ધુમ્મરીયુ રે… ધુમ્મરીયુ…
ટવીન્કલ પટેલનું યુ-ટયુબ ચેનલ પર લોન્ચ થયેલુ ગીત યુવાઓનું બન્યું ફેવરીટ
આજની નવી પેઢી ખૂબજ સરળતાથી પોતાની નામના મેળવી રહી છે. આંગળીના ટેરવાથી કામ કરી લોકોમાં ફેમસ બની રહી છે જેમાટે આજનો મોબાઈલ યુગ, સોશ્યલ મિડિયાનો સિંહ ફાળો છે. આજકાલના યુવાનો ટીકટોક, યુ-ટયુબ પર પોતાની ચાહના મેળવે છે. ટીકટોક- યુ-ટયુબ ચેનલનો ક્રેઝ વધતાં યુવાનો પણ પોતાનામા રહેલી આગવી પ્રતિમાને નિખારી રહ્યા છે. તાજેતરમાં જ યુ-ટયુબ ચેનલ પર ફટાણાના સોન્ગથી ટવિન્કલ પટેલ ફેમેસ બની છે. હાલ લગ્ન ગાળાની સીઝન ચાલી રહી છે ત્યારે ન્યુ સ્ટાર અને ઉગતી પ્રતિભા એવી ટવિન્કલ પટેલે પોતાની યુ-ટયુબ ચેનલ પર ‘ધુમ્મરીયુ રે… ધુમ્મરીયું રે…’ સોન્ગ લોન્ચ કરી યુવાઓમાં પ્રિયપાત્ર બની છે. પહેલાના સમયમાં લગ્ન વખતે ઘરની સ્ત્રીઓ સામ-સામા પક્ષે લગ્ન ગીતો, ફટાણાઓ ગાઈ અવસરનો આનંદ ઉઠાવતીઆ ફટાણાઓ માત્ર એકબીજા રમૂજ કરી શકે તે માટે ગવાતા. લગ્ન પ્રસંગે પહેલા ઘરની સ્ત્રીઓ ગાતી એ ફટાણાઓ ગવડાવવા આજે મ્યુઝીકલ સીસ્ટમ સાથે સીંગરોને બોલાવવામાં આવશે.ફટાણાઓમાં આપણી ગુજરાતી સંસ્કૃતિ જીવતી હતી. ફટાણાઓ ગાવા સાથે સંસ્કૃતિ પણ જળવાતી જોકે હવે કોઈ લગ્ન પ્રસંગે આવા ફટાણાઓ ગાતા નથી કે કોઈને આવડતા પણ હોતા નથી. ત્યારે આજે મોબાઈલ યુગ, સોશ્યલ મિડિયાનો આવિષ્કાર થયો છે.ત્યારે નવી પેઢી જૂના ગીતો, ફટાણાઓને જીવંત કરવાની સાથોસાથ પોતાની પણ નામના મેળવી રહી છે. એવી જ રીતે ટવિન્કલ પટેલે પણ પોતાની યુ-ટયુબ ચેનલ પર ફટાણુ ‘ધુમ્મરીયું રે… ધુમ્મરીયું…’ લોન્ચ કરી યુવાઓને આનંદ કરાવ્યો છે તો સાથે પ્રસિધ્ધિ પણ મેળવી છે. નવા યુગમાં નવા રંગ-પ સાથે જુના ગીતો લોકો માણી આનંદ મેળવી રહ્યા છે. ખરેખર ‘ઓલ્ડ ઈઝ ગોલ્ડ’ કહેવત મુજબ ટવિન્કલ પટેલના આ જુના ફટાણાએ યુવાઓને ડોલાવ્યા છે.