વર્ષ 2007નાં ટી-20 ક્રિકેટ વિશ્વ કપમાં ભારતની વિજયમાં મહત્વની ભૂમિકા નિભાવનાર ઝડપી બોલર આરપી સિંહે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. 32 વર્ષનાં આ ઝડપી બોલરે ટ્વિટર પર એક ભાવુક પત્ર લખીને ક્રિકેટને ભારે હૈયે અલવિદા કહ્યું છે. તેણે ટ્વિટ કરીને જણાવ્યું કે, 13 વર્ષ પહેલા 4 સપ્ટેમ્બર, 2005નાં પહેલીવાર તેણે ભારતીય ટીમની જર્સી પહેરી હતી.
આરપી સિંહનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયર 6 વર્ષ જેટલું રહ્યું. આરપી સિંહે ક્રિકેટનાં ત્રણેય ફોર્મેટમાં મળીને કુલ 82 મેચ રમી હતી અને 100થી વધારે વિકેટ ઝડપી. તેણે ટ્વિટર પર ભાવુક પોસ્ટ કરતા લખ્યું કે, ’13 વર્ષ પહેલા આજનાં દિવસે એટલે કે 4 સપ્ટેમ્બર 2005માં મે પ્રથમવાર ભારતીય જર્સી પહેરી હતી.’ આરપી સિંહે પોતાના સંદેશમાં પોતાની ફેમેલી, બીસીસીઆઈ અને રાજ્ય ક્રિકેટ સંઘને આભાર માન્યો છે. ઉલ્લેખનીય છે કે 2007નાં વર્લ્ડ કપની ફાઇનલમાં તેણે પાકિસ્તાન સામે 3 વિકેટ ઝડપી હતી.
Former Indian fast bowler Rudra Pratap Singh announced his retirement from all forms of cricket
Read @ANI Story | https://t.co/63L4e7jnzN pic.twitter.com/nIWpIlUXGD
— ANI Digital (@ani_digital) September 5, 2018