ભારત એજયુકેશન ટુરીઝમ તરફ હરણફાળ ભરશે
યુનિવર્સિટીએ રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ અભિયાન ‘રૂસા’ અંતર્ગત ૨૦૨૦ સુધીમાં રૂ.૧૦૦ કરોડ ખર્ચ કરવા પડશે
ભારતમાં શિક્ષણ સ્તરને વધુ ઉંચાઈએ લઈ જવા માટે કેન્દ્ર સરકારે હાથ ધરેલા પ્રયાસોના ભાગરૂપે દેશની ટોચની દસ યુનિવર્સિટીઓની કાયાપલટ માટે કેન્દ્ર દરેકને ૧૦૦ કરોડના ભંડોળ સહિત ૧૦૦૦ કરોડના ખર્ચે કાયાપલટ કરશે.કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન “રૂસા કાર્યક્રમ અંતર્ગત માર્ચ ૨૦૨૦ સુધીમાં ૧૦૦૦ કરોડના ખર્ચે દેશની દસ યુનિવર્સિટીઓની કાયાપલ્ટ કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા દેશની પસંદ કરાયેલી ટોની દસ ખૂબજ સારૂ પરફોર્મન્સ આપતી યુનિવર્સિટીઓને વધુ સુદ્દઢ અને કાયાપલટ માટે ચાલુ નાણાંકીય બાબતમાં દરેક યુનિવર્સિટીના સ્વાયત્ત રીતે ૧૦૦ કરોડ રૂપીયાનું ભંડોળ આપીને કેમ્પેઈન, વિશિષ્ટ કામગીરી માટે ખાસ વાહનો, કેન્દ્રની ખાસ સહાય જેવી સહુલતો સાથે સાત યુનિ.ઓમાં કોરનેલ અને યુસીબેરકલી જેવી યુનિ.ઓ સાથે સંકલીત મહાવિદ્યાલયોને વિશ્ર્વસ્તરના માપદંડને જાળવવા સરકાર દ્વારા ૧૦૦૦ કરોડ રૂપીયાના ભંડોળની ફાળવણી કરશે.
પૂણેની સાવિત્રીબાઈ ફુલે યુનિ., કોલકતાની જાદવપૂર યુનિ. હરિયાણાની કુરૂક્ષેત્ર યુનિ.ને રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષા અભિયાન “રૂસા અંતર્ગત ૨૦૨૦ સુધીમાં ૧૦૦ કરોડ રૂપીયાની ગ્રાંન્ટ માટે પસંદ કરવામાં આવી છે. રાજય અને તંત્ર વચ્ચે આ માટે સંકલન કરવામાં આવશે. દિલ્હીને ૭૦% ગ્રાંન્ટ ફાળવાશે આ કેમ્પસ કંપની વાઈસચાનસેલરના દિશા નિર્દેશ હેઠળ વિવિધ અભ્યાસ ક્રમોનાં નિષ્ણાંતો, કોર્પોરેટ સંચાલન અને અભ્યાસ ક્રમોનાં વિકાસ માટે કંપની એકટ મુજબ સંચાલીત કરવામાં આવશે.
સાવિત્રીબેન ફુલે યુનિ., અલગપા યુનિ. અને હૈદ્રાબાદ ઉસ્માનીયા યુનિ.એ અગાઉ આવા કેમ્પસ કંપનીઓનું નિર્માણ કર્યું છે. ઓરિસ્સા સરકારે યુતકલ યુનિ. અને જમ્મુ કાશ્મીરે આવા કેમ્પસ કંપની માટે તૈયારી શરૂ કરી છે.
દેશભરની પસંદ કરવામાં આવેલી યુનિ.ઓમાં કંપની કેમ્પસના નિર્માણ માટેના આ પ્રોજકેટ અંતર્ગત યુનિ.નું શિક્ષણસ્તર સુધારવા માટે નાણાંકીય સવલતો અને નિષ્ણાંત ફેકલટી થકી વિશ્વનું સ્તરના શિક્ષણ માટે કેન્દ્ર સરકારના ૧૦૦૦ કરોડના બજેટમાં જોકે ગુજરાત અને સૌરાષ્ટ્રની એકપણ યુનિ. સામેલ કરવામાં આવી નથી.
ગુજરાતની જ વાત કરીએ તો રક્ષા યુનિ. કૃષિ યુનિ., મત્સ્ય શિત્તણની મરિન યુનિ. જેવા વિશ્ર્વભર અને વિશિષ્ટ અભ્યાસ ક્રમો સાથે જોડાયેલા મહા વિદ્યાલયો ઈઝરાયેલ, ઓસ્ટ્રેલીયા, દક્ષિણ આફ્રિકાના અનેક દેશો સાથે સહયોગી ભાગીદાર સાથે કાર્યરત છે.
ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા અંતર્ગત પ્રત્યેક યુનિ.ને ૧૦૦ કરોહના પખર્ચે કાયાપલટ કરવા માટે એચઆરડી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ આ અભિયાનમાં નવી કાર્યરત યુનિ.ઓને પણ સંકલીત કરવી જોઈએ એચઆરડીએ ૧૯૬૦થી શરૂ થયેલા આઈઆઈટીના અભ્યાસક્રમો ધરાવતી યુનિ.ઓને સામેલ કરવાની હિમાયત કરી છે. ત્યારે રૂસાના કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ગુજરાતની યુનિ.ઓને સામેલ કરવી જોઈએ તેવો શિક્ષણવિદોમાંથી ઉઠી રહ્યો છે.