રસોઈમાં રોજ ઉપયોગમાં લેવાતી હળદર અઢળક ગુણનો ભંડાર છે. શરીર અને રંગને સુધારવામાં અગત્યની દેશી ઔષધિ છે. હળદર કુદરતનો એવો મસાલો છે કે જેનાી ચહેરાની કરચલી ઓછી થાય છે તેની સાથોસાથ ત્વચા ચમકી ઊઠે છે. બજારું ક્રીમ અને દવાઓમાં પૈસા ખર્ચ કરવાના બદલે ઘરે જ તમે હળદરના જુદા જુદા ફેસપેક તૈયાર કરીને ખીલ સહિતની ચામડીની નાની-મોટી તકલીફ દૂર કરી શકો છો.
હળદર અને ચણાના લોટી બનતા ફેસપેકી ખીલ દૂર થાય છે તેમજ ચામડીની સફાઈ સરળતાથી થાય છે. ૪થી ૫ ચમચી ચણાના લોટમાં એક ચતુાશ હળદર ભેળવો. તેની સાથે ૪થી ૫ ચમચી કાચું દૂધ અને એક ચમચી મધ ઉમેરો. આ લેપને ચહેરા અને ગરદન પર લગાવી ૧૫થી ૨૦ મિનિટ સુધી રાખી મૂકો. ત્યાર બાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાખવો.
હળદર અને મધનો પ્રયોગ પણ જાણીતો છે. હળદર અને મધ સાથે થોડા ટીપાં ગુલાબ જળના મેળવી દેવા. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવી થોડા સમય પછી ચહેરો ધોઈ લેવો. આ પેકી ચહેરાની કરચલી દૂર થાય છે.
૧૨ ચમચી હળદર સાથે ૧ ચમચી દહીં મેળવવું. સારી રીતે મિશ્રણ કર્યા બાદ આ પેસ્ટને ચહેરા પર લગાવી લો. ૧૫ મિનિટ સુધી રહેવા દીધા બાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ લેવો. આ પેસ્ટી ત્વચાની સફાઈ સારી રીતે થાય છે.
હળદર અને ચંદન પણ ઉત્તમ કામ આપે છે. એક વાટકીમાં હળદર, ચંદન અને દૂધનાં ટીપાં મેળવીને પેસ્ટ બનાવવી. આ પેસ્ટને ચહેરા પર લગાવી બેથી ત્રણ મિનિટ સુધી મસાજ કરવું. દસ મિનિટ સુધી ચહેરા પર રાખીને ત્યાર બાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ લેવો.
એક ચમચી હળદરમાં એક ચમચી લીંબુનો રસ મેળવીને બનાવેલી પેસ્ટને ચહેરા પર લગાવવી. ધ્યાન રહે કે આ પેસ્ટને ચહેરા પર વધુમાં વધુ વીસ મિનિટ સુધી જ રહેવા દેવી, ત્યાર બાદ ચહેરો ધોઈ લેવો. આ પેસ્ટ બ્લિચનું કામ કરશે.