વિજયભાઈ રૂપાણીના હૈયે સતત રાજકોટનું હિત વસેલું છે: શહેરની જળ સમસ્યાને ઉકેલવા આજીને નર્મદાના નીરથી ભરી દેવાનું કાર્ય ઐતિહાસીક
કાર્યકરોનો નામ જોગ ઓળખ વિજયભાઈનો સરળ સ્વભાવ દર્શાવે છે: વિપક્ષે પણ વખાણવી પડે તેવી કાર્યશૈલી અને નિર્ણય શકિત
હૃદય સમ્રાટ વિજયભાઈ રૂપાણીનો આજે જન્મદિવસ છે. સંવેદનશિલ અને સરળ સ્વભાવના રૂપાણીને આ તકે ઠેર ઠેરથી શુભકામનાઓ મળી રહી છે. તેમણે પોતાનો જન્મદિવસ બનાસકાંઠાના પૂર પીડિતો વચ્ચે ઉજવવાનો નિર્ણય લીધો છે. જેને રાજયનાં તમામ લોકોએ આવકારી લીધો છે. તેમને ૬૨માં જન્મદિવસે વડાપ્રધાન મોદીએ પણ શુભકામના પાઠવી છે. વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ ગરીબ, દલિતો, આદિવાસીઓ, ખેડૂતો, શ્રમજીવીઓ અને મહિલાઓ વગેરેના કલ્યાણ માટે એક વર્ષમાં અનેક નિર્ણયો લઈને સરકારી યોજનાઓનો લાભ જે તે લાભાર્થી સુધી પહોચે તેની કાળજી લીધી છે. રૂપાણીની કાર્ય પધ્ધતિ ઉપર સૌ કોઈ આફરિન છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીના જન્મદિવસે ‘અબતક’ દ્વારા મહાનુભાવોની લાગણી જાણવાનો પ્રયાસ કરાયો હતો.
મુખ્યમંત્રી રૂપાણીની આગેવાનીમાં ગુજરાતનું ભવિષ્ય ઉજળુ: મેયર
રાજકોટના મેયર જૈમન ઉપાધ્યાયએ વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમતિ તેમને શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રી તેમનો જન્મદિવસ પૂર પીડીતોના આંશુ લૂંછવા સાથે રહી પસાર્યો તે બદલ તેઓના આભારી છીએ સાથે તેમણે જણાવ્યું હતુ કે ભગવાનને નપ્રણામ કરતા બે હાથ કોઈ ગરીબની સહાય માટે પ્રયત્ન કરીએ તો તેનાથી વધુ કોઈ પૂણ્ય નથીથ વિજયભાઈ અને મોદીજીના કારણે તેમને ભારત દેશ અને ગુજરાતનું ભવિષ્ય ખૂબ ઉજળુ દેખાઈ રહ્યું છે.
લોકોની સંવેદના સમજે છે મુખ્યમંત્રી રૂપાણી: ભંડેરી
ભાજપ આ પ્રસંગે ધનસુખભાઇ ભંડેરીએ શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, વિજયભાઇ સતત પ્રજા મો કાર્યરત રહ્યા છે. છેલ્લા વર્ષોથી વિજયભાઇ ‚પાણી નિષ્ઠાવાન આગેવાન તરીકે પરિશ્રમી કાર્યકર્તા તરીકે અને સંવેદનશીલ સાથે પારદર્શકતા અને કામ કરવાના સ્વભાગ સાથે એટલું જ નહિ પરંતુ રાજકોટના સ્ટેન્ડીંગ કમીટી અને મેયર તરીકે પણ એક નમ્રનદાયક કામગીરી બજાવી ચુકયા છે. ગુજરાત સરકારમાં અનેક ચેરમેનોના ચેરમેન તરીકે પણ એક સારી કામગીરી કરી છે.
