- અબતકની શુભેચ્છા મુલાકાતમાં રંગીલા યુવા ગ્રુપના સભ્યોએ આપી માહિતી
’હસનાવાડી’નું પ્રખ્યાત અને લોક ચાહીતું ’રંગીલા યુવા ગૃપ’ દ્વારા તુલસી વિવાહ મહોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવી રહયુ છે. માનવ સેવા એજ પ્રભુ સેવા આ સુત્રને હરહંમેશ મોખરે રાખી પોતાના વિસ્તારમાં નામ કરેલ છે. પરંતુ ધીરે ધીરે રાજકોટ શહેરમાં પણ પોતાનું આગવું નામ કરતું રંગીલા યુવા ગૃપ દ્વારા આ વર્ષે તુલસી વિવાહનું
આયોજન કરેલ છે. હસનવાડી વિસ્તારને કાયમી જીવંત રાખવા આ ગૃપ દ્વારા અવનવા કાર્યક્રમો તેમજ આયોજનો કાયમી ધોરણે કરવામાં આવતા હોય છે તેમાં સમુહ લગ્ન, કથા, લોકડાયરો, રાંદલ માતાજીના 108 લોટા, હાસ્યારો, દર માસની પુનમે બટુક ભોજન, ફરસાણ વિતરણ, ચોપડા વિતરણ, સપ્તાહ જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા આ ગૃપ હસનવાડીના વિસ્તારના લોકોના હદય સ્પર્શી બની ગયું.
અબતકની શુભેચ્છા મુલાકાતમાં પ્રમુખ કાનભાઈ જણાવ્યું હતુ કે રંગીલા યુવા ગૃપ દ્વારા તા.12-11-2024 મંગળવારના રોજ તુલસી વિવાહનું આયોજન રાખેલ છે. જેમાં સમગ્ર હસનવાડી તેમજ રંગીલા રાજકોટની તમામ જનતા ને પધારવાનું હાર્દીક આમંત્રણ છે. આ તુલસી વિવાહ વિશે વિગતવાર માહીતી આપતા રંગીલા યુવા ગૃપના પ્રમુખ કાનાભાઈ જે. ડાભીએ જણાવ્યુ કે અજર-અમર પંચ પ્રાણના રક્ષક રૂદ્રાવતાર પ્રભુભક્ત શ્રી રંગીલા હનુમાનની પ્રેરણાથી શ્રી રંગીલા હનુમાનના સાનિધ્યમાં માનવ સેવાના કાર્યમાં સંદેવ અગ્રેસર લોક કલ્યાણ કાર્ય માટે ભગીરથ માનવ સેવા એજ અમારુ કર્તવ્ય એવા સુત્રને વરેલ રંગીલા યુવા ગ્રુપ આયોજીત તુલસી વિવાહ જેમાં યજમાન પદે અ.સૌ. હંસાબેન તથા હીરાભાઈ મચ્છાભાઈ સરસીયા ધર્મરાજની સુપત્રી વૃંદા (તુલસીજી) ના વિવાહ શાલીગ્રામ (ઠાકોરજી) દેવકીનંદન વાસુદેના સુપુત્ર યજમાન પદે અ.સૌ. કૃતિકાબેન તથા જયેશકુમાર ઇન્દુભાઇ ઉપાઘ્યાય (બોલબાલા ટ્રસ્ટ) ની રૂડી જાન લઈને પધારશે સંવત 2081, કારતક સુદ-11, તા.12-11-24, મંગળવાર શુભ દિને લગ્ન નિરધાર્યા છે. તો આ માંગલીક પ્રસંગે સમસ્ત હસનવાડી તથા આજુબાજુની સોસાયટીના તમામ ભાવી ભકતોને તેમજ રાજકોટ ની જનતાને તુલસી વિવાહના દર્શન કરવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. અમારા ગૃપ દ્વારા આ વર્ષે રંગે ચંગે તુલસી વિવાહ મહોત્સવ કરવામાં આવશે.
સાંજી (ગીતગુંજન) : તા. 10-11, રવિવાર સાંજે 9-00 કલાકે,મંડપ મુહુર્ત : તા. 11-11, સોમવાર બપોરે 4-15 કલાકે, ડિસ્કો ડાંડીયા (ઓશોબીસ્ટના સથવારે લાઈવ): કારતક સુદ 10, તા. 11-11-2024, સોમવાર રાત્રે 8-15 કલાકે,જાન આગમન : તા. 12-11, મંગળવાર સાંજે 6-15 કલાકે,ભોજન મહાપ્રસાદ: તા. 12-11, મંગળવાર સાંજે 7-15 કલાકે, હસ્ત મેળાપ : તા. 12-11, મંગળવાર સાંજે 8-15 કલાકે આયોજન કરવામાં આવ્યું છે.
હનુમાનજી પટાંગણમાં, હસનવાડી શેરી નં.2, બજરંગ ચોક, રાજકોટ-2 ખાતે કરવામાં આવશે. આયોજનમાં ને સફળ બનાવવા પ્રમુખ કાનાભાઈ જે. ડાભી – 98986 87067, ઉપપ્રમુખ અંકુરભાઈ મનાણી, મહંત દિનુબાપુ ગોસાઈ, હીરાભાઈ સરસીયા, ખોડાભાઈ ડાભી, દિનેશભાઈ જે. ડાભી, હરેશભાઈ સિપાલ, રાજુભાઈ કે. ડાભી, ધારાભાઈ ડાભી ઉપસ્થિત રહ્યા હતા.