ભાણીયા રાઉન્ડમાં આવતા છાપરા નેસ નજીક આવેલા સોહરિયા વિસ્તારમાં એક 9 વર્ષની સિંહણનો મૃતદેહ જોવા મળ્યો.આ મૃતદેહ એટલો કોહવાય ગયો હતો કે વન વિભાગના કર્મચારીઓએ મૃતદેહ એટલો કોહવાય ગયો હતો કે મૃતદેહમાં જીવાત પડી ગઈ હતી અને દુર્ગંધ આવતી હતી. સિંહણના મૃતદેહ નજીક જવા માટે મોઢે રૂમાલ રાખી મૃતદેહ પાસે ગયા હતા.
આ વાતની જાણ થતાં સમગ્ર વિસ્તાર અને વન પ્રેમીઓમાં ભારે રોષની લાગણી જોવ મલી હતી વન વિભાગ આ વાતની જાણ થતાં ઘટના સ્થળે પોહિચી ગઈ હતી. અને એક બાજુ સિંહોના ટપોટપ મોતને ભેટી રહ્યા છે .ત્યારે વનવિભાગ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
આ સિંહ લગભગ 25 દિવસ પહેલા મૃત્યુ થયું હતું.પરંતુ વનવિભાગના કર્મચારી ઓને ભાળ પણ નપડી. છેલ્લે સિંહને ક્યારે અને કઈ જગ્યાએ જોવામાં આવ્યો હતો.પછી સિંહણ કંઈ હાલતમાં છે તે જોવામાં જ આવ્યું ન હોવાથી સિંહણ મોતને ભેટી ત્યારે બેજવાબદારી દાખવાનાર સામે પગલાં લેવાની માંગ પણ કરવામાં આવી રહી છે.