બનાસકાંઠા જેવા પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં પુરપીડિતોની ચિંતા કરીને ત્યાં ફરીને વિસ્તારોની મુલાકાત લઇ રહ્યા છે. અગાઉ પુર હોનારત મોરબીમાં ૧૯૭૯માં પણ ત્યારના સમયના મુખ્મયંત્રી બાબુભાઇ જશભાઇ પટેલએ પણ લોકોની ખેવના કરી હતી. સુરતમાં પણ હોનારત સમયે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાચા અર્થમાં સેવા ભાવથી કામગીરી બતાવી હતી એવી જ અતિવૃષ્ટિથી વિજયભાઇ ‚પાણી પોતે છેલ્લા પ દિવસથી સરકારને ત્યાં લાવીને સાચા અર્થમાં લકોને હામી રાહત આપી છે.
જનતાની તકલીફો દૂર કરવા રૂપાણી માફક કાર્ય કરે છે: રાજુ ધ્રુવ
રાજુભાઈ ધ્રુવ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને તેમના જીવનનાં હાંસીલ કરેલા પદોની તેમના જન્મદિવસ નિમિતે શુભેચ્છા આપતા તેમણે જણાવ્યુંં હતુ કે ભારતીય જનતા પાર્ટીમાં તો હર્ષની હેલી છે જ પરંતુ સામાન્ય જનતા પણ ઉત્સાહમાં છે. જે રીતે ૨૦-૨૦ મેચમાં બેટીંગ કરતા હોય છે એ રીતે વિજયભાઈએ જનતાની તકલીફો સામે ઝુંબેશ ઉપાડી છે. અને ગુજરાતની પ્રગતિમાં તેમનો ખાસ ફાળો છે આવા કર્મનિષ્ઠ રાજપુ‚ષ ને તેઓ ફરી અભિનંદન પાઠવે છે.
પુરપીડીતો સાથે જન્મદિન મનાવવાનો નિર્ણય ખુબ જ સંવેદનશીલ: કલેકટર
વિક્રાંત પાંડેએ રાજકોટના રહેવાસીઓ તરફથી વિજયભાઇ રૂપાણીને શુભેચ્છા પાઠવી હતી. તેમના જન્મ દિવસ નીમીતે તેમણે પુરગ્રસ્ત લોકો સાથે સમય વિતાવવાનો નિર્ણય લીધો છે.
ત્યારે સંવેદનશીલતાનો ખરા અર્થમાં તેમણે દાખલો પાડયો છે. ત્યારે તેઓ તેમના જન્મદિવસ માટે અને તેમની લાંબી આયુષ્ય માટે શુભેચ્છા પાઠવે છે.
‘સત્તા થકી સેવા’ રૂપાણીની અગ્રીમતા: મીરાણી
વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિતે કમલેશ મીરાણી એ તેમને ભારતીય જનતા તરફથી શુભેચ્છા પાઠવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે વિજયભાઈનું એક લક્ષ્ય ‘સત્તા થકી સેવા’ને તેઓ અગ્રીમતા આપે છે. કારણ કે અનેક કાર્યક્રમો યોજાયા હતા તેમને રદ કરી તેઓ પૂર પીડીતોની સહાય માટે પહોચી ગયા છે. ત્યારે તેમને ખૂબ ખૂશી થઈ રહી છે.
વિજયભાઈના હૃદયની સંવેદનાઓ અમૂલ્ય: ચંદ્રકાન્ત શેઠ
ખરા અર્થમાં કોમનમેન કહી શકાય તેવી રીતે જેમ તેઓ જન્મદિવસ બનાસકાંઠામાં રહી પોતાની જવાબદારી સમજી તાત્કાલીક ધોરણે કાર્યરત છે.
ત્યારે સર્વ માટે ગૌરવની વાત છે રાજકારણી તરીકે તેઓ અવ્વલ તો છે જ પરંતુ તેમના દિલમાં જે સંવેદનાઓ છે તે અમૂલ્ય છે. તેમ ચંદ્રકાંતભાઈ શેઠે ‘અબતક’ને જણાવ્યું હતુ કે તેમણે નકકી કરેલા કાર્યક્રમોને ટાળી વિજયભાઈ એક જ વાકય બોલ્યા હતા કે મારા માટે ગુજરાતની ૬ કરોડ જનતા પહેલા ઉજવણી પછી.
