જામનગર શહેરમાં બિલાડીના ટોપની માફક ટયુશન કલાસીસનો રાફળો ફાટયો છે અનેક બિલ્ડીંગોમાં રહેણાંક વિસ્તારોમાં ટયુશન કલાસીસો ચાલી રહ્યાં છે. આ ટયુશન કલાસીસમાં સવારે ૬ વાગ્યાથી લઈને રાતના આઠ વાગ્યા સુધીમાં અનેક વિદ્યાર્થીઓ ટયુશન મેળવવા આવે છે. આમ કલાસીસમાં વિદ્યાર્થીઓને બેસવાની પણ અગવળતા પડે તેવા કલાસરૂમમાં વિદ્યાર્થીઓ પૈસા દઈને ટયુશન મેળવી રહ્યાં છે.
આ ટયુશન કલાસીસમાં આવવા જવા માટેની સીડીની કોઈ સારી વ્યવસ્થા કે નથી કોઈ ફાયર સેફટીની સુવિધા આમ છતાં આ ટયુશન કલાસના સંચાલકો આ અંગે કયારે વિચારતા નથી. સુરતની ઘટનાને લઈને તંત્ર પણ જાગ્યું છે અને ટયુશન કલાસના સંચાલકો પણ જાગ્યા છે પરંતુ કાયમી માટે ટયુશન કલાસમાં સલામતીને વિશેષ મહત્ત્વ આપવામાં આવે એ આવશ્યક છે.
હાલમાં તો જામનગર શહેરમાં ટયુશન કલાસીસોમાં ભગવાન ભરોસે વિદ્યાર્થીઓ ભણી રહ્યાં છે. માત્ર જામનગર શહેર ટયુશન કલાસીની જ સલામતીની વાતને વિચારવાને બદલે શહેરમાં ચાલતી ખાનગી સ્કુલોમાં પણ સલામતી અંગેની શું સુવિધા છે.
તેનું પણ સર્વેનું કરાવવાની માંગ વિદ્યાર્થીઓના વાલીઓ કરી રહ્યાં છે કારણ કે શહેરમાં અનેક ખાનગી શાળાઓમાં પણ નથી ફાયર સેફટીની કોઈ સુવિધા કે નથી પુરતી સીડીની વ્યવસ્થા ખાનગી સ્કૂલોમાં તો સરકારના તમામ નીતિ નિયમોને ઘોળીને પી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે આવનારા સમયમાં જામનગર શહેરના તમામ ટયુશન કલાસો અને ખાનગી સહિતની શાળાઓમાં પુરતી વિદ્યાર્થીઓની સલામતીની બાબત અંગે ખાસ કાળજી લેવામાં આવે તે જરૂરી છે.