દુધની સાથે હળદર બલ્લે…બલ્લે…
આયુર્વેદિકમાં હળદરને સારી એન્ટીબાયોટીકસ માનવામાં આવે છે તેથી જ તે સ્કીન પેટ અને શરીરનાં ઘણા રોગોમાં ઉપયોગમાં આવે છે. હળદરનાં છોડમાંથી મળી આવતી ગાંઠો જ નહી પણ તેના પાંદડા પણ ખૂબ ઉપયોગી હોય છે. આ તો થઈ હળદરનાં ગુણોની વાત આવી રીતે દુધ પણ કૂદરતી પ્રતિજેવિક છે. તે શીર્ણ કુદરતીસંક્રમણને અટકાવે છે. હળદર અને દૂધ બંને ગુણકારી છે. પણ તેને એક સાથે મેળવીને લેવામાં આવે તો તેના ફાયદા બમણા થઈ જાય છે. તેને એક સાથે પીવાથી ઘણી આરોગ્યને લગતી તકલીફો દૂર થાય છે. હળદર અને દૂધના ગૂણોને લીધે તેને ગોલ્ડન મિલ્ક કહેવામાં આવે છે.હાડકાઓને પહોચાડે છે ફાયદો: રોજ હળદરાળુ દૂધ લેવાથી શરીરમાં જરૂરી પ્રમાણમાં કેલ્શિયમ મળે છે. હાડકા સ્વસ્થ અને મજબુત બને છે. તે ઓસ્ટ્રીયોપેરેસીસના દર્દીઓને રાહત આપે છે.
ગઠીયા દૂર કરવામાં છે ઉપયોગી: હળદરવાળા દૂધને ગઠીયાના ઉપચારમાં અને રીયુમેટાઈડ ગઠીયાને કારણે સોજાના ઉપચાર માટે પયોગ કરવામાં આવે છે.
ટોકસીન્સ દૂર કરે છે: આયુર્વેદમાં હળદરવાળા દૂધનો ઉપયોગ શોધનક્રિયામાં કરવામાં આવે છે. તે લોહીના ટોકસીન્સને દૂર કરે છે અને લીવરને સાફ કરે છે. પેટ સાથે જોડાયેલી સમસ્યાઓમાં આરામ માટે તેનું સેવન ફાયદાકારક છે.
કીમોથેરાપીની ખરાબ અસર ને ઓછી કરે છે: એક શોધ પ્રમાણે હળદરમાં રહેલા તત્વ કેન્સર કોશિકાઓથી ડીએનએથી થતા નુકશાનને રોકે છે અને કીમોથેરાપીની ખરાબ અસરને ઓછી કરે છે.કાનના દર્દમાં આરામ મળે છે: હળદરવાળા દૂધનું સેવન કરવાથી કાનના દર્દ જેવી ધણી તકલીફોમાં રાહત મળે છે. તેનાથી શરીરનો લોહીનો સંચાર વધી જાય છે. જેનાથી દર્દમાં ઝડપથી આરામ મળે છે.ચહેરો ચમકાવવામા મદદગાર: રોજ હળદરવાળુ દુધ પીવાથી ચહેરો ચમકવા લાગે છે રૂના પૂમડાને હળદર વાળા દૂધમાં પલાળી તે દૂધને ચહેરા ઉપર લગાવો. તેનાથી ત્વચાની લાલી અને ચક્તા ઓછા થશે. સાથે જ ચહેરા ઉપર તેજ અને ચમક આવશે.
બ્લડ સરકયુલેશન ઠીક કરે છે: આયુર્વેદ મુજબ હળદરને બ્લડ પ્યુરીફાયર માનવામા આવે છે. તે શરીરમાં બ્લડ સરકયુલેશનને મજબુત કરે છે તે લોહીને પાતળુ કરનારૂ અને લીમ્ફ તંત્ર અને લોહી વાહીનીઓની ગંદકી સાફ કરનારૂ હોય છે.
મોટાપો ઘટાડો: રોજ એક ગ્લાસ દૂધ અડધી ચમચી હળદર ભેળવીને લેવાથી શરીર સુડોળ થઈ જાય છે. ખાસ કરીને હુફાળા દૂધ સાથે હળદરના સેવનથી શરીરમાં જમા ફેટ્સ ઘટે છે. તેમાં રહેલા કેલ્શિયમ અને બીજા તત્વો શરીર માટે ફાયદાકારક બનીને વજન ઓછુ કરવામાં મદદગાર બને છે.
અલ્સર ઠીક કરે છે: તે એક શકિતશાળી એન્ટી સેફટીક હોય છે. અને આંતરડાને સ્વસ્થ બનાવવાની સાથે સાથે પેટ અને અલ્સર અને કોલાઈટીસના ઉપચાર કરે છે.તેનાથી પાચન સારૂં થાય છે. અને અલ્સર, ડાયરીયા અને અપચો નથી થતો.