ઈ-ઈન્વોઈસની જોગવાઈ બાબતે કરદાતાઓ જાગૃત બને એ જરૂરી
ઈ-ઈન્વોઈસની જોગવાઈ બાબતે કરદાતાઓ જાગૃત બને એ જરૂરી હોવાનું સ્ટેટ જીએસટી અધિકારીએ જણાવ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે,તા. 01/10/2022 થી ઈ-ઈન્વોઈસ ઈસ્યુ કરવા માટેનાં ટર્નઓવરની મર્યાદા ઘટીને રૂ. 10 કરોડ થશે, આથી ઈ-ઈન્વોઈસ ઇસ્યુ કરવા માટે જવાબદાર કરદાતાઓએ આ બાબતે જાગૃત થવાનું રહેશે.
તા. 01/10/2020 થી જી.એસ.ટી. કાયદાની જોગવાઈ અનુસાર નોંધાયેલ કરદાતાઓ કે જેમનું સપ્લાયનું કુલ ટર્નઓવર વર્ષ 2017 પછીનાં કોઈ નાણાકીય વર્ષ દરમ્યાન રૂ. 500 કરોડથી વધે ત્યારે તેણે નોંધાયેલ ખરીદનારને વેરાપાત્ર સપ્લાય માટે પોર્ટલ મારફત ઈ-ઈન્વોઈસ ઈસ્યુ કરવું ફરજીયાત છે. ઈ-ઈન્વોઈસ ઈસ્યુ કરવા માટે ટર્નઓવરની આ મર્યાદામાં વખતો વખત ઘટાડો કરીને હાલમાં તા. 1.04.2022 થી આ મર્યાદા રૂ. 20 કરોડ કરેલ છે.
ઈ-ઈન્વોઈસ ઈસ્યુ કરવાથી કરદાતાઓને ટેક્ષ કમ્પ્લાયાન્સ માટેનાં સમય અને ખર્ચમાં ઘટાડો થશે. ઈ-ઈન્વોઈસથી કરદતાની સપ્લાયની વિગતો આપોઆપ પત્રક જી.એસ.ટી.આર-1 માં આવી જશે. ચીજ-વસ્તુનાં વહન માટે ઈ-વે બિલ પણ આપમેળે જનરેટ કરી શકાશે. ચીજ-વસ્તુનાં વહન દરમ્યાન અલગથી ટેક્ષ ઈન્વોઈસ સાથે રાખવાની ઝંઝટ માંથી છુટકારો મળશે.
જો સપ્લાયર નિકાસનાં વ્યવહારો કરે,એસ.ઈ.ઝેડ.માં સપ્લાય કરે કે ડિમ્ડ એક્સપોર્ટનાં વ્યવહારો કરે તેણે ફરજીયાત ઈ-ઈન્વોઈસ ઈસ્યુ કરવાનું રહેશે. પરંતુ વીમા કંપનીઓ, બેંકો, અન્ય નાણાકીય સંસ્થાઓ, ટ્રાન્સ્પોર્ટર, પેસેન્જર પરીવહન સેવા કરતા ધંધાર્થીઓ કે મલ્ટીપ્લેક્ષના ધંધાર્થીઓ માટે ઈ-ઈન્વોઈસ ઈસ્યુ કરવું ફરજીયાત નથી.
ઈ-ઈન્વોઈસ ઈસ્યુ કરવા માટે વિગતો દર્શાવવામાં કરદાતાથી કોઈ ભુલ થયેલ હોય તો ઈ-ઈન્વોઈસ ઈસ્યુ કર્યા બાદ કરદાતા પોર્ટલ પર 24 કલાકના સમયગાળા સુધીમાં આવી રીતે ઈસ્યુ કરેલ ઈન્વોઈસ રદ કરી શકે છે. કરદાતાને પોર્ટલ પર એક સાથે એકથી વધુ ઈન્વોઈસ ઈસ્યુ કરવાની સુવિધા આપવામાં આવેલ છે.
