ઉત્તર પ્રદેશમાં દર વર્ષે ચોરીના કિસ્સાઓ સૌથી વધુ બનતા હોય છે ત્યારે આ વખતે બોર્ડની પરિક્ષામાં યુપીના ૧૦ લાખ વિઘાર્થીઓની ચાલુ પરીક્ષાઓ રેકોર્ડ બ્રેક હકાલપટ્ટી કરવામાં આવી છે. યુપીમાં ફકત ચાર જ દિવસમાં આ ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. એજયુકેશન માફીયાની લુખ્ખાગીરી અને બોલમબોલ ટાળવા બોર્ડની પરીક્ષા સખ્ત બનાવાતા વિઘાર્થીઓ છનનન થયા હતા. ગત વર્ષે પ લાખ વિઘાર્થીઓની હકાલપટ્ટી કરવામાં આવી હતી.
તો આ વર્ષે આ આંકડો બમણો પહોંચી ગયો છે. ધોરણ ૧૦ અને ૧ર બોર્ડની પરીક્ષા માટે આ વર્ષે યુપીમાંથી કુલ ૬૬ લાખ વિઘાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા જેની શરુઆત ફેબ્રુઆરી ૬ ના થઇ હતી.
પરીક્ષાના ફકત ચાર જ દિવસમાં ૧પ ટકાથી પણ વધુ વિઘાર્થીઓને કાઢી મુકવામાં આવ્યા હતા. ધો.૧૦ ની પરીક્ષા રર ફેબ્રુઆરી સુધી લેવાશે. એમ હજુ લગભગ એક મહિના જેટલો સમય વઘ્યો છે. ત્યારે વિઘાર્થીઓના આંકડામાં વધારો થાય તેવી શંકા છે.
ધોરણ ૧૦ માં અંગ્રેજી વિષયમાં તો ધો.૧ર માં ગણીતના પેપરમાં આમ બે પેપરમાં સૌથી વધુ વિઘાર્થીઓને હાંકી કાઢવામાં આવ્યા હતા. આ પૂર્વ ૨૦૧૬ માં સૌથી વધુ ચોરીના કેસો નોંધાયા હતા ત્યારે ૬.૪ લાખ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી શકયા ન હતા ત્યારે ૨૦૧૮ ની પરીક્ષામાં ચોરીના કેસો આશ્ર્ચર્યનજક રીતે વઘ્યા હતા ત્યારે સ્કુલોમાં સીસી ટીવી જેવી સુવિધામાં પણ વધારો કરવામાં આવ્યો હતો.