જ્યારથી ટ્વિટરના માલિક એલોન મસ્ક બન્યા છે ત્યારથી તેમણે ટ્વિટરમાં ઘણા બધા ફેરફાર કર્યા છે .પહેલા તેમણે ટ્વિટરમાં સિમ્બોલ બદલાવ્યો હતો ત્યારપછી સબસ્ક્રીબશન સિસ્ટમ લાવ્યા હતા . થોડા દિવસ પહેલા જ ટ્વિટરમાં X નું પ્રોફાઇલ રાખ્યું હતું .
હવે આ પ્લેટફોર્મ પર એક નવું ફીચર એડ કર્યું છે, જે બ્લુ સબસ્ક્રાઈબર માટે છે. આ સુવિધા પેઇડ બ્લુ સબ્સ્ક્રાઇબર્સને બ્લુ ટિક હાઈડ કરવાની મંજૂરી આપશે. બ્લુ પ્લાનની અંદર, યુઝર્સને બ્લુ ટિક સિવાય ઘણી એડવાન્સ ફીચર્સ મળે છે.
તમારે જો હાઇડ કરવું હોય તો તમારે સેટિંગ્સની અંદર આપેલ પ્રોફાઇલ કસ્ટમાઇઝેશનમાં જવું પડશે. ત્યાર પછી હાઇડ બ્લુ ચેકમાર્ક પર ક્લિક કરવાનું રહેશે અને પછી વપરાશકર્તાઓ હાઇડ કરી શકશે .
બ્લુ ટિક હાઇડ કર્યા પછી પણ મેમ્બરશિપ ચાર્જ ચાલુ રહેશે. ભારતમાં ટ્વિટર મેમ્બરશિપ એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ માટે દર મહિને રૂ. 900 છે. તમે દર મહિને માત્ર 650 રૂપિયાનો ચાર્જ ચૂકવીને વેબ પર આ સેવાનો ઉપયોગ કરી શકો છો. જ્યારે એપ પર એક વર્ષનો ચાર્જ 9400 રૂપિયા છે, જ્યારે વેબ પર 6800 રૂપિયા છે.
X બ્લુ પ્લાનમાં, યુજર્સને ઘણી સુવિધાઓનો ઉપયોગ કરવાની તક મળશે . તમે એડિટ પોસ્ટ, 50 ટકા જાહેરાતો, લાંબી પોસ્ટ, ટેક્સ્ટ ફોર્મેટિંગ, બુકમાર્ક ફોલ્ડર, કસ્ટમ એપ્લિકેશન આઇકોન, કસ્ટમ નેવિગેશન, સ્પેસ ટેબ અને મીડિયા સ્ટુડિયોની ઍક્સેસનો ઉપયોગ કરી શકો છો.