“સંગઠનના માણસ” ગુજરાતના નાથ તરીકે યશસ્વી સિધ્ધી
નરેન્દ્રભાઇ મોદી, માધવસિંહ સોલંકી અને હિતેન્દ્રભાઇ દેસાઇ બાદ ગુજરાતના મુખ્યમંત્રી પદે પાંચ વર્ષ પૂરા કરવાની સિધ્ધી હાંસલ કરતા વિજયભાઇ: કોમન મેનની છાપ ધરાવતા સીએમ કરી રહ્યા છે સેવાકીય ઉજવણી
વર્ષ-2016માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સત્તારૂઢ થવા ત્યારે વિજયભાઇ રૂપાણી વારંવાર એવું કહેતા હતા કે, હું ટવેન્ટી-20 મેચ રમવા આવ્યો છું. અડધી પીચે આવીને રમવું છે વિકેટની ચિંતા કરવી નથી. પ્રજાનો સુખાકારી વધે તે માટે તેઓએ વિરોધ થવાનો ડર રાખ્યા વિના ધડાધડ નિર્ણયો લીધા છે. ટ્વેન્ટી-20ના માસ્ટર આજે મેરેથોન ઇનીંગના સરતાજ બની ગયા છે. રાજ્યના મુખ્યમંત્રી પદે આજે તેઓ પાંચ વર્ષ પુરા કરવાની યશસ્વી સિધ્ધી હાંસલ કરી રહ્યાં છે. સંગઠનના માણસ તરીકે પોતાને પ્રસ્થાપિત કરનાર વિજયભાઇ નામનું કમળ સરકારમાં પણ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. મુખ્યમંત્રી તરીકેનો તેઓ કાર્યકાળ આગામી દિવસોમાં વિક્રમો સર્જી દેશે. ટ્વેન્ટી-20 રમવા આવેલા વિજયભાઇ હવે ટેસ્ટ માસ્ટર બની ગયા હોય તેવું લાગી રહ્યું છે.
સંગઠનના માણસ તરીકે પોતાની જાતને આજીવન માટે પ્રસ્થાપીત કરી દેનાર રાજકોટના પનોતા પુત્ર વિજયભાઇ રૂપાણીએ આજે ગુજરાતના મુખ્યમંત્રી પદે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરવાની ઐતિહાસિક સિધ્ધી હાંસલ કરી લીધી છે. નરેન્દ્રભાઇ મોદી, માધવસિંહ સોલંકી અને હિતેન્દ્રભાઇ દેસાઇ બાદ રાજ્યના સીએમ પદે પાંચ વર્ષ પુરી કરવાની યશસ્વી સિધ્ધી હાંસલ કરનાર વિજયભાઇ ચોથા એવા રાજનેતા છે. જેઓએ મુખ્યમંત્રી પદે પાંચ વર્ષ પૂરા કર્યા હોય. સામાન્ય રીતે જ્યારે આવી સિધ્ધી પ્રાપ્ત થાય ત્યારે સરકાર કે નેતા દ્વારા તેની જાજરમાન ઉજવણી કરવામાં આવતી હોય છેે. પરંતુ કોમન મેન અને સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે ઓળખાતા વિજયભાઇ સુશાસનના પાંચ વર્ષની ઉજવણી સેવાકીય કાર્યો સાથે કરી રહ્યાં છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યભરમાં અલગ-અલગ સેવાકાર્ય થકી જનતા જનાર્દનની સેવા કરવામાં આવી રહી છે. આજે વિકાસ દિવસની ઉજવણી નિમિતે 5100 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.
લોકસેવા જેના લોહીમાં વહે છે તેવા વિજયભાઇ રૂપાણીની બાળપણથી સેવાના રંગે રંગાયેલા છે કટોકટી વેળાએ તેઓએ યુવા અવસ્થામાં મીસાના કાયદા હેઠળ 11 માસ સુધી કારાવાસ ભોગવ્યો હતો. જનસંઘથી લઇ અત્યાર સુધી પક્ષ પ્રત્યેની તેઓ નિષ્ઠાવાન રહ્યા છે. કોઇપણ જવાબદારી સ્વીકારવાનો ઇન્કાર કર્યા નથી. ભાજપે પણ તેઓની નિષ્ઠાની કદર કરતા હરહંમેશ વિશેષ આપ્યું છે. 2014માં વજુભાઇ વાળાને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવતાની સાથે જ વિજયભાઇ રૂપાણી માટે ગુજરાત વિધાનસભાના દ્વાર ખૂલી ગયા હતા. રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠકની પેટા ચુંટણીમાં વિજયભાઇ રૂપાણીનો જાજરમાન વિજય થયો અને તેઓ પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકારમાં તેઓને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા. આ સમયગાળા દરમિયાન તેઓને ફેબ્રુઆરી-2016થી ઓગષ્ટ-2016 સુધી ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષની જવાબદારી પણ સોં5વામાં આવી.
