આજે લોકો જમીન સાથે ભળવાનું ભૂલી ગયા છે જયારે હાલના સમયમાં લોકોએ માટી તરફ વળવુ જરૂરી છે
પહેલાના સમયમાં માટીના વાસણોનો આકાર સામાન્ય રૂપમાં હતો ત્યારે આજે મીટીકુલ દ્વારા માટીના વાસણોને નવા રંગ રૂપ અને ફેશન તરફ વાળ્યો છે
ગારા માટીના મકાનોની મહત્વતા ખુબજ ભવ્ય હતી.ત્યારના સમયમાં ન તો પંખા હતા ના તો એ.સી હતા છતાંય ટેમ્પરેચર જળવાઈ રહેતુ હતું લોકોને કુદરતની અને તેની મહત્વના ની ઉપયોગ કરવાની વધુ ક્ષમતા હતી.
એક સમય હતો જયારે આ ધંધા તરફ કોઈને રસ નો તો રહ્યો આ ધંધા સાથે સંકળાયેલા પરિવારો પોતાના પેઢીના વ્યવસાયને છોડી ચુકયા હતા.પણ મીટ્ટીૂકુલની સફળતા બાદ માટી કામ સાથે જોડાયેલા પરિવારો ફરીથી આ વ્યવસાયને અપનાવી અને નવારંગ રૂપમાં આને ફેરવામાં આવ્યો છે.મિટ્ટીકુલનું ફીઝ આજે ઘરેઘરે જોવા મળે છે જેખોરાક અને ફીઝમાં રાખેલા શાકભાજી તુ સત્વ જાળવી રાખે છે. તેના ગુણધર્મને જાળવી રાખે છે માટી માથી બનતા વાસણોમાં કુકર જે ખોરાકનું પોષણ અને સત્વ તેમજ મિઠાશને જાળવી રાખે છે.માટીની બોટલ માંથી પાણી પીવાથી શરીરમાં કુદરતી ઘટકો કોઈ પણ મીનરલ એડ મળી રહે છે.લોકોએ આ વારસાનું વધુ ઉપયોગ કરવો અને માટી માંથી બંનતા દરેક ઘટકો અને વસ્તુઓનો ઉપયોગ કરવો મનસુખભાઈ પ્રજાપતીએ અબતક સાથેની વાચચીત કરતા જણાવાયું હતું કે આ પરંપરા લુપ્ત થઈ જવાના કગાર પર આવી ગયી હતી મારા પીતાજીએ પણ આ કામ છોડી દિધુ હતું જો બધાજ કુંભારો આવી રીતે વિચારે તો આ ધંધાનું મને કોઈ આગળ સ્વપન દેખાતુ નહતુ મારે આ વારસાને જીવન જરૂરીયાત બનાવીતી ઘરેઘરે વપરાય તે માટે મે ખુબ મહેનત કરી અને નવા સંશોધન કર્યા ત્યાર બાદ આજે મીટ્ટીકુલએ દેશ અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ખ્યાતી મેળવી છે માટીના વાસણો બનાવા પાછળ મારો ધ્યેય એવો હતો કે, લોકોને ખોરાકનું સત્વ શુધ્ધ મળી રહે અને આરોગ્યમાં ખુબ ફાયદા થાય મીટ્ટીકુલનું આજે ફીજ પર તમે બજારોમાં અને ઘરોમાં જોય શકો છો તે માટીનું ફીજને લોકો માટે બનાવ્યુ તે પાછળનો હેતુ એટલો કે લોકોને માટીના ફીઝમાં મુકવામાં આવે છે તે વસ્તુનું ગુણધર્મ જળવાઈ રહે અને તે ખાદ્ય હોય કે પીવાની વાનગી તેની મિઠાશ કુદરતી રહે અને જળવાઈ રહે માટી રહીને એ કુદરતની બનાવેલી છે જેમાં તમામ તત્વો હોય છે.જે આપણ શરીર માટે ખુબ જરૂરી છે જે આજે કપાકને કપાક આપણને મળતા નથી તે માટે માટીના વાસણો અથવા તેમાંથી બનેલી કોઈ પણ વસ્તુ આપણે તે ત્તત્વોનુ પોષણ આવે છે.આટલી મહત્વપુર્ણ વસ્તુ અને આ ભવ્ય વારસા ને મારે પાછો લાવો તો માટે આ વસ્તુઓ બનાવાનો મારો હેતુ હતો. તેમજ આજે મીટ્ટીકુલની વિવિધ પ્રકારની વસ્તુઓ બને છે.અને લોકોના ઘર સુધી પહોચે છે માટીની વસ્તુઓમાં કેવા ગુણધર્મ હોય એતુ પણ હુ તમને જ્ઞાન આપી માટીની બોટલમાં પાણી પીવાથી તમને પાણીની મિઠાશ તો મળશે સાથે તમારા શરીરમાં કોઈ પણ જાતનું કેમીકલ જાશે નહિ અને સ્વાસ્થયમાં લાભ થશે.રીને માટીના કુકરમાં રસોઈ કરવાથી તમારા ખોરાકમાં રહેતા સત્વ જળવાઈ રહે છે.અને તમને પોષ્ટીક આહાર મળશે કોઈ પણ જાતનું ફેળશેળ વગરનું અને આરોગ્યમાં વધારો કરશે.તેવીજ રીતે માટીની દરેક વસ્તુમાં તમને કથક ફાયદાઓ થાશે જે તમારા અને તમારા પરિવાર માટે ખુબ ઉપયોગી બનશે.સાથે તમારી રોજની જીવન જરૂરીયાતમાં ઉપયોગી વસ્તુઓની મહત્વતા વધતી જાશે જો તમે કોઈને પણ કયાંક વસ્તુ ભેટ આપો તો અત્યારે તમે તેતી માટીથી બનેલી ઈકો-ફેન્ડલી વસ્તુઆપી શકો છો.જે વસ્તુઓ ભવ્ય રીતે ડેકોરેટ કરીને બનાવામાં આવે છે.અને જે તમારા ઘર હોય કે ઓફીસમાં રાખો તો તમારી તે જગ્યા પર સુંદરતામાં વધારો કરે છે.
મારો હંમેશા એક જ ધ્યેય છે લોકોને સારૂ અને આપણા આદીકાળથી ચાલતુ આવતુ જીવન જરૂરી માટીનું દરેક થટક કે વસ્તુ મળી રહે.