સોશિયલ મીડિયાના માધ્યમથી અરાજકતા ફેલાવનારાઓ સામે ટ્વીટરનું આકરૂ પગલુ
વિશ્વભરમાં સોશ્યલ મિડિયાક્ષેત્રે ભારે દબદબા ધરાવતા ટવીટરે લીધેલા એક મહત્વના નિર્ણયમાં ખોટા સમાચારો અને અફવાઓ ફેલાવતા વિશ્વવ્યાપી હજારો એકાઉન્ટ બંધ કરી દીધાનો નિર્ણય કર્યો છે.
યુએઈ, ચાઈના, અને સ્પેન જેવા દેશોમાં સરકાર સામે ફેલાવવામાં આવતી અફવાઓ અને ખોટા સમાચારોથી અફડાતફડી તેમજ કાવતરા ઘડાતા હોવાની અફવાઓનાં પગલે ટવીટરે આ મહત્વનો નિર્ણય લીધો હતો.
શુક્રવારે ટવીટરે કરેલી જાહેરાતમાં જણાવ્યું હતુ કે કંપનીએ ખોટા સમાચારો અને સરકારો સામે કરવામાં આવતા કાવતરાઓ અને અશાંતિ સર્જતા ફેકન્યૂઝ ફેલાવનારા હજારો એકાઉન્ટ બંધ કરી દીધા છે.
ટવીટર દ્વારા બંધ કરવામાં આવેલા ખાતાઓમાં મુખ્યત્વે ચાઈના સરકાર સામે હોંગકોંગમાં થતા દેખાવોને વિકૃત રીતે રજૂ કરનારા ખાતાઓને તાત્કાલીક બંધ કરી દેવાયા છે. સાથે સાથે ઈજિપ્તમાંથી આવતા સાઉદી અરબ સરકાર સામેના ખોટા સમાચાર અને અફવાઓ અને કતાર અને યમન જેવા દેશોમાંથી પણ આવી ફરિયાદો મળતા હજારો ખાતાઓ બંધ કરી દેવાયા છે.
ટવીટરે કહ્યું હતુ કે સ્પેન અને ઈકવેડોરમાં પણ હજારો ખાતાઓ બંધ કરી દીધા છે.
સોશ્યલ મિડિયાનો અત્યારે વ્યાપ વધતો જાય છે. ત્યારે કંપનીઓ વચ્ચે અત્યારે વિશ્વની થતા જાળવવાની હોડ જામી છે. ફેસબુક, વોટસએપ, ઈન્સ્ટ્રાગ્રામ, અને ટવીટર જેવી સોશ્યલ મિડિયાની કંપનીઓના માધ્યમથી અરાજકતા ફેલાવનારાઓ સામે સચેતતાના પગલા ટવીટરએ પગલા આગળ નીકળીને ફેકન્યૂઝને પગલે હજારો ખાતાઓ બંધ કરવાની પહેલ કરી છે.