આનંદીબેન પટેલે ગુજરાતના મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપી દેતા ભાજપ હાઇકમાન્ડ દ્વારા દેશના સૌથી વિકાસશીલ રાજ્યની વણથંભી વિકાસ યાત્રાને વધુ વેગવાન બનાવવાની જવાબદારી પક્ષના સર્વોત્તમ નિષ્ઠાવાન કાર્યકરને સોંપવામાં આવી. 7 ઓગષ્ટ-2016ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદે રાજકોટના પનોતા પુત્ર વિજયભાઇ રૂપાણીએ શપથ લેતાની સાથે જ જાણે રાજ્યમાં સંવેદનાનો સુર્યોદય થયો હોય તેવું એક-એક નાગરિકે મહેસુસ કર્યું. પ્રથમ વર્ષમાં માત્ર સવા વર્ષ સુધી સી.એમ.ની જવાબદારી બખૂબી નિભાવનાર વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં 2017 વિધાનસભાની ચૂંટણી લડવાનો ભાજપ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો અને આ નિર્ણયને વિજયભાઇએ સવાયો સાર્થક કરી બતાવ્યો. 2017ની ચૂંટણીમાં ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે ફરી વિજેતા બન્યું અને ફરી એકવાર ગુજરાતના મુખ્યમંત્રીનો તાજ વિજયભાઇ રૂપાણીના શીરે મૂકવામાં આવ્યો. રાજ્યના મુખ્યમંત્રી પદે આજે વિજયભાઇ પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ કરી રહ્યાં છે આવો કિર્તીમાન હાંસલ કરનાર તેઓ ગુજરાતના માત્ર ચોથા મુખ્યમંત્રી છે. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, રાજ્યમાં સૌથી વધુ બેઠકો
ભાજપ 2022ની ચૂંટણી પણ વિજયભાઇના નેતૃત્વમાં જ લડશે
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને આડે હવે માત્ર સવા વર્ષનો સમયગાળો બાકી રહ્યો છે. ત્યારે ભાજપ 2022 વિધાનસભાની ચૂંટણી પણ વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં લડે તે વાતમાં શંકાને કોઇ સ્થાન નથી. પાંચ વર્ષ દરમિયાન વિજયભાઇ વિવાદથી હંમેશા પર રહ્યા છે. તેઓએ રાજ્યની સાડા છ કરોડ જનતાની સુખાકારીને જ મહત્વ આપ્યું છે. પોતે કોરોના સંકજામાં સપડાયા હતા ત્યારે પણ હોસ્પિટલના બિછાનેથી રાજ્યવાસીઓની સતત ચિંતા કરી છે. પાંચ વર્ષમાં રાજ્યમાં તેઓએ વિકાસની હારમાળા સર્જી દીધી છે. ભાજપે 2017ની ચુંટણીમાં મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરી દીધો હતો. હવે 2022ની ચુંટણી પણ ભાજપ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં લડશે.જીતવાનો વિક્રમ બનાવનાર માધવસિંહ સોલંકી અને હિતેન્દ્રભાઇ દેસાઇ બાદ વિજયભાઇએ મુખ્યમંત્રી પદે પાંચ વર્ષ પૂરા કરવાની ઐતિહાસિક સિધ્ધી હાંસલ કરી છે.
સામાન્ય રીતે કોઇપણ સરકાર જ્યારે પાંચ વર્ષ પૂરા કરતી હોય ત્યારે જાજરમાન કાર્યક્રમો દ્વારા તેની ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ એક સંવેદનશીલ અને કોમન મેન તરીકે પોતાને પ્રસ્થાપીત કરનાર વિજયભાઇ રૂપાણીએ સુશાસનના પાંચ વર્ષની ઉજવણી સેવાકાર્યો સાથે કરી રહી છે. ગત રવિવારની સેવાકીય ઉજવણીનો આરંભ કરી દેવામાં આવ્યો છે. જેમાં રોજ અલગ-અલગ પ્રજાલક્ષી કાર્યોક્રમો યોજી જનતા-જનાર્દનની સેવા સાથે પાંચ વર્ષની સેવાકીય ઉજવણી થઇ રહી છે. આજે સાતમા દિવસે રાજ્યમાં વિકાસ દિવસની ઉજવણી થઇ રહી છે. જે અંતર્ગત 5100 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું.
કોરોનાના કપરાકાળમાં પણ વિજયભાઇના કોઠા સુઝવાળામાં નેતૃત્યમાં ગુજરાતની વિકાસ યાત્રાને રતિભાર પણ બ્રેક લાગ્યો નથી. પ્રથમ લહેર અને બીજી લહેરમાં તેઓએ રાજ્યના નાગરિકોને કોરોનાથી ઉગારી લેવા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દીધી હતી. જેના પરિણામે આજે ગુજરાત કોરોના મુક્ત બનવા ભણી આગળ વધી રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચુંટણીને આડે હવે સવા વર્ષનો સમયગાળો બાકી રહ્યો છે. ત્યારે ભાજપ ફરી એકવાર વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં વિધાનસભાની ચુંટણીના જંગમાં મેદાનમાં ઉતરે તેની પ્રબળ સંભાવના વર્તાઇ રહી છે.