ગુજરાત રાજ્યમાં ઘણા કરદાતાઓ જવાબદાર હોવા છતાં ઈ-ઈન્વોઈસને બદલે માત્ર ટેક્ષ ઈન્વોઈસ ઈસ્યુ કરે છે. આથી એ બાબત ધ્યાને લાવવી ખુબ જરૂરી છે કે, આવા કરદાતાઓ પાસેથી ચીજવસ્તુઓ/સેવાઓની ખરીદી કરનારાઓને આવા ટેક્ષ ઈન્વોઈસ પર ચુકવેલ વેરાની વેરાશાખાનો લાભ મળવાપાત્ર થશે નહી. તા. 01/10/2022 થી ઈ-ઈન્વોઈસ ઈસ્યુ કરવા માટેનાં ટર્નઓવરની મર્યાદા ઘટીને રૂ. 10 કરોડ થશે, આથી ઈ-ઈન્વોઈસ ઇસ્યુ કરવા માટે જવાબદાર કરદાતાઓએ આ બાબતે જાગૃત થવાનું રહેશે.
કોના માટે ઇ-ઈન્વોઇસ ફરજિયાત મરજિયાત?
જીએસટી કાયદાની જોગવાઈ અનુસાર, જો સપ્લાયર નિકાસનાં વ્યવહારો કરે,એસ.ઈ.ઝેડ.માં સપ્લાય કરે કે ડિમ્ડ એક્સપોર્ટનાં વ્યવહારો કરે તેણે ફરજીયાત ઈ-ઈન્વોઈસ ઈસ્યુ કરવાનું રહેશે. પરંતુ વીમા કંપનીઓ, બેંકો, અન્ય નાણાકીય સંસ્થાઓ, ટ્રાન્સ્પોર્ટર, પેસેન્જર પરીવહન સેવા કરતા ધંધાર્થીઓ કે મલ્ટીપ્લેક્ષના ધંધાર્થીઓ માટે ઈ-ઈન્વોઈસ ઈસ્યુ કરવું ફરજીયાત નથી.ઈ-ઈન્વોઈસ ઈસ્યુ કરવા માટે વિગતો દર્શાવવામાં કરદાતાથી કોઈ ભુલ થયેલ હોય તો ઈ-ઈન્વોઈસ ઈસ્યુ કર્યા બાદ કરદાતા પોર્ટલ પર 24 કલાકના સમયગાળા સુધીમાં આવી રીતે ઈસ્યુ કરેલ ઈન્વોઈસ રદ કરી શકે છે.
ઈસ્યુ કરેલ ઈન્વોઈસ રદ કરી શકાય છે
ઈ-ઈન્વોઈસ ઈસ્યુ કરવા માટે વિગતો દર્શાવવામાં કરદાતાથી કોઈ ભુલ થયેલ હોય તો ઈ-ઈન્વોઈસ ઈસ્યુ કર્યા બાદ કરદાતા પોર્ટલ પર 24 કલાકના સમયગાળા સુધીમાં આવી રીતે ઈસ્યુ કરેલ ઈન્વોઈસ રદ કરી શકે છે. કરદાતાને પોર્ટલ પર એક સાથે એકથી વધુ ઈન્વોઈસ ઈસ્યુ કરવાની સુવિધા આપવામાં આવેલ છે. ગુજરાત રાજ્યમાં ઘણા કરદાતાઓ જવાબદાર હોવા છતાં ઈ-ઈન્વોઈસને બદલે માત્ર ટેક્ષ ઈન્વોઈસ ઈસ્યુ કરે છે. આથી એ બાબત ધ્યાને લાવવી ખુબ જરૂરી છે કે, આવા કરદાતાઓ પાસેથી ચીજવસ્તુઓ/સેવાઓની ખરીદી કરનારાઓને આવા ટેક્ષ ઈન્વોઈસ પર ચુકવેલ વેરાની વેરાશાખાનો લાભ મળવાપાત્ર થશે નહી. તા. 01/10/2022 થી ઈ-ઈન્વોઈસ ઈસ્યુ કરવા માટેનાં ટર્નઓવરની મર્યાદા ઘટીને રૂ. 10 કરોડ થશે, આથી ઈ-ઈન્વોઈસ ઇસ્યુ કરવા માટે જવાબદાર કરદાતાઓએ આ બાબતે જાગૃત થવાનું રહેશે.