ટ્વીટર ચર્ચાઓના વમળમાંથી બહાર નથી નીકળવા માંગતું, પહેલા લોગો અને પછી બ્લુ ટીક અને હવે ફરી આવ્યું એના નવા ફીચરને લઈને. એલોન મસ્કે એક વિડિઓ શેર કરીને આ નવા ફીચર વિષે માહિતી આપી છે.
એક્સ ટ્વીટર દ્વારા લાઈવ વિડિઓ ફીચરમાં સુધારો કરવામાં આવ્યો છે. ટ્વીટર યુઝર્સ હવે કૅમ્પોઝર આઈકોનને ટેપ કરીને લાઈવ વિડિઓ શરુ કરી શકશે. એલોન મસ્કે મોજીલા અંદાજમાં એક ટેસ્ટિંગ વિડિઓ શેર કર્યો છે. જેમાં એલોન માસ્ક તેની ટીમ સાથે વાતચીત કરતા હોય એવો લાઈવ વિડિઓ રજુ કર્યો છે. પોતાન આ 59 સેકંડના લાઈવ વિડિઓ પછી લાઈવ બટનની ઇમેજ પણ ટ્વીટ કરી હતી. કોઈ પણ પ્લેટફોર્મ પરથી લાઈવ વિડિઓ કનેક્ટ કરી શકાશે બસ એના કેમેરા જેવા દેખાતા આઇકોન પર ટેપ કરવાનું રહેશે અને લાઈવ વિડિઓ શરુ કરી શકાશે.
જ્યારે કોઈ વ્યક્તિ ટ્વીટર એકાઉન્ટ માં બ્લોક હશે એ વ્યક્તિ લાઈવ વિડિઓ જોવા માટે અસમર્થ રહેશે તેમજ કોમેન્ટ પણ નહિ કરી શકે. આ ઉપરાંન્ડ લાઈવ વિડિઓ દરમિયાન તમારે કૂઇને કોમેન્ટ કરવાથી રિક્વ હોય તો તેની કોમેન્ટ પર ટેપ કરીને તેની પ્રોફાઇલને સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર બાદ ગેર આઇકોન પર ટેપ કરી બ્લોક યુઝરને સિલેક્ટ કરી તેને બ્લોક કરી શકાય છે.
લાઈવ વિડિઓ કેવી રીતે શરૂ કરશો ?
- સૌ પ્રથમ તમારે ટ્વીટર એપમાં કમ્પોઝરથી કેમેરા આઇકોન પર ટેપ કરવાનું રહેશે.
- હવે તમારે live at the bottom selector પર ટાઈપ કરી ડિસ્ક્રિપશન ભરવાનું છે.
- ત્યાર બાદ go live પર ટેપ કરવાનું છે. ત્યાર પછી તમને તમારા ફોલોવર્સની ટાઈમલાઈન અને તમારી એક ટ્વીટ પર દેખાશે.
- અને જયારે લાઈવ વિડિઓ પૂરો કરવો છે ત્યારે બાઈ અને સ્ટોપ બાતાં ક્લિક કરી અથવા સામે આવતા મેનુમાંથી સિલેક્ટ કરી લાઈવ વિડિઓ પૂરોકરી શકો છો.