શૈલેન્દ્ર, હસરત જયપૂરી, શંકર જયકિશન, રાજકપૂર, મુકેશની સદાબહાર જોડી એ ગોલ્ડન એરાના શ્રેષ્ઠ ગીતો આપ્યા જે આજે પણ ફેવરીટ છે
જુની ફિલ્મી ગીતો આજે પણ સાંભળવા ગમે છે તેનું કારણ તેના શબ્દોની તાકાત સાથે સુંદર સંગીત અને મધૂર સ્વરમાં ગવાયેલા ગીતો હતાં. લત્તા, મુકેશ, રફી, કિશોર, આશા, મન્નાડે, મહેન્દ્ર કપુર, હેમંતકુમાર જેવા ગાયકોએ શ્રેષ્ઠ ગીતકારની શ્રેષ્ઠ રચનાઓ સુંદર સ્વર સાથે ગીતોન અમર બનાવી દીધા હતા. સૌથી વધુ સફળ ગીતો શંકર જયકિશનને આપ્યા હતા જેમાં શૈલેન્દ્ર, હસરત જયપૂરીની ગીતકારની જોડીની ભૂમિકા વિશે રહી હતી.
ગીતકાર હસરત જયપૂરીનું મુળ નામ ઇકબાલ હુસેન હતું તેમનો જન્મ 15-4-1922ના રોજ થયો અને અવસાન 17-9-1999 વવિધ ભાવો પર કૌશલ્ય ધરાવતા હસરત શ્રેષ્ઠ ગીતકાર અને શાયર હતા. તેમના ગીતોની રચનાના સરળ શબ્દો સામાન્ય માણસને પણ સમજાતા હોવાથી ફિલ્મી વિવેચકો કૈફી આઝમી, સાહિર લુધયાનવી તથા તેમના સૌથી શૈલેન્દ્રની હરોળમાં ન મૂકતા એમના કેટલાય રોમેન્ટિક ગીતો સાંભળતા જ દિલમાં પ્રેમભાવનો અનુભવ થતો તેમની સક્રિય કામગીરી 1949 બરસાતથી શરૂ થઇ હતી. તેમણે 1951 માં આવેલા
‘હલચલ’ ફિલ્મની સ્ટોરી પણ લખી હતી. હસરત જયપૂરીએ 350 થી વધુ ફિલ્મોમાં બે હજારથી વધુ ગીતો લખ્યા હતા. જે તે તમામ ગીતો હિટ નીવડયા હતા. ગોલ્ડન એરાના શ્રેષ્ઠ ટોપ-100 માં હસરતના ગીતો સૌથી વધુ આવે છે. પોતાની પ્રથમ ફિલ્મ બરસાતથી તેઓ બોલીવુડમાં ગીતકાર તરીકે છવાય ગયા હતા. હસરત જયપુરીએ શૈલેન્દ્રની સાથે શંકર-જયકિશન માટે સૌથી વધુ ગીતો લખ્યા હતા. હસરતે અન્ય સંગીતકારો સાથે પણ શ્રેષ્ઠ ગીતો લખ્યા હતા. શંકર જયકિશનમાં તો ગીતો શૈલેન્દ્ર – હસરત વચ્ચે વહેંચણી કરાતી હતી. પરિણામે સમય રહેતા હસરત જયપૂરી ગીતો લખી રાખતાને મોકો મળવાથી અન્ય સંગીતકારો સાથે શ્રેષ્ઠ ગીતો લખ્યા હતા. 1959માં રોશન, દત્તારામ, કલ્યાણજી, વિરજી શાહ માટે કેટલાક અવિસ્મરણીય ગીતો લખ્યા હતા. આ સમયની ફિલ્મો સી.આઇ.ડી. ગર્લ, કૈદી નં.911, સંતાન, ઓ તેરા કયા કહના, સટ્ટાબઝાર જેવી હતી. હિન્દી ફિલ્મોના જાણીતા ગીતકાર હસરત જયપુરીને બે વખત શ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તેમનો જન્મ જયપુરમાં થયો હોવાથી હસરત જયપૂરી કહેવાયા હતા. તેમની યુવાનીમાં હસરતે તેમની પ્રેમિકા માટે લખાયેલી કવિતા ‘યે મેરા પ્રેમ પત્ર પઢકર’, કે તું નારાઝ ના હોના, વર્ષો પછી રાજકપૂરે તેની ફિલ્મ 1964માં સંગમમાં લઇને ગીતને અમર બનાવી દીધું. 