- ર5 થી 30 ટકા જેટલો ઘટાડો નોંધાયો: મરચું ર50 થી લઇ 700 થી 800 રૂપિયા સુધી જુદી જુદી વેરાયટીમાં ઉપલબ્ધ
- માર્ચ આરંભ થતા અને એપ્રિલ મહિનો એટલે ગૃહિણીઓ માટે આખા વર્ષનો ગરમ મસાલાનો સમય. આ વર્ષે પણ બજારમાં બારે માસ ભરવા લાયક મરચા દળવાની સીઝન શરૂ ગઈ છે.
જામનગરમાં રેસમપટ્ટો, કાશ્મીરી, તેજા મરચી સહિતની જુદી જુદી વેરાયટીના મસાલા ઉપલબ્ધ છે. પરંતુ સારી વાત એ છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મરચુના ભાવ ઘટ્યા છે. ર5 થી 30 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. મરચાની જુદી જુદી વેરાયટીનું ઉત્પાદન થતા ગત વર્ષ કરતા આ વર્ષે કિલોએ રૂ. 50 થી 150 જેવો ઘટાડો થયાનું જામનગરના મસાલાના વેપારીઓએ જણાવ્યું હતું.
વધુમાં જામનગરમાં કાશ્મીરી અને રેશમપટ્ટો મરચાની મોટી માંગ હોવાનું જણાવાયું છે. જોકે હળદર, ધાણા-જીરું સહિતના મસાલાના ભાવ ગત વર્ષ જેવા જ છે.વેપારીઓનું કહેવું છે કે, જામનગરમાં આવતું તીખું મરચું આંધ્રપ્રદેશથી આવે છે. જયારે હીંગ અફઘાનિસ્તાનના કાબુલમાંથી આવે છે. આ વર્ષે મરચા અને મરચાનું ઉત્પાદન સારું હોવાથી ભાવમાં પ્રમાણમાં ઘટાડો નોંધાય છે. હાલ મરચું ર50 થી લઇ 700 થી 800 રૂપિયા સુધી જુદી જુદી વેરાયટીમાં ઉપલબ્ધ છે.
રેશમપટ્ટો તેમજ કાશ્મીરી મરચાની વધુ ડિમાન્ડ: વેપારી અપ્રિતી ડાકોરા
‘અબતક’ સાથેની વાતચિતમાં અપ્રિતી ડાકોરાએ જણાવ્યું હતું કે છેલ્લા છ-સાત વર્ષથી મરચાનો વેપાર કરીએ છીએ. અમારે ત્યાં રેશમપટ્ટો વંડર, તીખી મરચી, કશ્મીરી મરચું સહિતના તીખા તેમજ મીડીયમમાં લોકોની માંગ અનુસાર આઠથી નવ જાતના મરચાં રાખીયે છીએ. આ વખતે મરચાંનો ભાવ નીચો છે તેમજ 30 થી 40% જેટલો ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. તેમજ ગૃહીણીઓએ રેશમપટ્ટો અને કશ્મીરી મરચાને વધારે પસંદ કરેલ છે.
ગોંડલનું દેશી મરચું, રેવા રેશમપટ્ટો ખમામનો મરચું તેમજ ઓરીજનલ કંટોલથી આવે છે. બહારથી પણ મરચાની આયાત કરવામાં આવે છે.