૧૯૫૦ થી ૧૯૬૦ના દશકામાં હિન્દી ફિલ્મોમાં ખુબ જ નામના મેળવીને લોકપ્રિયતા મેળવી, રાજકપૂરે પોતાની પહેલી ફિલ્મ ‘બરસાત’માં તક આપીને નવાબબાનોમાંથી નિમ્મી નામ આપ્યું હતું
નિમ્મીએ ઘણા વર્ષો સુધી રાજકપૂર, દેવાનંદ અને દિલીપકુમાર સાથે કામ કર્યુ. ૧૯૫૨માં મહેબૂબની મોટા બજેટની ફિલ્મ ‘આન’ મા ખાસ ભૂમિકા ભજવીને ટોચની હિરોઇન બની હતી
બરસાત ફિલ્મનું જીયા બેકરાર હે, ગીત સૌને યાદ હશે સાથે તે ગીત જેના ઉપર ફિલ્માંકન થયું તે નિમ્મીએ ૧૯૫૦ થી ૧૯૬૦ ના દાયકાની ફિલ્મના પડદા પર પોતાના જલ્વા વિખેરીને સૌને દિવાના કર્યા હતા. તેનું મૂળ નામ નવાબબાનો હતું. રાજકૂપરે ૧૯૪૯માં પોતાની પહેલી ફિલ્મમાં બ્રેક આપીને તેનું સ્ક્રીન નામ નિમ્મી કર્યુ. તેમનું ૮૮ વર્ષની વયે મુંબઇમાં નિધન થયું હતું. તેણે જાણીતા લેખક અલી રાજા સાથે લગ્ન કર્યા હતા. નિમ્મીને કોઇ સંતાન હતું તેથી તેમણે પોતાની બેનની પુત્રીને દત્તક લીધી હતી. આ મહાન અભિનેત્રી રાજકપૂરની શોધ પણ કહેવાય છે.
નિમ્મીએ ૧૯૫૦ થી ૧૯૬૦ ના દશકાની સુપર હિટ ફિલ્મો જેવી કે બરસાત, આન, દિદાર, સજા, ઉડનખટોલા, ભાઇ-ભાઇ, કુંંદન, મેરે મહેબુબ અમરમાં શ્રેષ્ઠ અભિનય કરીને લોકોના દિલ જીત્યા હતા. તેના ઉપર ફિલ્માંકન સુપર-ડુપર ગીતો આજે પણ રીમિકસ થઇને યુવા વર્ગ સાંભળે છે. તેમણે વર્ષો સુધી રાજકપૂર, દેવાનંદ અને દિલિપકુમાર સાથે કામ કર્યુ હતું. ૧૯૫૨માં મોટા બજેટની મહેબબખાનની ફિલ્મ ‘આન’ માં કામ કર્યુ હતું.
નિમ્મી મુંબઇમાં એક સ્ટુડિયોમાં મહેબુબ ખાનની ફિલ્મ ‘અંદાજ’નું શુટીંગ જોવા ગઇ ત્યારે રાજકપુરની પારખુ નજરે તેને જોતા જ પોતાની આગામી ફિલ્મમાં નરગિસ સાથે એક યુવા ચહેરો શોધતા હતા ને તે નિમ્મીને મળતા જ બરસાત ફિલ્મમાં બ્રેક આપ્યો હતો. અન ફિલ્મમાં પ્રેમનાથ સાથે તે નાયિકા જોવા મળી હતી. તાઝગી ભર્યા ચહેરો અને પ્રતિભા શાળી નિમ્મી પ્રથમ ફિલ્મથી સફળતાની સીડીઓ ચડવા લાગી હતી.
નિમ્મી પોતે પણ ગાયિકા હતા ને તેમણે એક માત્ર ‘બે દર્દી’ (૧૯૫૧) ફિલ્મમાં પોતાના જ પાત્ર માટે ગીત ગાયું પણ બાદમાં તેને અભિનય પર ફોકસ કરીને સર્વશ્રેષ્ઠ અભિનેત્રી બની હતી. પોતાની અલગ અભિનય શૈલી સાથે ચહેરાના હાવભાવ ને કારણે તે લોકહ્રદયમાં વસી ગઇ હતી. બરસાત એક જ ફિલ્મથી તે ટોચની અભિનેત્રી બની ગઇ હતી.
નિમ્મીએ એ જમાનાના દિલિપકુમાર, રાજકપુર, દેવાનંદ, ભારત ભૂષણ, પ્રેમનાથ, અશોકકુમાર અને કિશોરકુમાર જેવા કલાકારો સાથે કર્યુ હતું. એ સમયની સફળ અભિનેત્રી સુરૈયા, મધુબાલા, ગીતાબાલી અને નરગિસ સાથે કામ કરીને પોતાની અભિનય ક્ષમતા સિઘ્ધી કરી હતી. તેમણે ૪૬ ફિલ્મોમાં કામ કર્યુ હતું. તેમની બે ફિલ્મો ‘રાની બેટી’ અને ‘પતવાર’ અધુરી રહેવાથી કયારેય રિલીઝ ના થઇ હતી. ૧૯૫૨માં આવેલી ‘આન’ ફિલ્મમાં દિલિપકુમાર અને નાદિરા સાથે અલ્લડ યુવતિનો રોલ કર્યો હતો આ પાત્રને કારણે તેમને બહુજ નામના મળી હતી.
