મેઘાણી વંદનામાં ખ્યાતનામ કલાકારો અભેસિંહ રાઠોડ, ધીરૂભાઈ સરવૈયા, પંકજ ભટ્ટ, રાધાબેન વ્યાસ સહિતનાઓએ રમઝટ બોલાવી
સતત નવમા વર્ષે ‘મેઘાણી વંદના’ (કસુંબલ લોકડાયરા)નું ભવ્ય આયોજન થયું. નવી પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્ય-લોકસાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતી પરિચિત-પ્રેરિત થાય એ આશયથી ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સસ્થા દ્વારા આ પ્રેરક આયોજન કરાયું હતું.
મોટી સંખ્યામાં વિદ્યાર્થએ કાર્યક્રમને ઉત્સાહભેર માણ્યો હતો. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, રાજકોટ શહેરના સયુક્ત પોલીસ કમિશ્નર સિધાર્થ ખત્રી (આઈપીએસ), સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિક્ષક મનીન્દર પ્રતાપ સિંહ પવાર (આઈપીએસ), નાયબ પોલીસ અધિક્ષક (લીંબડી) પ્રદીપસિંહ જાડેજા, ચોટીલા પીઆઈ પી.ડી. પરમાર, પીએસઆઈ આઈ.કે. શેખ અને જે.જે. ચૌહાણ તા પોલીસ-પરિવાર, મહંત પરિવારના જગદીશગીરી બાપુ, ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરીટી ટ્રસ્ટના કિરીટસિંહ રહેવર (મામા) અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અગ્રણીઓ ભૂપતભાઈ ખાચર, શૈલેષભાઈ ઉપાધ્યાય, હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદીપભાઈ ખાચર, ધીરૂભાઈ ડોબરીયા, સુરેન્દ્રનગર જિલ્લા ગ્રંપાલ લલિતભાઈ મોઢ અને ચોટીલા મદદનીશ ગ્રંપાલ વિમલભાઈ ગોસ્વામી, ૧૯૮૮-૮૯ની ‘ભારત જોડો અરૂણાચલી ઓખા ૯૦૦૦ કિ.મી.ની ઐતિહાસિક સાયકલ યાત્રાનાં સાયકલ-વીરો રાજેશભાઈ ભાતેલીયા, વંદનાબેન ગોરસિયા-ધ્રુવ અને નયનાબેન પાઠક-જોષી, ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ગોવિંદસંગભાઈ ડાભી (રાણપુર), ઘરશાળાનાં તૃપ્તિબેન આચાર્ચ-શુક્લ (સુરેન્દ્રનગર-વઢવાણ), શૈલેષભાઈ સાવલિયા (અમદાવાદ), જતીનભાઈ ઘીયા (અમદાવાદ), વાલજીભાઈ પિત્રોડા (રાજકોટ) સહિત વિવિધ ક્ષેત્રોનાં અગ્રણીઓ, શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. વિશ્વભરમાં વસતાં ૭૮૦૦૦ જેટલાં ભાવિકોએ આ સ્વરાંજલિ કાર્યક્રમને ઈન્ટરનેટ પર પણ માણ્યો હતો. સહુ વિદ્યાર્થીઓને સુરક્ષા સેતુ સોસાયટી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ક્રીમ-બિસ્કીટ અપાયાં હતાં.
ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ, નીલેશ પંડ્યા અને ઋષભ આહીરે ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવી હતી. સુપ્રસિધ્ધ લોકકલાકાર-હાસ્યકાર ધીરૂભાઈ સરવૈયા, પોતાની આગવી શૈલીમાં, ઝવેરચંદ મેઘાણીનાં જીવન-કવન વિશે રસપ્રદ અને માહિતીસભર વાતો કરી હતી.
જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટનું સૂરીલું સંગીત નિયોજન હતું. કસુંબીનો રંગ, મોર બની નગાટ કરે, શિવાજીનું હાલરડું, ચારણ-કન્યા, ભેટ્યે ઝૂલે છે તલવાર, વીરા મારા પંચ રે સિંધુ ને સમશાન જેવી ઝવેરચંદ મેઘાણીની અમર રચનાઓ રજૂ ઈ હતી.
ચાર દાયકાી વધુ શિક્ષણ-ક્ષેત્ર સો સંકળાયેલા લોકગાયક અભેસિંહ રાઠોડે વિદ્યાર્થીઓને સમૂહ-ગાન પણ કરાવ્યું હતું. વિદ્યાર્થીઓની લાગણીને માન આપીને અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને નીલેશ પંડ્યાએ ખાસ ઝવેરચંદ મેઘાણી સંપાધિત ‘રઢિયાળી રાત’ના પ્રાચીન લોકગીતો પર રાસ-ગરબા રમાડ્યાં હતાં
વાદ્ય-વૃંદ હિતેષ પરમાર (તબલા), ગૌતમ પરમાર (ઢોલક), હેમુ પરમાર (બેન્જો) અને જગદીશ વાઘેલા (મંજીરા)એ બખુબી સા આપ્યો હતો. સાઉન્ડ સિસ્ટમ શ્રધ્ધા સાઉન્ડ બહાદુરસિંહભાઈ (અમદાવાદ) તથા મંડપ કોન્ટ્રાકટર અન્નપૂર્ણા મંડપ સર્વીસ અલ્પેશભાઈ ઠાકર (ચોટીલા) હતા, ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરીટી ટ્રસ્ટનો પણ આ કાર્યક્રમ માટે લાગણીભર્યો સહયોગ પ્રાપ્ત થયો હતો. પિનાકી મેઘાણી અને કિરીટસિંહ રહેવર (મામા) સાથે મહિપતસિંહ વાઘેલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, નવલસિંહ પરમાર, પ્રભુભાઈ રંગપરા, જીતુભા ઝાલા, વિરમભાઈ દેહવાણીયા અને સાીઓએ આ કાર્યક્રમ માટે લાગણીથી જહેમત ઉઠાવી હતી.