અયોધ્યામાં બની રહેલા શ્રી રામ મંદિર માં આગામી તા.22 ના રોજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજનાર છે .ત્યારે જામનગર ના એક જ પરિવારના બે રાજકીય મહિલાઓ ના વિરોધાભાસી નિવેદનો જાહેર થતાં ચર્ચા જાગી છે.

ભારતીય ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના પત્ની અને જામનગરના ભાજપના ધારાસભ્ય રીવાબા  જાડેજાએ જણાવ્યું હતું  કે આ કાર્યક્રમ કોઈ વ્યક્તિ કે પાર્ટી નો નથી. કરોડો ભારતીયોની આસ્થાના પ્રતીક સમાં પ્રભુ શ્રીરામમાં બધાને શ્રદ્ધા છે. સૌએ સાથે મળીને આ કાર્યક્રમમાં સામેલ થવું જોઈએ .500 વર્ષ જૂનો પ્રશ્ન ઉકેલાયો છે.ધર્મપ્રિયતા થી પ્રભુ શ્રી રામ ને બધા આવકારીએ તેવી અભ્યર્થના .

તો સામે પક્ષે રવિન્દ્ર જાડેજા બહેન અને કોંગ્રેસ અગ્રણી નયનાંબા જાડેજા એ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તાજેતરમાં એક પત્રકારે ભાજપનાં  ધારાસભ્યને પૂછ્યું હતું કે કોંગ્રેસ આ કાર્યક્રમમાં જવાની ના પાડે છે. એ સમયે ધારાસભ્ય એ જવાબ આપ્યો હતો કે આ કોઈ રાજકીય એજન્ડા નથી પરંતુ ભક્તિની મેટર છે.પરંતુ ભક્તિ અને સંસ્કાર એ તમારી પાસે થી શીખવાની જરૂર નથી. તમે છોટી કાશી ગણાતા જામનગરમાં રહો છો. પરંતુ સંસ્કાર તમારી પાસે નથી. કારણ કે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા  ક્યારે થાય જ્યારે કામ સંપૂર્ણ પૂર્ણ થયું હોય. પરંતુ હજી મંદિરનું કામ અધૂરું છે. અનેક સાધુ સંતો અને શંકરાચાર્ય એ પણ આ નિમંત્રણ નો અસ્વીકાર કર્યો છે .પરંતુ તેમને પૂરતું જ્ઞાન છે. કે ક્યારે જવું અને ક્યારે ના જવું .સંસ્કાર અને ધર્મની વાત તમારાક્ષમોઢે શોભે નહીં.

આમ એક જ પરિવાર ના બે વ્યક્તિ વધુ. એક વખત સામસામે નિવેદન બાજી કરતા મામલો ગરમાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.