‘આન’ ફિલ્મ પોતે એક ઇતિહાસ બની ગઇ હતી. કારણ કે તે વર્લ્ડવાઇડ રીલીઝ કરાય હતી. આ ફિલ્મનો પ્રિમીયર લંડન ખાતે યોજાયો હતો. તેના અભિનયથી પ્રભાવિત થઇને હોલીવુડના નિર્માતા એ પણ તેમણે ફિલ્મો ઓફર કરી હતી પણ નિમ્મીએ ઠુકરાવી દીધી હતી. નિમ્મી સિલેકટ કરીને ફિલ્મો સાઇન કરતી હતી. ૧૯૫૮ માં આવેલી સાધના તથા ૧૯૬૪માં આવેલી વહ કૌન થી ફિલ્મને તેમણે ઠુકરાવી હતી. જેને કારણે આપણને વૈજયંતિમાલા અને સાધના જેવી અભિનેત્રી બોલીવુડને મળી.
ફિલ્મ જીવનના પાછલા વર્ષોમાં ‘મેહે મહેબુબ’ ફિલ્મમાં રાજેન્દ્રકુમારની બેનનો રોલ કર્યો હતો. જાણીતા લેખક એસ. અલી રઝા સાથે તેમના લગ્ન થયા હતા. જો કે ૨૦૦૭ માં તેમનું અવસાન થયું હતું. પતિના અવસાન બાદ જીવનનો ખાલિપો ભરવા પોતાની ફિલ્મો જોતા અને સાદગી પૂર્ણ જીવન જીવતાં હતા. આજે તો જાજરમાન અભિનેત્રીના સ્મરણો સાથે તેમની ફિલ્મોના શ્રેષ્ઠ અભિનય- ગીતો જાુના ફિલ્મોના ચાહકોના દિલો દિમાગમાં છે, જે હંમેશા ફૂલોની માફક મહકી રહ્યા છે.
નિમ્મીનો જન્મ ૧૯ ફેબ્રુઆરી ૧૯૩૩ ને અવસાન રપ માર્ચ ૨૦૨૦ ના રોજ થયું હતું. તે ભારતીય ફિલ્મ જગતના સ્ક્રીનની શ્રેષ્ઠ અભિનેત્રી પૈકી એક હતી. તેમને ૨૦૧૫માં લિવિંગ લેજેંડનો શ્રેષ્ઠ કલાકારોનો એવોર્ડ મળ્યો હતો. ભારતની પહેલી ટેકનીકલર ફિલ્મ ‘આન’ (૧૯૫૨) માં શ્રેષ્ઠ અભિનય આપ્યો હતો. ઉડન ખટોલા, સઝા, પુજા કે ફૂલ, આકાશ દીપ, બસંત બહાર જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યુ હતું. તેમણે છેલ્લે ૧૯૮૬માં આવેલી ‘પ્યાર ઓર ભગવાન’ ફિલ્મમાં કામ કર્યુ હતું.
વિતેલા વર્ષોના જાુના યાદગાર ફિલ્મમાં બોલીવુડના એ સમયના હિરો-હિરોઇન ફિલ્મો માટે પોતાનો જીવ રેડી દેતા હતા. તેથી આ ફિલ્મો આજે પણ આપને જોવી ગમે છે. તેનો અભિનય, ચહેરાના હાવભાવ સાથે પાત્રોમાં જ લિન થઇ જવાની કલાને કારણે જાુનિ ફિલ્મો તથા તેના ગીતો સદૈવ અમર થઇ ગયા છે.
નિમ્મીની યાદગારફિલ્મો
- બરસાત
- દાગ
- સજા
- આન
- દિદાર
- ભાઇભાઇ
- ઉડનખટોલા
- અમર
- કુંદન
- લવ એન્ડ ગોડ
નિમ્મીના યાદગાર ગીતો
- * જીયા બેકરાર હૈ…. બરસાત
- * તુમ ન જાને કિસ જહાઁ મે ખો ગયે….. સજી
- * એ મેરે દિલ કહી ઔર ચલ….. દાગ
- * બરસાત મેં હમ સે મિલે…. બરસાત
- * મોરે સૈયાજી ઉતરેંગે પાર… ઉડન ખટોલા
- * પ્રીત યે કૈસી બોલરી દુનિયા….
- * ઓ દૂર કે મુસાફિર…. ઉડન ખટોલા
- * કા હૈ કો દેર લગાઇ રે…. દાગ
- * દેખ લિયા મૈં ને…. દિદાર
- * પતલી કમર હૈ તીરજી નજર હો…. બરસાત