પ્રાઈમરી-હાયર- સ્કુલ્સ સર્વીસીસ, ક્ધઝયુમર સ્ટેટ, રેવન્યુ, સ્ટેટ કો.ઓ, એજયુકેશન ઈન્સ્ટીટયુસન્સ, ડેબ્ટસ રિકવરી અને સેન્ટ્રલ વહીવટી સહિતના કેન્દ્ર ફાળવવા માંગ: સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટને બેંચ મળે તો અરજદારોને ઝડપી અને સસ્તો ન્યાય મળે
સીવીલ કોર્ટો ઉપરના કામનું ભારણ ઓછુ કરવાનાં હેતુથી તથા જાહેર જનતાને વહેલો અને સસ્તો ન્યાય મળી રહે તે માટે વિવિધ અધિનિયમ હેઠળ વિવિધ ટ્રીબ્યુનલની રચના કરવામાં આવેલી છે. આવી મોટાભાગની ટ્રીબ્યુનલો અમદાવાદ મુકામે આવેલી છે. રાજકોટ સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર હોય અને રાજકોટની આજુબાજુ, જામનગર, દેવભુમી દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, સોમનાથ ગીર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી વિગેરે જિલ્લાઓ આવેલા છે. આ જિલ્લાઓનાં નાગરીકોને આવી ટ્રીબ્યુનલો માટે અમદાવાદ જવુ પડતુ હોય છે. અને તેના કારણે ખર્ચ અને સમયનો વ્યય થાય છે. અલગ અલગ ટ્રીબ્યુનલ રાજકોટ ખાતે સ્થાપવા માટે રાજકોટ બાર એસોસીએશન દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ સહિતના લાગતા વળગતાને રજૂઆત કરી ઘટતુ કરવા જણાવ્યું છે.
હાયર સેક્ધડરી સ્કુલ સર્વીસીસ ટ્રીબ્યુનલ
હાયર સેક્ધડરી સ્કુલ સર્વીસીસ ટ્રીબ્યુનલ નીચે હાયર સેક્ધડરી સ્કુલ અંગેના કેટલાક વિવાદ સંબંધે નિર્ણય લેવા માટે આ ટ્રીબ્યુનલની રચના કરવામાં આવેલી છે. સૌરાષ્ટ્ર રાજકોટનું શિક્ષણનું હબ બની ગયેલુ છે. આ ટ્રીબ્યુનલ સંબંધેના ઘણા વિવાદો સૌરાષ્ટ્ર વિસ્તારના સ્કુલ સંબંધના છે.જેથી આવી ટ્રીબ્યુનલની રચના રાજકોટ ખાતે પણ થવી જોઈએ.
કન્ઝ્યૂમર સ્ટેટ કમિશન
ગ્રાહક સુરક્ષા અંગે ખૂબજ જાગૃતિ આવેલી છે. અને સરકાર દ્વારા પણ ગ્રાહકોને રક્ષણ મળે, ગ્રાહકોનું શોષણ ન થાય તેવા પ્રયત્નો થઈ રહેલા છે. જિલ્લા કક્ષાએ કન્ઝ્યૂમર ફોરમમાં અમુક મર્યાદા સુધીની જ હકુમત આપવામાં આવેલી છે. તે હકુમતથી વિશેષ હકુમત વાળી ફરિયાદ હોય તો કન્ઝ્યૂમર સ્ટેટ કમિશન પાસે જવાની ફરજ પડે છે. તેમજ કન્ઝ્યૂમર ફોરમમાં ચાલેલા કેસોની અપીલો પણ કન્ઝ્યૂમર સ્ટેટ કમિશનમાં દાખલ થાય છે. આ કાયદાનો હેતુ નાના ગ્રાહકોને રક્ષણ મળે તેવો છે. જેથી તેવા ગ્રાહકોને ઘેર બેઠા ન્યાય મળી રહે તે માટે સ્ટેટ કમિશનની સ્થાપના રાજકોટ ખાતે પણ કરવી લોકહિતમાં જરૂરી છે.
ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલ
જિલ્લા કક્ષાના રેવન્યુ અધિકારી સમક્ષના કેસ ઉપરથી અપીલ, રીવીઝન ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલ સમક્ષ થાય છે. આવા પ્રકરના કેસો સૌરાષ્ટ્રમાં ખુબજ મોટા પ્રમાણમાં છે. આવા કેસો મોટા ભાગે ખેડુતોને લગતા હોય છે. પરંતુ આ ટ્રીબ્યુનલ માત્ર અમદાવાદ ખાતે જ છે. જેના કારણે સૌરાષ્ટ્રના ગરીબ ખેડુતોને ટ્રીબ્યુનલ સમક્ષ અમદાવાદ જવા માટે સમય અને પૈસાનો મોટો ખર્ચ થાય છે. જેથી આવી ટ્રીબ્યુનલનું સીટીગ રાજકોટ ખાતે જો રાખવામાં આવે તો જ અરજદારો અને ખેડુતોને સમય બચત થાય.
સ્ટેટ કો. ઓપરેટીવ ટ્રીબ્યુનલ
ગુજરાત કો.ઓપરેટીવ સોસા. એકટ હેઠળના કેટલાક ચૂકાદાઓ સામે સ્ટેટ કો. ઓપરેટીવ સમક્ષ અપીલ રીવીઝન કરવાની જોગવાઈ છે. કો.ઓપરેટીવ સોસાયટીનો વ્યાપ ખૂબજ વધેલો છે. સદરહું કાયદા હેઠળનાવિવાદ માટે જે તે જિલ્લા મથકે બોર્ડ ઓફ નોમીનીઝની રચના કરવામાં આવેલી છે. પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલા હુકમની સામે અપીલ રીવીઝન સ્ટેટ કો.ઓપરેટીવ ટ્રીબ્યુનલમાં થઈ શકે છે. અને રાજયમાં માત્ર અમદાવાદ ખાતેજ આવી ટ્રીબ્યુનલ રાજકોટ ખાતે સ્થાપવામાં આવે તો સૌરાષ્ટ્ર વિસ્તારના લોકોને લાભ મળી શકે.
પ્રાઈમરી એજયુકેશન ટ્રીબ્યુનલ
પ્રાથમિક શાળાઓ સંબંધેના કેટલાક વિવાદોનો નિર્ણય લેવા માટે પ્રાયમરી એજયુકેશન ટ્રીબ્યુનલની રચના કરવામાં આવેલી છે. પ્રાથમિક શાળાઓનું પ્રમાણ વધી ગયું છે. અને તેના કારણે પ્રાથમિક શાળાઓ સંબંધેના વિવાદો પણ વધી ગયેલા છે. પરંતુ આ વિવાદો માટે એકમાત્ર ટ્રીબ્યુનલ અમદાવાદ ખાતે આવેલ છે. જેથી આવી ટ્રીબ્યુનલ રાજકોટ ખાતે પણ સ્થાપવી હિતાવહ છે.
એજયુકેશનલ ઈન્સ્ટીટયુટસન્સ સવીસીઝ ટ્રીબ્યુનલ
સૌરાષ્ટ્રમાં એજયુકેશનલ ઈન્સ્ટીટયુશનની બહોળી સંખ્યા છે. અને તેમના કર્મચારીઓ સંબંધેના પ્રશ્ર્નોના નિર્ણયો માટે ગુજરાત એજયુકેશન ઈન્સ્ટીટયુશન્સ સર્વીસ ટ્રીબ્યુનલની રચના કરવામાં આવેલી છે. આ સંબંધેના વિવાદો સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ મોટા પ્રમાણમાં છે. જેથી આવી એક ટ્રીબ્યુનલ રાજકોટ ખાતે સ્થાપવામાં આવે તેવી માંગ છે.
ડેબ્ટસ રીકવરી ટ્રીબ્યુનલ
બેંકની મોટી લેણી રકમ સંબંધેના દાવા તથા સીકયુરીટાઈઝેશન એકટ હેઠળની કેટલીક કાર્યવાહી સંબંધે હકુમત આપતી આ ટ્રીબ્યુનલની રચના કરવામાં આવેલ છે.
