૧૦ દિવસ સુધી રીમુવ આર્ટીકલ ૩૭૦ની માંગ સાથે પ્રધાનમંત્રીને ટવીટ કરાશે
હાલ જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા આતંકી હુમલામાં દેશમાં ભયંકર આક્રોશ છે ત્યારે તમામ લોકો આતંકવાદી સંગઠનો વિરુઘ્ધ બદલો લેવાની માંગ કરી રહ્યા છે ત્યારે આતંકવાદને ખતમ કરવા તેમજ આતંકી સંગઠનોને જવાબ આપવા ૩૭૦ની કલમને નાબુદ કરવા પ્રધાનમંત્રીને આંદોલનકારી પ્રવિણ રામ દ્વારા ટવીટ કરવામાં આવ્યું છે અને ૧૦ દિવસ સુધી રીમુવ આર્ટીકલ ૩૭૦ની માંગ સાથે પુરા દેશમાંથી પ્રધાનમંત્રીને ટવીટ કરી ટવીટર અભિયાન ચલાવવામાં આવશે.
પ્રવિણ રામે જણાવ્યું હતું કે, આ આતંકવાદના મુળ સુધી જઈએ તો આતંકવાદને એક મુખ્ય કારણ જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ના કારણે મળેલી સ્વતંત્રતા પણ છે. આ સ્વતંત્રતાને કારણે જ આતંકી સંગઠનોને પણ જમ્મુ કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે જમીન મળી જાય છે અને ભારત સરકારના હાથ અમુક લિમિટ બાદ આ કલમના કારણે બંધાઈ જાય છે અને અનેક લોકો શહિદ થતા જાય છે ત્યારે આ પુલવામાં થયેલા હુમલા બાદ અત્યારે તમામ પક્ષો, વિપક્ષ અને બીજા અનેક દેશોએ પણ આતંકવાદ વિરુઘ્ધમાં ભારતીય સેના અને સરકારની સાથે ઉભા રહેવાની જાહેરાત કરી છે જે ખુબ સારી વાત છે ત્યારે આવા સમયે આતંકવાદને કંટ્રોલમાં કરવા માટે તેમજ જમ્મુ કાશ્મીરના લોકો પણ મુખ્ય પ્રવાહમાં ભળી શકે એમ બંને પક્ષે ફાયદો હોવાથી બધાએ સાથે મળીને જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમને નાબુદ કરવાની પ્રક્રિયાની શરૂઆત કરી દેવી જોઈએ જો તમામ પક્ષોએ સાથે મળીને આ કલમ દુર કરવામાં સફળતા મેળવી તો આતંકવાદ વિરુઘ્ધમાં આપણા દેશનું મોટુ પગલું ગણાશે અને આતંકી સંગઠનોને જવાબ પણ મળી જશે.