વષો અગાઉ ખેડુત ઘવાયેલ ‘હંસ’ને પોતાના ઘરે લઈ આવ્યો ને સારવાર કરાવી ઉછેર કર્યો નિવૃત ટપાલી આજે પણ ‘હંસ’ને છોડવા ઈચ્છતો નથી ને ‘હંસ’ પણ તેને છોડવા ઈચ્છતો નથી

માનવીની માનવી સાથે દોસ્તી હોય કે શ્ર્વાન કે અન્ય પ્રાણી સાથે પણ દોસ્તી હોય છે. પણ તુર્કીનાં એક ખેડુતને ‘હંસ’ સાથે છેલ્લા ૩૭ વર્ષથી દોસ્તી છે. દોસ્તીને બંનેએ છેલ્લા ૩૭ વર્ષથી નિભાવી છે અને બંને એક બીજાથી દૂર થવા ઈચ્છતા નથી પ્રાણી પક્ષી પ્રેમીઓ માટે પ્રેરક એવી આ દોસ્તીની વિગતો જાણીએ. તૂર્કીના પશ્ર્ચિમ એડીરન વિસ્તારમાં એક નિવૃત ટપાલી રેસેપ મિર્ઝાન રહે છે. તે ૩૭ વર્ષ અગાઉ પોતાની કારમાં કયાંક જતો હતો ત્યારે તેણે એક હંસને જોયો હતો ખૂલ્લા મેદાનમાં તૂટેલી પાંખ સાથે આ હંસ પડેલો જોવા મળ્યો હતો. મિઝોને સમય ગુમાવ્યા વિના હંસને શિકારીઓથી બચાવવા પોતાના કબજામા લઈ લીધો અને બપોર સુધી પોતાની કારમાં રાખ્યો અને બાદમાં પોતાના ઘરે લઈ ગયો ઘરે લઈ ગયા બાદ તેણે ‘હંસ’ની સારવાર કરાવી થોડા સમયમાં હંસ સાજો થઈ ગયો અને થઈ બંને વચ્ચેની દોસ્તીની શરૂઆત હંસે મિઝોનનાં ખેતરમાં જ રહેવાનું શરૂ કયુર્ંં થોડા સમય પછી હંસની મિઝોનની જેમ અન્ય પાળીદતા જાનવરો સાથે પણ દોસ્તી થઈ ગઈ અને મોજથી રહેવા લાગ્યો.

એવું માનવામાં આવે છેકે હંસનું સરેરાશ આયુષ્ય ૧૨ વર્ષનું હોય છે પણ આ સુરક્ષીત વાતાવરણમાં ૩૦ વષૅ જીવી શકે છે. પણ અહીંતો ૩૦ વર્ષથી વધઉ સમયથી તંદુરસ્ત જીવીન જીવે છે. અને હાલ પણ તંદુરસ્ત છે.એનો અર્થ એ કહી શકાય કે આ હંસ બહુ જ વિશેષ પક્ષી છે. કારણ કે ગૈરીપ નામના આ હંસની ઉમર પણ અત્યારે ૩૭ વર્ષની થઈ ગઈ છે. ગૈરીપ અત્યારે કરાગાર વિસ્તારમાં આવેલા મિઝોનના ખેતરમાં રહે છે. બંને વચ્ચેની દોસ્તી એક વિશેષ છે જે સમયની સાથે દરેક તબકકે સાચી રહી છે વર્ષોથી ચાલી આવતી આ દોસ્તી આજે પણ વધુ ઘેરી બની છે. ચિમઝોન આખો દિવસ ખેતરમાં કામ કરતો હોય છે ત્યારે હંસ પણ તેની સાથે ખેતરમાં જ હોય છે. અને સાંજે તે બજારમાં ગામમાં ફરવા નીકળે તો પણ ‘હંસ’ તેની સાથે જ હોય છે.

અમે કયારેય અલગ નહીં થઈએ: મિર્ઝોન

મિર્ઝોને સ્થાનિક અખબારોને જણાવ્યું હતુ કે હું પ્રાણીઓને પ્રેમ કરૂ છું એટલે જ મેં ‘હંસ’ને સાજા સારા થયા બાદ તેને છોડી મૂકવાના બદલે મારા ઘરે રાખ્યો છે. અમે એક બીજાનાં પ્રેમી બની ગયા છીએ અમે કયારેય અલગ થયા નથી અને થવાના પણ નથી. મિઝોન ૬૩ વર્ષિય વિધુર છે તે ગૈરીપને પોતાનું બાળક માને છે. ગૈરીપ હંમેશા તેના પ્રત્યે વફાદાર હોય છે. હંસે કયારેય ખેતરમાંથી ભાગવાની કોશિષ પણ કરી નથી તેમ મિઝોન કહે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.