સ્ટડી, સીંગીંગ સાથે ઓર્ગેનાઈઝ કરે છે મ્યુઝિકલ ઈવેન્ટ
એવા બહુ ઓછા ત‚ણો હોય છે જેઓ સ્ટડીની ઉંમરમાં કારકિર્દી બનાવવા અવનવો શોખ ધરાવતા હોય. મોટેભાગે વિદ્યાર્થીઓ, યુવાનો પોતાના ભણતર બાદ કારકિર્દી વિશે વિચારતા હોય કેમ કે, અભ્યાસની સાથે સાથે પોતાના શોખ પુરા કરવા વિદ્યાર્થીઓ માટે કપ‚ બની જાય છે. આવા જ એક ટીનેજર જેઓએ હાલ ધો.૧૦ની પરીક્ષા આપી છે તેવા સ્મીત દોશી છેલ્લા પાંચ વર્ષથી સીંગીંગનો શોખ ધરાવે છે. હાલ આ જુનીયર સીંગર અભ્યાસની સાથે ગાયન અને મ્યુઝિકલ લાઈફ ગ્રુપ ચલાવી મ્યુઝિકલ ઈવેન્ટ ઓર્ગેનાઈઝ કરે છે.
મ્યુઝિકલ લાઈફ ગ્રુપમાં ૧૨ થી ૨૦ વર્ષના ટીનેજર્સ જોડાયેલા છે અને આ ત‚ણો દ્વારા જ દરેક સંગીત કાર્યક્રમો યોજાઈ છે. સ્મીત દોશીએ ‘અબતક’ સાથેની વિશેષ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, તેઓને નાનપણથી જ ગાવાનો શોખ છે. શ‚આતમાં તેઓ પ્રકાશભાઈ ત્રિપાઠી કે જેઓ મ્યુઝિકલ પ્રોગ્રામ કરતા તેમની સાથે જોડાઈ કામ કરતા પરંતુ હવે પોતે જ આ પ્રકારના સંગીત પ્રોગ્રામોનું આયોજન કરવાનું બીડુ ઝડપયું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓ ગુજરાતી, હિન્દી, ફિલ્મના ગીતો બેખુબી ગાઈ શકે છે. આગળ પણ તેઓ સંગીતની દુનિયામાં આગળ વધવા માંગે છે. જૂના ગાયકોમાં કિશોર કુમાર તેમના ફેવરીટ છે.
અભ્યાસ વિશે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, હાલ વેકેશન છે એટલે બધુ સરળતાથી મેનેજ કરી શકાય છે. પરંતુ ચાલુ સ્ટડીએ પણ તેઓ મ્યુઝિકલ પ્રોગ્રામના આયોજનો અને સીંગીંગમાં સતત કાર્યરત રહે છે. તેઓની સફળતાનો શ્રેય પરિવારજનોને આપે છે. પરિવારના સભ્યો સ્મીતભાઈને સીંગીંગ પ્રોગ્રામમાં સતત પ્રોત્સાહિત કરતા રહે છે. આગામી મ્યુઝિકલ ઈવેન્ટ વિશે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ૧લી મે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મ્યુઝિકલ લાઈફ ગ્રુપ દ્વારા ગુજરાતી લોકગીતોનો સુમધુર કાર્યક્રમ આગામી રવિવારના રોજ આયોજીત કર્યો છે. જેમાં પ્રખ્યાત લોકગીતો, ગરબા સાંભળીને સંગીત પ્રેમીઓ ઝુમી ઉઠશે.
સંગીત સંધ્યામાં સ્મીત દોશી સાથે સૌરભ ગઢવી, ભૌમિક શાહ, મનોજ વિરડા, રીતીકા પટેલ, જય ગોહિલ અને જાનવી દાવડા પણ લોકોને ડોલાવશે. આ પ્રોગ્રામમાં એન્કર લવલી ઠકકર શ્રોતાઓને મનોરંજન પૂરું પાડશે. મ્યુઝિકલ ઈવેન્ટ રવિવારે સાંજે ૮:૩૦ કલાકે અરવિંદભાઈ મણીયાર હોલ, જયુબેલી ગાર્ડન ખાતે આયોજીત કરવામાં આવી છે. સંગીત સંધ્યામાં જુનીયર સીંગર તારા વિના શ્યામ, છેલાજી રે, કૃષ્ણ ભગવાન ચાલ્યા, ઈતની શક્તિ, તને જોતા જોઈ, કસુંબીનો રંગ, મન મોર બની થનગનાટ કરે જેવા મન ડોલાવતા ગીતો ગાઈ લોકોને ઝુમાવશે. કાર્યક્રમ ઓપન ફોર ઓલ હોય રંગીલા રાજકોટવાસીઓને હોંશભેર કાર્યક્રમ માણવા મ્યુઝિકલ લાઈફ ગ્રુપે અનુરોધ કર્યો છે