1940માં હસરત જયપૂરી આવીને બસ કંડકટરની નોકરી કરવા લાગ્યા હતા. મહિને 11 રૂ. ના પગારની નોકરી કરતાં વિવિધ મુશાયરામાં જતાં હોવાથી એકવાર પૃથ્વીરાજ કપૂરે તેની રચના સાંભળીને પુત્ર રાજકપૂરનો મેળાપ કરાવીને 1949માં બરસાત ફિલ્મમાં તેમને ગીતકારનો ચાન્સ આપ્યો. તેમનું પ્રથમ ગીત ‘જીયા બેકરાર કે ’ સુપર ડુપર ગયું તો બીજુ ગીત છોડ ગયે બાલમ પણ હિટ નિવડી ગયું હતું, શૈલેન્દ્ર સાથે હસરત જયપૂરીએ 1971 સુધીની રાજકુરની તમામ ફિલ્મો માટે ગીતો લખ્યા હતા. જયકિશનના મૃત્યુ બાદ મેરા નામ જોકર (1970) અને કલ આજ ઔર કલ (1971) ના નિષ્ફળતા પછી રાજકપૂર બીજા ગીતકાર અને સંગીતકાર તરફ વળી ગયા હતા.
જો કે 1982માં આવેલી રાજકપુરની ફિલ્મ ‘પ્રેમરોગ’ માટે હસરત જયપૂરીને ફરી બોલાવ્યા હતા. પણ બીજા ગીતકારો સાથે મુશ્કેલી થતાં 1985 માં ‘રામ તેરી ગંગા મૈલી’ ફિલ્મના ગીતો લખાવ્યા જેમાં સુન સાયબાસુન ખુબજ હિટ થયું હતું. 1991 આર.કે. ની ‘હિના’ ફિલ્મ માટે પણ ત્રણ ગીતો લખ્યા હતા. હસરતે એક મુલાકાતમાં જણાવેલ કે રાજકપુરના અવસાન બાદ રવિન્દ્ર જૈને તેના ગીતોમાં કાપ મુકયોને ગીત બદલ્યા હતા. સાથી મિત્ર શૈલેન્દ્રની ફિલ્મ ‘તીસરી કસમ’ માટે પણ ગીતો લખી આપ્યા હતા. ગીતકાર તરીકેની છેલ્લી ધમર્ડર (2004) હતી.
હસરત જયપુરી તેમની આવક રિયલ એસ્ટેટને ભાડાની મિલ્કતમાં રોકી હતી જેને કારણે આર્થિક સ્થિતિ બહુસારી હોવાથી તેને ઘણો સમય ગીત લખવા માટે મળતો હતો. તેમને બે પુત્રોને એક પુત્રી હતી. હસરત જયપૂરીની બહેન કૌસર જહાના લગ્ન જાણીતા સંગીતકાર સરદાર મલિક સાથે થયા હતા તેથી આજના સંગીતકાર અનુમલિકના તેઓ મામા થતા હતા. તેમને ‘જિંદગી એક સફર હે સુહાના’ ફિલ્મ અંદાજ (1971) અને ‘બહારો ફૂલ બરસાવો’ ફિલ્મ સુરજ (1966) માટે ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો. વર્લ્ડ યુનિવર્સિટીએ ડોકટરેટની પદવી પણ આપી હતી. 1968માં આવેલી મેરે હુઝૂર િેફલ્મમાં ‘જનક જનક તો રી બાજે પાયલિયા’ જેવી શ્રેષ્ઠ રચના આપી હતી. હિન્દી ફિલ્મ જગતના અમર ગીતકાર બની ગયા હતા. તેમની સફળ ફિલ્મોની યાદીમાં બરસાત, અંદાઝ, સસુરાલ, સેહરા, ગીતગાયા પથ્થરોને, જંગલી, પગલા કહીંકા, આરઝુ, લવઇન ટોકયો, ભૂત બંગલા, તીસરી કસમ, રામ તેરી ગંગા મૈલી, લાલ પથ્થર, રાજકુમાર, સુરત, સંગમ, છોટી બહન અને પરવરીશ જેવી સફળ ફિલ્મો હતી . તેમણે લખેલા યુગલ ગીતો આજે પણ બોલીવુડ સોંગમાં ઓઇ ટાઇમ ફેવરીટ છે. રાજકપૂરની ફિલ્મો માટે સુંદર શ્રેષ્ઠ ગીતો લખ્યા તો શૈલેન્દ્ર સાથેની તેમની જોડીએ બે દાયકાથી વધુ સમય સુધી આર.કે. બેનરની તમામ ફિલ્મો માટે ગીતો લખ્યા હતા.