આ ટ્રીબ્યુનલની રચના ડેબ્ટસ ડયુ ટુ બેંકસ એન્ડ ફાઈનાન્સીયલ ઈન્સ્ટીટયુટન્સ એકટ ૧૯૯૩ની કલમ ૩ મુજબ કેન્દ્ર સરકાર કરી શકે, આ કલમ મુજબ એક કરતા વધારે વિસ્તારમાં ટ્રીબ્યુનલની રચના થઈ શકે તેમજ એપેલન્ટ ટ્રીબ્યુનલની પણ રચના થઈ શકે. જોકે આ બાબત કેન્દ્ર સરકારના નાણા વિભાગને લગતી છે. જયારે ગુજરાત રાજયના અને ખાસ કરીને સૌરાષ્ટ્ર વિભાગના લોકોને લગતો આ પ્રશ્ર્ન હોય ત્યારે કેન્દ્ર સરકારના નાણાવિભાગમાં યોગ્ય રજૂઆત કરી આવી એક ટ્રીબ્યુનલની રચના રાજકોટ ખાતે પણ થાય ઈન્ડસ્ટ્રીઝ સહિતને ઝડપી ન્યાય મળી શકે.
સેન્ટ્રલ એડમીનીસ્ટ્રેટીવ ટ્રીબ્યુનલ કેટ
કેન્દ્ર સરકારના કર્મચારીઓનાં કેટલાક વિવાદના નિર્ણય માટે આ ટ્રીબ્યુનલની રચના કરવામાં આવેલ છે. આવા પ્રકારનાં ઘણા કેસો સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી થતા હોય છે. આવી એક ટ્રીબ્યુનલ રાજકોટ મુકામે પણ સ્થાપવી જરૂરી છે.
એડમીનીસ્ટ્રેટીવ ટ્રીબ્યુનલ્સ એકટ ૧૯૮૫ની કલમ ૪ મુજબ કેન્દ્ર સરકાર આ ટ્રીબ્યુનલની રચના કરી શકે. રાજય સરકારની વિનંતીથી રાજય માટેની ટ્રીબ્યુનલના રચના કેન્દ્ર સરકાર કરી શકે અને હાલ અમદાવાદ મુકામે રાજય માટેની ટ્રીબ્યુનલની રચના થયેલી છે.
રાજય સરકાર નકકી કરે ત્યાં બેચ બેસી શકે. જેથક્ષ રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જો કેન્દ્ર સરકારને વિનંતી કરવામાં આવે તો અમદાવાદ ઉપરાંત રાજકોટ ખાતે પણ આવી ટ્રીબ્યુનલની રચના થઈ શકે તેમ છે.
સમગ્ર રાજયમાં અકે જગ્યાએ ટ્રીબ્યુનલ આવેલી હોવાના કારણસર આખા રાજયનું કામ આ ટ્રીબ્યુનલ સમક્ષ આવે છે. અને તેના કારણે ટ્રીબ્યુનલ પાસે કામનુ ખૂબજ ભારણ રહે છે. જેના કારણે વિવાદનો નિર્ણય આવવામાં સમય લાગે છે. જેથી જો આવી ટ્રીબ્યુનલનું વિકેન્દ્રકરણ કરી અન્ય જગ્યાએ પણ ટ્રીબ્યુનલની સ્થાપના કરવામાં આવે તો તેમનું ભારણ ઘટે અને તેના કારણે ઝડપી ન્યાયં પણ મળી રહે. આમ ટ્રીબ્યુનલ રાજકોટ ખાતે સ્થાપવાથી લોકોને ઝડપી ન્યાય પણ મળી શકે તેમ છે. પેન્ડીંગ કેસોનું ભારણ ઓછુ થાય તેમ છે. જેથી ઉપર મુજબનીક અમારી માંગણી લક્ષમા લઈ ટ્રીબ્યુનલો સ્થાપવા અથવા તેમનું સીટીંગ રાજકોટમાં રાખવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
બાર એસો.ના પ્રમુખ અનિલભાઈ દેશાઈ, ઉપપ્રમુખ બકુલભાઈ રાજાણી, સેક્રેટરી દીલીપભાઈ જોષી, જો.સેક્રેટરી રૂપરાજસિંહ પરમાર, ટ્રેઝરર, અશ્ર્વીનભાઈ ગોસાઈ, લાઈબ્રેરી સેક્રેટરી જતીનભાઈ ઠકકર, તથા કારોબારી સભ્ય સંદીપભાઈ વેકરીયા, અજયભાઈ પીપળીયા, નીશાંતભાઈ જોષી, રોહીતભાઈ ધીયા, સંજયભાઈ જોષી, કે.સી. વ્યાસ, ગૌરાંગભાઈ માકડ, એન્જલ સરધારા અને મીનાક્ષીબેન ત્રિવેદીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.