જામનગરની પીજીવીસીએલ કચેરી દ્વારા આજે જામનગર તાલુકાના ગ્રામ્ય પંથકોમાં ચેકીંગ શરૃ કરવામાં આવ્યું જેમાં ૧૭૨ વીજચોરો ઝડપાઈ ગયા છે. જ્યારે ગઈકાલે જામનગર શહેરમાંથી રૃા.૨૬ લાખની વીજચોરી મળી આવી છે.
જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા જીયુવીએલએન ચેકીંગ ડ્રાઈવ અંતર્ગત શરૃ કરવામાં આવેલા વીજ ચેકીંગમાં આજે જામનગર તાલુકાના સિક્કા, શાપર તથા જામનગર ગ્રામ્ય અને નગરસીમ સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
વીજ અધિકારીઓની પ૬ ટૂકડીઓએ સ્થાનિક પોલીસના ૩ર જવાન, જીયુવીએનએલ પોલીસના ૧૬ જવાન અને ૧૮ એક્સ આર્મીમેનના બંદોબસ્ત વચ્ચે ૮ વીડિયોગ્રાફરોને સાથે રાખી જામનગર તાલુકાના ગામોમાં વીજચોરી શોધવા આજ સવારથી ધામા નાખી ૯૧૪ જોડાણો ચેક કર્યા હતા જેમાંથી ૧૭૨ જોડાણોમાં ગેરરીતિ સાંપડી હતી. વીજ અધિકારીઓએ રૃા.ર૧ લાખ ૭૮ હજારના પુરવણી બીલ બનાવ્યા છે. ગઈકાલે નગરના દરબારગઢ, ખંભાળિયા નાકા, નગરસીમ તેમજ સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં ૬૦ ટૂકડીઓ મારફત હાથ ધરાયેલા વીજ ચેકીંગમાં કુલ ૯૭૭ વીજજોડાણો ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી ૧૮૩ જોડાણોમાં ગેરરીતિ સાંપડી હતી તેના ધારકોને રૃા.ર૬ લાખ ૩ હજારના બીલ ફટકારવામાં આવ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com