વેલનાથપરા, ગણેશનગર, પંડીલ દિનદયાલનગર, શ્યામનગર અને સ્વામીનારાયણ પાર્કમાંથી રૂ.૭૫ હજાર કબ્જે
શહેરમાં દારૂ જુગારની બદીને ડામવા પોલીસ દ્વારા બુટલેગરો અને પત્તાપ્રેમીઓ સામે ઘોસ બોલાવવામાં આવી રહી છે. ત્યારે શહેરના વધુ પાંચ સ્થ્ળે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે ૮ મહીલા સહીત ર૧ પત્તાપ્રેમીને દબોચી લીધા હતા. જુગારના પટમાંથી રૂ ૭૫ હજારની રોકડ કબજે કરી વધુ તપાસ આદરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર આવેલા ગણેશનગર અને વેલનાથપરામાં વોંકળાના કાંઠે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે બી ડીવીઝન પોલીેસે દરોડો પાડી ગણેશનગરમાં જુગાર રમતા જગદીશ મેઘજી વીસરીયા, મોહન નારણ ઘેડા, જીતેન્દ્ર પ્રકાશ થશુ અને મોહન હરી દેવરીયાને રૂ.સાત હજારની રોકડ સાથે દબોચી લીધા હતા. જયારે વેલનાથપરામાં વોંકળાનાં કાંઠેથી રમેશ નાનજી સરવાડીયા અને અશોક દેરા મકવાણાને રૂ. ૩૧૦૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
જયારે બીજા બનાવમાં ગોંડલ રોડ પર આવેલા પંડીત દિનદયાલનગર ત્રણ માળીયા કવાર્ટરમાં પ્રફુલ અજુ ચૌહાણના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે આજી ડેમ પોલીસે દરોડો પાડી જુગાર રમતા પ્રફુલ અજુ ચૌહાણ, વિપુલ ખોડા ભેંસાણીયા, ભાવેશ દામજી રંગાણી, સંજય બાવા પાંભર, વિનોદ બચુ તળાવીયા અને ગોવિંદ વરજાંગ આત્રોલીયા રૂ. ર૫,૫૦૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
આ ઉપરાંત ગાંધીગ્રામ વિસ્તારમાં શ્યામનગર મેઇન રોડ પર રહેણાંક મકાનમાં મહીલા સંચાલીત જુગાર ધામ ચાલતુ હોવાની બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી લીલાબેન ચંન્દ્રકાંત ઝાલા, દિપેશ કિશોર લાંધરોજા, અનસુયાબેન શિવલાલ રાઠોડ, અને સરોજબેન દિલીપભાઇ વ્યાસને રૂ. ૧૧૪૩૦ ની રોકડા રકમ સાથે ઝડપી લીધા હતા.
સ્વામીનારાયણ પાર્કમાં મહીલાઓ પત્તા ટીચતી હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતી સુમિતાબેન અશ્ર્વિન સોલંકી, ગીતાબેન બાબુભાઇ ટીલાવત, અજ્ઞતાબેન મુકેશ ઓટલીયા, નિતાબેન ભરત જસાણ અને દિવ્યાબેન રોહિત ઉજેણીયાની ધરપકડ કરી હતી. જુગારના પટમાંથી રૂ. ર૮,૧૪૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે તમામ પત્તાપ્રેમીઓ સામે જુગાર ધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.