શાળાએથી રીષેસમાં ઘરે જતા હતા ત્યારે રસ્તા પરથી રોકડા રૂપિયા મળી આવ્યા હતા
હળવદ તાલુકાના ડુંગરપુર ગામે શાળા પાસેથી પસાર થતાં રોડ પર ગામના જ એક યુવાનોના રોકડા રૂપિયા પડી ગયા હતા તેવામાં શાળાએથી રીષેસમાં ઘરે જમવા જઈ રહેલા બે ટાબરિયાને ધ્યાને આવતા તેઓ દ્વારા મળી આવેલ રોકડા રૂપિયા ૧૪૦૦૦ ની જાણ શાળાના આચાર્યને કરી હતી જેથી શાળાના આચાર્ય દ્વારા ગામમાં જાણકારી જેના રૂપિયા હોય તે લઈ જવા જણાવ્યું હતું અને આખરે બંને ટાબરિયાઓ દ્વારા મૂળ માલિકને રૂપિયા પરત કરી માનવતા દાખવી હતી
યુવાને ઇનામ રૂપે બંને ટાબરિયાઓ ને ૫૦૦/૫૦૦ રૂપિયા આપ્યા હતા અને શાળામાં પણ ૧૦૦૦હજાર રૂપિયા આપ્યા હતા
હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રહેતા દેહરભાઈ કોળી ગામની શાળા પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેઓના ખિસ્સામાં રહેલ રોકડ રૂપિયા ૧૪૦૦૦ પડી ગયા હતા ત્યારે શાળામાં બપોરે રીસેસ પડતાં કાનો ઠાકોર અને કેવલ ભરવાડ ઘરે જમવા જઈ રહ્યા હતા ત્યારે તેઓને રોકડ રૂપિયા મળી આવ્યા હતા જેથી બંને ટાબરિયાઓ દ્વારા ઘરે જમવા જવાની જગ્યાએ પહેલા તો શાળાના આચાર્યને રૂપિયા મળ્યાની જાણ કરી હતી
ડુંગરપુર શાળામાં ધોરણ -૭ માં અભ્યાસ કરતા કાનો ઠાકોર અને કેવળ ભરવાડ રૂપિયાની વધુ રકમ જોઈ જતા તેના માલિક સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો જેથી શાળાના આચાર્ય પરબતભાઈ રબારી ને જાણ કરેલ જેથી આચાર્ય દ્વારા ગામમાં જણાવ્યું હતું કે કોઈના રૂપિયા ખોવાઈ ગયા હોય તો અમારી શાળાના બંને બાળકોને મળ્યા છે જેથી મૂળ માલિક શાળા ખાતે આવી લઈ જાય જેથી દેહરભાઈ શાળા ખાતે આવતા બંને બાળકો દ્વારા મળી આવેલ રૃપિયા પરત કર્યા હતા જેથી દેહરભાઈ દ્વારા બંને બાળકોની પ્રમાણિકતા ની કદર કરી બંને બાળકોને ૫૦૦/૫૦૦ રૂપિયા ઇનામ રૂપે આપ્યા હતા સાથે જ શાળાના વિકાસ માટે પણ ૧૦૦૦ રૂપિયા આપ્યા હતા.