અત્રેની શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉધોગ શાળામાં સ્વતંત્ર ભારતના ૭૦માં પ્રજાસતાક પર્વની ગરિમાપૂર્ણ શાનદાર, દબદબાપૂર્વકની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઘ્વજવંદન કાર્યક્રમમાં ઘ્વજરક્ષક તરીકે વાડોલિયા દિપાલી પરેશભાઈ ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી. સંપૂર્ણ ગણવેશમાં સજજ શાળાની વિદ્યાર્થીનીઓના વિવિધ વૃન્દોએ રાષ્ટ્રગીત, ઝંડાગીત, વંદે માતરમનું તાલ સાથે તથા લયબઘ્ધ રીતે સમુહગાન કર્યું હતું. અને હોંશભેર ઉલ્લાસપૂર્વક નારા લગાવ્યા હતા.

હુન્નરશાળા તરફથી ઘ્વજરક્ષક, ઘ્વજનિક અને બાલમંદિરના બાળકો જે ભારત માતા, જય જવાન-જય કિશાનને રોકડમાં પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરેલ તેમજ હુન્નરશાળાના પૂર્વ હિસાબનીશ દિનેશભાઈ રાઠોડ તરફથી આ પર્વે ભાગ લેનાર દરેકને રૂ.૫૦/- રોકડ આપવામાં આવ્યા હતા.

૧૨મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ અંતર્ગત શાળામાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ. આ બાળાઓને સંસ્થાના ટ્રસ્ટી ભરતભાઈ સુખપરિયા, એડવોકેટ સ્વ. બાબુલાલ તન્ના પરીવાર તેમજ છગનભાઈ વાંક પરીવાર તરફથી આ વિજેતા વિદ્યાર્થીની બહેનોને પુસ્તકો તેમજ સ્વામી વિવેકાનંદના શિલ્ડ આપવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.