વિજયભાઇ સેહતમંદ રહી રાજકારણમાં આગળ વધે: પો. કમિશ્નર
અનુપમસિંહ ગેહલોતે રાજકોટ પોલીસ વિભાગ તરફથી મુખ્મમંત્રી વિજયભાઇ રૂપાણીને શુભેચ્છા પાઠવી હતી.
તેઓ સારા સ્વાથ્ય સાથે રાજકારણમાં આગળ વધે તેવી પ્રાર્થના કરી હતી વધુમાં તેમણે જણાવાયું હતું કે જે રીતે તેઓ બનાસકાંઠામાં પહોંચી લોકોની મદદ કરી રહ્યા છે અને તેમનું આ બદલ આભાર માન્યો હતો.
રૂપાણીમાં માનવીય સંવેદનાનો સ્ત્રોત: ભારદ્વાજ
વજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિતે નીતીન ભારદ્વાજ તેમને તેમની સાદગી અને અસલ માન્યમાં કોમનમેનને ભોળાનાથ પાસેથી તેમના સ્વાથ્ય માટે પ્રાર્થના કરે છે સાથે તેમણે જણાવ્યું હતુ કે માનવીય સંવેદનાઓનો સ્ત્રોત તેમનામાં સહ પ્રમાણ છે. સેવાકીય પ્રવૃત્તિમાં તેઓ હંમેશા આગ્રણીયતા બતાવે છે. અને વધુ અને વધુ પ્રગતિ માટે તેમને અભિનંદન પાઠવી શુભેચ્છા આપે છે.
લોકોની વચ્ચે રહીને કામ કરવાની પ્રણાલી પ્રસંશનીય: મ્યુનિ. કમિશ્નર
બંછાનીધી પાનીએ રાજકોટ જનતા તથા રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન તરફથી વિજયભાઇ રૂપાણીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. સતત લોકો વચ્ચે રહીને તેઓ જે રીતે કાર્ય કરી રહ્યા છે તેના માટે તેમણે મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. સાથે તેમના સ્વાથ્ય માટે ભગવાન પાસે પ્રાર્થના કરી હતી.
વિજયભાઈ રિયલ કોમનમેન ગુણુભાઈ ડેલાવાળા
સરગમ કલબના પ્રમુખ એ વિજયભાઈ ‚પાણીના જન્મદિવસ નિમિતે તેમને આગવી સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી વધુમાં તેમણે જણાવ્યું હતુ તેઓ વિરાણી હાઈસ્કુલમાં સાથે શિક્ષણ મેળવ્યું હતુ તથા ઘણા સામાજીક કાર્યો કર્યા છે. હાલ તેઓ તેમના અંગત મિત્ર હોવા છતા તેમની સાથે સમય વિતાવતા નથી પરંતુ તેઓ ખૂબજ ખુશ છે. કારણ કે તેઓ રિયલ કોમનમેન બની પૂર પિડીતોની સહાય જન્મદિવસ હોવા છતા કરી રહ્યા છે. માટે તેમને ગુજરાતનું ભવિષ્ય ખૂબ સા‚ પ્રગતિશીલ દેખાઈ રહ્યું છે.
મુખ્યમંત્રી રૂપાણી સાચા અર્થમાં ‘કોમન મેન’: મૌલેશ ઉકાણી
બાન લેબના મૌલેશ ઉકાણીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાજન્મ દિને ખૂબ ખૂબ અભિનંદન આપતા કહ્યું હતુ કે ગુજરાતના રાજકારણમાં મુખ્યમંત્રી રૂપાણીએ ખૂબ મહત્વના કાર્યો શ‚ કર્યા છે. તેઓના નિર્ણયો અને સ્વભાવથી હકિકતે તેઓ એક કોમનમેન છે. અને તમામ લોકોના હૃદયમાં તેમનું સ્થાન સ્થાને ભગવાન તેમને ખૂબ લાંબુ આયુષ્ય આપેઅને ભવિષ્યમાં પણ લોક સેવા નિરંતર કરતા રહેતા તેવી પ્રાર્થના કરૂ છું.