તુર્કીના ટ્રેબ્ઝોન એરપોર્ટ પર એક પ્લેન લેન્ડિંગ દરમિયાન રન-વે પર પડેલા બરફના કારણે લપસીને બ્લેક સાગરના કિનારા સુધી પહોંચી ગયું હતું. જોકે પ્લેન દરિયાના 60 મીટર પહેલાં જ સ્લોપ પર અટકી ગયું હતું. પ્લેનમાં 2 પાયલોટ અને 4 ક્રૂ મેમ્બર સહિત 168 લોકો સામેલ હતા. સારી વાત એ છે કે, દરેક લોકોને સુરક્ષીત બહાર કાઢી લેવામાં આવ્યા છે. કોઈને કોઈ જ પ્રકારની ઈજા થઈ નથી.
એક અન્ય પેસેન્જર ફતમા ગુરુડે કહ્યું કે, ખરાબ વાતાવરણમાં પ્લેન લેન્ડ થઈ રહ્યું હતું, તેના કારણે પેસેન્જર્સ પણ નાખુશ હતા. અચાનક પ્લેનનો આગળનો ભાગ આગળની બાજુ નમી ગયો. ત્યારપછી રનવે પર તે ઝડપથી હલવા લાગ્યું હતું.