દોઢ કલાકમાં બે આંચકા આવતા લોકોમાં ગભરાટ : કોઈ જાનહાનીમાં સમાચાર નહીં
નેપાળમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર બંને ભૂકંપની તીવ્રતા 4.8 અને 5.9 માપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર પહેલો ભૂકંપ રાત્રે 11.58 કલાકે આવ્યો હતો, જ્યારે બીજો 1.30 કલાકે આવ્યો હતો. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
ભૂકંપનું કેન્દ્ર બાજુરાના દહાકોટમાં જણાવવામાં આવી રહ્યું છે. આ પહેલા 1 એપ્રિલે દોલાખા જિલ્લાના સુરી ખાતે મધ્યમ તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. તેની તીવ્રતા 5.2 માપવામાં આવી હતી. ઓખાલધુંગા, રામેછાપ, સિંધુપાલ ચોક અને નુવાકોટ જિલ્લા તેમજ કાઠમંડુ ખીણમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
નેપાળના સુરખેત જિલ્લાના ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના અધિકારી રાજેશ શર્માએ જણાવ્યું કે, આંચકા દોઢ કલાકના અંતરે આવ્યા, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. લોકો પોતપોતાના ઘરોમાંથી બહાર આવી ગયા હતા. પોલીસે કહ્યું છે કે હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી.
આ પહેલા 1 એપ્રિલે દોલખા જિલ્લાના સુરી ખાતે મધ્યમ તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. અહીંના નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટર અનુસાર, કાઠમંડુથી 180 કિમી પૂર્વમાં દોલખા ખાતે સવારે 11.27 વાગ્યે (સ્થાનિક સમય) 5.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ઓખાલધુંગા, રામેછાપ, સિંધુપાલ ચોક અને નુવાકોટ જિલ્લા તેમજ કાઠમંડુ ખીણમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.