પ્રેમ એક અલૌકિક શસ્ત્ર, જેના ઉપયોગથી તમામ પ્રશ્નોનું નિવારણ શકય: તુલસી ગબાર્ડ
અમેરિકાના પહેલા હિન્દુ સાંસદ તુલસી ગબાર્ડ અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણી લડવા માટેની તૈયારી કરી રહ્યાં છે. તેઓએ આ વાતને સમર્થન આપતા જણાવ્યું હતું કે, ૨૦૨૦માં તેઓ રાષ્ટ્રપતિ ચૂંટણી લડવા માટે ગંભીરતાથી વિચાર કરી રહ્યાં છે. અમેરિકી સંસદમાં ચાર કાર્યકાળથી તેઓ હવાઈના પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. તુલસી ગબાર્ડ ડેમોક્રેટીક સાંસદ હોવાથી ૨૦૨૦માં પ્રથમ વખત તેઓએ અમેરિકા પ્રમુખની ચૂંટણીમાં ટ્રમ્પને હંફાવશે.
બુધવારના રોજ તુલસી ગબાર્ડને જયારે રાષ્ટ્રપતિ ચૂંટણી લડવા માટેનો પ્રશ્ર્ન પુછવામાં આવ્યો તો તેઓએ જણાવ્યું હતું કે, ચૂંટણી લડવા માટે તેઓ ગંભીરતાથી વિચારી રહ્યાં છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, તેઓ દેશની પરિસ્થિતિને લઈ ખૂબજ ચિંતીત છે જેને લઈ ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે જો તુલસી ગબાર્ડ અમેરિકાના પ્રમુખની ચૂંટણી લડવા માટેની ઘોષણા કરે તો તે આ ચૂંટણી લડનારી પ્રથમ હિન્દુ ઉમેદવાર બનશે.
જો ૨૦૨૦માં તુલસી ગબાર્ડ અમેરિકાની રાષ્ટ્રપતિ બને તો તે સૌથી યુવા મહિલા રાષ્ટ્રપતિનું બિરુદ પ્રાપ્ત કરશે. નવેમ્બર ૨૦૨૦માં જે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચુનોતી આપતા પહેલા તેઓએ તેમના ડેમોક્રેટીક પાર્ટીના નેતા સામે લડવું પડશે. જેને લઈ તેઓ પાછળા ઘણા દિવસોથી તેમના નેતાઓ સાથે ચર્ચા-વિચારણા કરી ર્હયાં છે અને તેમની પ્રતિક્રિયા પણ જાણી રહ્યાં છે અને સાથો સાથ તેઓ ભારતીય મુળના અમેરિકી લોકો સાથે પણ સંપર્ક સાધી રહ્યાં છે તેમ સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
જયારે ૨૦૨૦ પ્રાયમરી ચૂંટણીમાં ભારતીય મુળની સેનેટર કમલા હેરીસ પણ સામે આવી શકે છે. તેઓએ ઓબામા સરકાર દ્વારા નિર્મીત વિદેશ પોલીસીને પણ નકારી હતી અને અનેકવિધ મુદ્દાઓ સામે લેવામાં આવ્યા હતા. વાત કરવામાં આવે તો તુલસી ગબાર્ડ ઈરાન સાથેના પરમાણુ કરારને પણ સમર્થન આપી રહ્યાં છે. તુલસી ગબાર્ડે મતદારોને ડિસેમ્બરમાં યોજાયેલી મિટીંગમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ઈરાકમાં તેમણે કરેલા કામ બાદ તેઓમાં ઘણો સુધારો થયો છે જે આગામી ૨૦૨૦ માટેની પીચ રાજકીય પીચ તૈયાર કરી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, પ્રેમ એકમાત્ર એવું હથિયાર છે જેનાથી અનેકવિધ સમસ્યાઓ અને તકલીફોથી બચી શકાય છે અને દેશને ઉચ્ચકક્ષા સુધી પહોંચાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે. તેમનું માનવું છે કે, જો તે ૨૦૨૦ની પ્રમુખની ચૂંટણીમાં જીતશે તો તે પ્રેમનો સંદેશ વિશ્વ આખામાં પ્રસ્થાપિત કરવા તેઓ પુરતા તમામ કાર્યો કરશે જેથી વિશ્વ આખામાં શાંતિ પ્રસ્થાપિત થઈ શકે.