• વાછરાથી આવેલી ઠાકોરજીની જાનમાં હજારો લોકો હોંશભેર જોડાયા: ગણેશભાઇ તથા રાજલક્ષ્મીબાએ કર્યુ ક્ધયાદાન

ગોંડલના આંગણે ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના આંગણે ગઇકાલે દેવ ઉઠી અગિયારસના પાવન દિવસે યોજાયેલા તુલસી વિવાહના અવસરમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના મહાનુભાવો જોડાયા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગોંડલ ખાતે તુલસી વિવાહના ભવ્ય આયોજનમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે યોજાયેલા જાજરમાન કાર્યક્રમમાં મુખ્યમંત્રી એ કોલેજ ચોક ખાતે ઠાકોરજીના વરઘોડાનું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું. અહીં ઠાકોરજીની આરતી ઉતારી,  ઠાકોરજીના વરઘોડાના સામૈયા કરવામાં આવ્યા હતા. ઠાકોરજીના વરઘોડામાં ભરતભરેલી રંગબેરંગી છત્રીઓ, વિવિધ પ્રકારની કલાત્મક અને રજવાડી બગીઓ, સુશોભિત કરેલા હાથી, ઘોડા અને ઊંટ ગોંડલવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. બેન્ડ બાજા સાથે વરઘોડાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના નિવાસ સ્થાને ભગવાન શાલીગ્રામ અને તુલસી માતાના વિવાહ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ધારાસભ્ય ગીતાબા જાડેજા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ મુખ્યમંત્રીનુંસ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીએ આ સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ રામભાઈ મોકરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, જિલ્લા કલેકટર પ્રભવ જોશી, ધારાસભ્ય સર્વઓ રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ, મહેન્દ્રભાઈ પાડલીયા, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક સહિત મહાનુભાવો અન ેસ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગોંડલ નાં ધારાસભ્ય ગીતાબા તથા જયરાજસિહ દ્વારા કરાયેલાં તુલશીવિવાહનાં માંગલિક આયોજન માં હજારો લોકો ઉમટ્યાં હતા.સાંજે ચાર કલાકે વાછરા ગામ થી શાલીગ્રામ ભગવાન ની જાન કોલેજચોક માં આવી પંહોચતા સ્વાગત કરાયુ હતુ.સમસ્ત વાછરા ગામ જાન માં જોડાયુ હતુ.બાદ માં બેન્ડવાજા ની સુરાવલીઓ સાથે ધામધૂમપૂર્વક વરઘોડો નિકળ્યો હતો.જેમાં હાથી ઉપર શાલીગ્રામ ભગવાન બિરાજ્યાં હતા.ઉપરાંત ઘોડા,ઉંટ,રથ,બગીઓ ઉપરાંત રાસ મંડળીઓ જોડાઇ હતી.અને ધારાસભ્ય નાં નિવાસસ્થાને પંહોચ્યા હતા.જ્યાં વેદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે શાલીગ્રામ ભગવાન અને તુલશીમાતા નાં લગ્ન સંપ્પન થયા હતા.

તુલશીવિવાહ માં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા,પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી,ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા,દર્શીતાબેન શાહ,ડો.મહેન્દ્રભાઇ પાડલીયા, પુર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, સાંસદ રામભાઈ મોકરીયા, પુર્વ સાંસદ રમેશભાઈ ધડુક સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રિવર સાઈડ પેલેસમાં ભોજન સમારોહ રખાયો હતો.જેમાં અંદાજે વીસ હજાર લોકોએ ભોજન લીધુ હતુ.બાદ માં રાત્રે સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાન માં યોજાયેલ લોકડાયરામાં મેદાન ટુંકુ પડ્યું હોય તેમ હકડેઠઠ મેદની એકઠી થઇ હતી. લોકડાયરામાં પ્રથમ વખત મહીલાઓની વિશેષ હાજરી હતી.સંગ્રામસિંહ હાઈસ્કૂલ નું મેદાન ભરચક બન્યું હતુ.કીર્તીદાન ગઢવી,દેવાયત ખવડ,કિંજલ દવે, બીરજુભાઇ બારોટ ધીરુભાઇ સરવૈયા સહિત નાં કલાકારો એ મોડી રાત સુધી જમાવટ કરી હતી.કલાકારો પર રુપીયા નો વરસાદ વરસ્યો હતો.

રમાનાથ ધામના દર્શન કરી આશીર્વાદ મેળવતા કરતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે  એકાદશીના પાવન પર્વે ગોંડલના સુપ્રસિદ્ધ રમાનાથ ધામના દર્શન કરી આશીર્વાદ ગ્રહણ કર્યા હતા. ગોંડલના સ્વ. નાથાલાલ જોષી દ્વારા સ્થાપિત  રમાનાથ ધામ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પૂર્વ સાંસદ  રમેશભાઈ ધડુક સાથે પધાર્યા હતા અને નિજમંદિરમાં માતા અંબાજીની પ્રતિમાનુ ભાવપૂર્વક પૂજન-અર્ચન કરી પ્રદક્ષિણા કરી હતી અને પ્રજાજનોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.  મુખ્યમંત્રીએ આ તકે વેદ માતા ગાયત્રી, રમાનાથ મહાદેવ, ગણેશજી તથા હનુમાનજીના સ્થાનકોના પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રમાનાથ ધામના સ્થાપક નાથાભાઈ જોષીના સુપુત્રી   ઇન્દિરાબેન નાથાભાઈ જોષી તથા તેમના વંશજ  અર્ચાબહેન અને   ભાવિનભાઇએ મુખ્યમંત્રીને રમાનાથ ધામના માહાત્મય અને ઈતિહાસથી વાકેફ કર્યા હતા.

  • પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ સહિતના અગ્રણીઓ રહ્યા ઉ5સ્થિત
  • ભુપેન્દ્રભાઈ પટેલે લીધી ઓર્ચિડ પેલેસની મૂલાકાત

મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ આજે તુલસી વિવાહ પ્રસંગે ગોંડલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મુખ્યમંત્રીએ ગોંડલના વિખ્યાત ઓર્ચિડ પેલેસની પણ મુલાકાત કરી હતી. આ તકે ગોંડલના રાજવી હિમાંશુસિંહજીએ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલને ભગવદ્રોમંડલ ભેટ કરી આવકાર્યા હતા તથા રાજમાતા  કુમુદ કુમારીબાએ મુખ્યમંત્રીને ભગવત ગુણ ભંડાર પુસ્તક આપી અભિવાદન કર્યું હતું. આ તકે  રાજેન્દ્રસિંહ જાડેજા,  ગૌરાંગભાઈ સંઘવી, પૂર્વ સાંસદ  રમેશભાઈ ધડુક, જિલ્લા કલેકટર  પ્રભવ જોષી સહિત ઉપસ્થિત રહ્યા હતા

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.