વિન્ડ એનર્જી અને સોલાર એનર્જી જેવા એન્વાયરમેંટ ફ્રેન્ડલી ક્ધસેપ્ટર સાથે ૧૯૯૫ માં માર્કેટમાં આવેલી સુઝલોન એનર્જી કંપની હવે ગમે તે ઘડીએ હવાની હલકી સુરખી સાથે બજારમાંથી ઉડી જાય તેવી નાજુક સ્થિતીમાં છે. ગત સપ્તાહે કંપનીના શેર ભારતીય શેરબજારોમાં ૨.૫૦ રૂપિયાના ભાવે વેચાયા હતા. આજ સુઝલોને જ્યારે ૨૦૦૫માં ઈંઙઘ સાથે એન્ટ્રી કરી ત્યારે શેર દિઠ ૫૦૦ રૂપિયાના પ્રિમીયમથી તેનું લિસ્ટીંગ થયું હતું. પરંતુ આજે કંપનીની અને તેના શેરધારકોની હવા નીકળી ગઇ છૈ. છેલ્લા સાત વર્ષમાં ઘણા લોકોએ નવા ઇન્વેસ્ટમેન્ટ સાથે કંપનીને બચાવીને પાછી પાયા ઉપર ઉભી કરવાના પ્રયાસ કર્યા છે, પણ સફળતા મળી નથી. ગત સપ્તાહે કંપનીનાં બે ડાયરેક્ટર વિજયા સંપત અને રવિ ઉપ્પલ રાજીનામા આપી ચુક્યા છે.
બજારમાં સુઝલોન માટે એવી હવા ફેલાઇ છે કે લેણદારોને ૫૦ ટકા રકમ સાથે માંડવાળ કરવાની ઓફર અપાઇ હતી જેને લેણદારોએ ફગાવી દીધી છે. હવે કાંતો કંપનીના પ્રમોટરો ચુકવણા કરે અથવા તો ગઈકઝ માં કાર્યવાહી માટેની પ્રક્રિયાનું અંતિમ પગલું લે.
સાલ ૨૦૦૫માં લિસ્ટીંગ વખતે શેરના ભાવ આશરે ૭૦૦ રૂપિયા સુધી ઉપર ગયા હતા. એ સમયે ખરીદી કરનાર રોકાણકારને આજે જીવનથી વૈરાગ્ય લઇ લેવાના વિચારો આવતા હશે. બેલેન્શીટ પ્રમાણે માર્ચ-૨૦૧૯ માં કંપની માથે ૭૭૫૧ કરોડ રૂપિયાની ડેબિટ છે. કંપનીએ ૪૯૭૮ કરોડ રૂપિયાનાં કારોબાર છતાં ૧૫૩૭ કરોડ રૂપિયાની નુકસાની કરી છે. આવા સંજોગોમાં આ નાણાકિય વર્ષના અંત સુધીમાં કંપની લેણદારોને ૧૯૨૮ કરોડ રૂપિયા કેવી રીતે ચુકવશે એ ગંભીર પ્રશ્ન છે. આંકડા બોલે છે કે આગામી ચાર વર્ષમાં કંપનીને લેણદારોને ૬૦૦૦ કરોડ રૂપિયા ચુકવવાના થાય છે. જ્યારે કંપનીનો નુકસાનીનો ખાડો સતત ઉંડો જઇ રહ્યો છે. હાલમાં કંપનીનાં ૭૬ ટકા થી વધારે શેર લેણદારો પાસે પ્લેજ્ડ છે. સુઝલોનની હાલની બજાર કિંમત માંડ ૧૫૦૦ કરોડની આંકી શકાય.
એમ તો બે વિદેશી કંપનીઓ સૂઝલોનને લેવા પણ તૈયાર થઇ હતી પણ કોઇ હજુ સુધી સોદો કરી શક્યુ નથી. ડેન્માર્કની વિસ્ટાસ વિન્ડ સિસ્ટમ તથા કેનડાની બ્રુકફિલ્ડ કંપનીઓના નામ ચર્ચાયા પણ નિર્ણય થયો નહીં. કારણકે કંપનીની વેલ્યુએશન બાબતે એકમત સાધી શકાયો નહીં.
મૂળ તો ૨૦૦૮ ની મંદી બાદ સુઝલોન ક્યારેય રોકાણકારો માટે આશાનું કિરણ લાવી શકી નથી. ૧૫ મી જાન્યુઆરી-૨૦૦૮ ના રોજ સુઝલોનનાં શેરના ભાવ ૪૬૦ રૂપિયાની સપાટીએ હતા. પણ મંદીનાં ભરડામાં કંપનીનાં અમેરિકા તથા બ્રિટનના બે મોટા માર્કેટમાંથી સુઝલોનનાં નવા ઓર્ડર આવતા બંધ થયા જે પછી ક્યારેય ચાલુ જ ન થયા. બીજીતરફ જમીનની હકિકતથી અલગ સપના જોનારા કંપનીનાં પ્રમોટરોએ વૈશ્વિક બજાર ઉપર વધારે પડતું ધ્યાન આપીને સ્થાનિક બજારની સાવ અવગણના કરી.
વર્ષ-૨૦૧૫ માં જ કંપનીની જવાબદારી ૧૭૦૦૦ કરોડ પહોંચી ગઇ હતી. ત્યાર બાદ છ ઊ પાવર વેચીને નાણા ચુકવવાના પ્રયાસ થયા પણ ખાડો આજ સુધી પુરાયો નથી.
માત્ર ભારત જ નહીં, વિશ્વના તમામ વિકસીત અને મોટા ભાગના વિકાસશીલ દેશો આજે રિન્યુએબલ એનજીની હિમાયત કરે છે. ભારત સરકાર પોતે જ સાલ -૨૦૨૨ સુધીમાં ૧૭૦+ ૠઠ વીજળીનું ઉત્પાદન રિન્યુએબલ સ્ત્રોતથી કરવાનું લક્ષ્યાંક ધરાવે છે. જેમાંથો ૬૦ ૠઠ જેટલી ઉર્જા વિન્ડ પાવર મારફતે મેળવવાની ધારણા છે. આજની ઘડીએ પણ ૩૦ ૠઠ તો વિન્ડ એનર્જી મારફતે મેળવાય જ છે.
સ્વાભાવિક રીતે જ સુઝલોન જેવી કંપનીઓ માટે વિકાસની તક છે એમ કહી શકાય પણ આ તક ઝડપવાનો સુઝલોનનો સમય વિતી ગયો છે. કા્રણકે સમયની સાથે દેવુ ઘટાડવામાં પ્રશાસન સફળ થઇ શક્યું નથી. આપણે ગુજરાતી વેપારીઓ માં કહેવાય છે કે ધંધામાં કરજ આપનારા લેણદારને એક ભાગીદાર માનવો સુઝલોનનાં પ્રમોટરો ગુજરાતી હોવા છતાં શા માટે સમજી ન શક્યા,,? કે પછી વધારે પડતી હવા માં રહ્યા?