મુખ્યમંત્રી દ્વારા રાજ્યમાં પાણીની સ્થિતિ સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે પ્રકારનું આયોજન કરવા જણાવવામાં આવ્યું છે. આ માટે જિલ્લા કલેક્ટરને જવાબદારી સોંપવામાં આવી છે. તમામ હેડપમ્પ તાત્કાલિક રિપેર કરીને ચાલુ કરાવવા માટે પણ જણાવાયું હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છેકે, સરકાર દ્વારા તુવેરની ખરીદી શરૂ કરવામાં આવશે.
સરકાર 1 મેથી 5 મે સુધી તુવેરની ખરીદી કરશે. આ માટે 1 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી સુધી ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. ઉપરાંત જે ખેડૂતો બાકી રહી ગયા છે તેવા 12 હજાર ખેડૂતોને પણ તેનો લાભ મળશે. ગુજકોમાસોલ દ્વારા ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે.