ધરાઈ બાલમુકુંદ પ્રભુની હવેલી ખાતે કાલે તુલસી વિવાહ મહોત્સવ
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ધરાઇ ગામે આવેલ શ્રી બાલમુકુન્દજી ની હવેલી ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં તારીખ 12 નવેમ્બર અને અગિયારસના દિવસે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, આજે રાત્રે 9:00 કલાકે ગીત ગુંજન અને 9:30 કલાકે ડાંડિયારાસ નું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારબાદ આવતીકાલે રાત્રે 10:00 વાગે જાન આગમન 11:00 કલાકે હસ્તમેળા તથા સમૂહ ભોજન નું આયોજન કરવામાં આવેલ છે આ ઉપરાંત તા.13 નવેમ્બરથી 16 નવેમ્બર દરમિયાન મનોરથનું ભવ્ય આયોજન કરાયું છે.
તો વૈષ્ણવોને દર્શન અને પ્રસાદનો લ્હાવો લેવા બાલમુકુંદ પ્રભુ હવેલી ધરાઈના મુખ્યાજી ભાઈલાલભાઈ નવનીતભાઈ જોષી એ ભાવભર્યું આમંત્રણ પાઠવેલ છે.