ગાયત્રી યજ્ઞ, નૈવેધ સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાયા: બારાઈ પરિવારની દિકરીઓને ૫૦ ટકા શિક્ષણ ફી આપવાની જાહેરાત
ઓખામાં આવેલ બારાઈ કુટુંબના કુળદેવતાનીજગ્યા ગોકુળવાડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતવર્ષનાં સમસ્ત બારાઈ પરિવારો એકઠા થઈ સમુહ નૈવેધ, સ્નેહ મિલન, તેજસ્વી તારલાઓનું સન્માન વગેરે કાર્યક્રમો યોજવામાં આવે છે. આ વર્ષે ચેત્ર સુદ ચોથના રવિવારે આ બારાઈ કુટુંબના મેળાનું ભવ્ય આયોજન કરવામાં ઓખા ખાતે કરવામાં આવ્યું હતુ જેમાં સવારે આઠ વાગ્યે ગાયત્રી હવન રાખેલ જે હવનના યજમાન પદે સુરતનો બારાઈ પરિવાર રહ્યા હતો ત્યારબાદ ૧૦ વાગ્યે સ્નેહમીલન બાદ બપોરે ૧૨ વાગ્યે બીડુ હોમાયું હતુ. ત્યારબાદ સમુહ મહાપ્રસાદી લોહાણા મહાજન વાડી ખાતે રાખવામાં આવી હતી.
સ્નેહ મિલન દરમ્યાન સમસ્ત બારાઈ કુટુંબના પ્રમુખ મનસુખભાઈ બારાઈ સાથે કુટુંબના વડીલોના હસ્તે બારાઈ પરિવારમાંથી જે ભાઈઓ બહેનો ગત શૈક્ષણીક વર્ષમાં ડોકટર, સી.એ, એન્જીનીયર જેવી ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરી હતી તેઓને સન્માનીત કરાયા હતા દર વર્ષનીજેમ આ વર્ષે પણ દેશના તમામ ખૂણેખૂણેથી બારાઈ પરિવારજનો ઉમટી પડયા હતા આ પ્રસંગે દ્વારકાગૂ‚પ્રેરણા હોટલ વાળા મનસુખભાઈ બારાઈ પરિવાર દ્વારા બારાઈ પરિવારની અભ્યાસ કરતી દિકરીઓની ૫૦% ફી આપવાની જાહેરાત કરી હતી. આ સમસ્ત બારાઈ કુટુંબ મેળામા મોહનભાઈ બારાઈ સાથે તમામ યુવાનોએ જહેમત ઉઠાવી આ મેળાને સફળ બનાવ્યો હતો.