૨૦૨૦માં તુલસી જો ટ્રમ્પને ટકકર આપી શકશે તો અમેરિકન ઈતિહાસમાં પ્રથમ મૂળ ભારતીય મહિલા રાષ્ટ્રપતિ બનશેવોશિંગ્ટન
અમેરિકાની પ્રથમ હિન્દુ સાંસદ તુલસી ગાબોર્ડ રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. તુલસીએ કહ્યું હતુ કે ૨૦૨૦ માં તે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ગંભીરતા પૂર્વક વિચારણા કરી રહી છે. તુલસી હાલ સંસદમાં ચાર કાર્યકાળથી પ્રતિનિધિત્વ કરી રહી છે હવે ૨૦૨૦માં જયારે વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ અવધી પૂર્ણ થનાર છે. ત્યારે તુલસીએ પોતે રાષ્ટ્રપતિપદની ઉમેદવારી અંગેની જાહેરાત કરી હતી જો તુલસી ગબ્બર્ડ અમેરિકામાં પ્રેસીડેન્ટ પદમાટે ચૂંટાય તો તે ભારતીય તેમજ અમેરિકન ઈતિહાસ માટે મહત્વનો કાર્યકાળ બની રહેશે.
વર્ષ ૨૦૨૦માં તુલસી અમેરિકાની સૌથી યુવા અને પ્રથમ રાષ્ટ્રપતિ બની શકે છે પરંતુ ટ્રમ્પને ટકકર આપતા પહેલા તેણે વર્ષનીશરૂઆતી ચૂંટણીમાં ડેમોક્રેટીક પાર્ટીઓના નેતા સામે લડવું પડશે. વર્ષ ૨૦૨૦ની પ્રાથમિક ચૂંટણીઓમાં મૂળ ભારતીય સેનેટર કમલા હેરિસ પણ જોવા મળી શકે છે.
વર્તમાન સમયમાં જે રાજનેતિક અને વૈશ્વિકક સ્થિતિ છેતેમાં પણ સુધારો આવી શકે છે. રાષ્ટ્રપતિ પદ જો તુલસી મેળવે તો અમેરિકા અને ભારતના સંબંધોમાં પણ ફેરફારોઆવી શકે છે.
તુલસી ગબ્બર્ડ અમેરિકામાં રહેતા ભારતીયો માટે પ્રેરણારહી છે. અમેરિકાના નિયમો મુજબ એક રાષ્ટ્રપતિ પદ માટે દાવેદાર માત્ર બે ટર્મ માટે જ ચૂંટણી લડી શકે છેત્યારે ૨૦૨૦માં ટ્રમ્પનું પ્રથમ ટર્મ પૂર્ણ થનાર છે. આ ચૂંટણીમાંજો બિડન, સેનાટોર્સ, એલિઝબેથ વોરન,ક્રિસ્ટન ગીલીબ્રાન્ડ, આર્મી કલોબુચાર,ટીમ કેઈનને મૂળ ભારતીય સેનાટોર કમલા પણ ચૂંટણી લડી શકે છે.