સ્વસ્થ જીવન શૈલી માટે પુરતી ઊંઘ પણ જરૂરી છે. ઊંઘ એ દિવસ ભારનો થાક ઉતારવા માટે જરૂરી છે.પરંતુ આ ઊંઘથી જીવ પણ જઈ શકે છે. તેવી વાતો આપણે ભાગ્યે જ સાંભળી છે. કાળ ક્યારે કોને ભેટી જાય તે ખબર જ નથી રહેતી. આવી એક ઘટના મોરબીમાં બની છે, જેમાં ઊંઘમાં પડખું પડતા ત્રીજા માળેથી પટકાતા યુવકનું મોત થયું હતું.
મોરબીમાં અકાળે મોત થયાની ઘટના સામે આવી છે. જ્યાં ઊંઘમાં પડખું ફરતા ત્રીજા માળેથી નીચે પટકાતા યુવકનું મોત થયું છે.જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર દિપકભાઇ કલસીંગભાઇ પટેલ (આદિવાસી) ઉ.૧૯ મૂળ દાહોદના વતની હતા.
હાલ મોરબી ઓપેરા સ્ક્વેર એપાર્ટમેન્ટની ચાલુ સાઇટમાં નંદનવન પાર્કની બાજુમાં રામકો બંગ્લોજની પાછળ રહેતા હતા. તેઓ ઓપેરા સ્ક્વેર એપાર્ટમેન્ટની ચાલુ સાઇટમાં રાત્રે ત્રીજા માળે સુતા હતા. એ સમયે ઉઘમાંને ઉઘમાં ત્રીજા માળેથી પડતા તેનું ઘટના સ્થળે મોત થયું છે.હાલ મોરબી સીટીએ ડિવીઝન પોલીસે સી.આર.પી.સી કલમ ૧૭૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.