અંદાજ ફિલ્મના ‘જિંદગી એક સફર હે સુહાના’ ગીત આજે પણ યુવા વર્ગનું જાણીતું છે. આ ગીતને આજે પ0 વર્ષ થયા પણ તે આજે પણ તરોતાજા લાગે છે. ‘બદનપે સિતારે લપેટે હુએ’ ગીત ફિલ્મ પ્રિન્સ (1969) ની પ્રેરણા પેરીસમાં એક મહિલાને ચમકતી સાડી જોઇને ગીતનો આઇડીયા મળી ગયો હતો. જે હીટ થઇ ગયું. લવઇન ટોકયોનું ‘સાયોનારા’ ગીત તો કયારેય ન ભૂલી શકાય તેવી રચના હતી. 1955માં આવલ શ્રી 4ર0 ફિલ્મમાં ઇચ્ચક દાના બિચ્ચકદાના ગીત પણ આજે સાંભળવું ગમે છે. સુન સાયબાસુન, પ્યાર કી ધુન રામ તેરી ગંગા મેલીનું ગીત એવરગ્રીન ગીતોમાં ટોચ ઉપર આવે છે.
હસરત જયપૂરીની માતાને ગીતો શાયરીનો શોખ સાથે તેમના નાનાએ જમાનાના મશહુર શાયર હોવાથી એમને વિરાસતમાં ગીતોની રચના, શાયરીનો મળેલ હતી. તેમના એક ગીતના શબ્દો તેમના જીવનની સફળતા સાથે તેના ચાલ્યા ગયા બાદ આપણે તેને સતત યાદ કરીએ છીએ, મહાન ગીતકારને આપણે કયારેય ભૂલી ન શકીએ એવા તેમના શ્રેષ્ઠ ગીતો હતા.
- “તુમ મુજે યું ભૂલાના પાઓે…
- હા…. તુમ મુજે….”
- ‘યે મેરા પ્રેમ પત્ર પઢકર તુમ નારાજ ના હોના’
- જેવા હસરત જયપૂરીના શ્રેષ્ઠ ગીતો
- જિયા બેકરાર હૈ…. બરસાત (પ્રથમ ગીત)
- છોડ ગયે બાલમ….. બરસાત (પ્રથમ યુગલ ગીત)
- જિંદગી એક સફર હૈ સુહાના….. અંદાજ (ફિલ્મ ફેર એવોર્ડ)
- તેરી પ્યારી પ્યારી સુરત કો….. સસુરાલ
- પંખ હોતી તો ઉડ જાતી રે….. સેહરા
- તેરે ખ્યાલો મે હમ…… ગીત ગાયા પથ્થરોને
- અહેસાન તેરા હોગા મુજપર….. જંગલી
- તુમ મુજે યુ ભૂલાના પા ઓંગે………….. પગલા કહીંકા
- અજી રૂઢ કર અબ કહૉ જાયેગા…… આરઝુ
- સુન સાયબા સુન……….. રામ તેરી ગંગા મૈલી
- સાયોનારા… સાયોનારા…………. લઇ ઇન ટોકીયો
- દુનિયા બનાને વાલે……….. તીસરી કસમ
- તુમને પુકારા ઔર હમ ચલે આયે……. રાજકુમાર
- બદન પે સિતારે લપેટે હુએ……….. પ્રિન્સ
- અજીબ દાસ્તા હે યે………….. દિલ અપના ઔર પ્રિતપરાઇ
- આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે…………. બ્રહ્મચારી
તેમની સક્રિય કારકિર્દી 1949 (બરસાત)થી છેક 2004 (હત્યા-ધ મર્ડર) સુધી એટલી જ તાજગી ભરી રહી: 1951માં હસરત જયપૂરીએ હલચલ ફિલ્મની કથાવસ્તુ પણ લખી હતી: તેમના રોમેન્ટિક ગીતોના શબ્દો આજે પણ યુવા વર્ગ ગુનગુનાવે છે