકોને પોતાનું ટ્વીટ બતાવી શકશો.ટ્વિટરના આ ફીચરનું નામ સર્કલ છે. આ ફીચર દ્વારા તમે તમારી ટ્વીટ કોણ જોશે અને કોણ નહીં તે જાતે નક્કી કરી શકશો.
સર્કલમાં 150 લોકોને રાખી શકાશે
ટ્વિટરના ટેસ્ટિંગ અનુસાર, સર્કલ ફિચર આવ્યા બાદ તેમાં વધુમાં વધુ 150 લોકોને એડ કરી શકાશે. ટ્વિટરનું આ ફીચર ઇન્સ્ટાગ્રામના ક્લોઝ ફ્રેન્ડ ફીચર અને વ્હોટસેપના માય કોન્ટેક જેવું જ છે. સરળ શબ્દોમાં કહીએ તો, તમે તમારી અમુક ચોક્કસ ટ્વીટ્સ માટે ફોલોઅર્સ સેટ કરી શકશો, ત્યાર બાદ માત્ર તમારી ટ્વીટ જ તેમને દેખાશે. ટ્વિટરનું આ ફીચર ધીમે-ધીમે યુઝર્સને આપવામાં આવી રહ્યું છે. આ ફીચરની ખાસ વાત એ છે કે સર્કલમાં સામેલ લોકો જ ટ્વીટનો જવાબ આપી શકશે અથવા તો લાઈક કે રી-ટ્વીટ કરી શકશે.
Twitter સર્કલ સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરવો
આ ફીચરનો ઉપયોગ કરવા માટે પ્રથમ વસ્તુ તમારા Twitter એકાઉન્ટ પર લોગિન કરવું પડશે. હવે Profileમાં જાઓ અને Compose Tweet ના વિકલ્પ પર ક્લિક કરો. હવે તમને Audienceનું બટન દેખાશે, જેના પર ક્લિક કર્યા પછી તમને New Circle નો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરીને તમે સર્કલ બનાવી શકો છો અને લોકોને ઉમેરી શકો છો. તમે સર્કલમાં પણ ફેરફાર કરી શકો છો.