સૌરાષ્ટ્રના ગામો ગામ ગઇકાલે કારતક સુદ અગિયારને દેવ ઉઠી અગિયારસે તુલસી વિવાહનો પ્રસંગે તુલસી વિવાહનો પ્રસંગે ધામધુમથી ઉજવાયો હતો. તુલસી વિવાહમાં આયોજીત દરેક પ્રસંગોને ભાવિકોએ આનંદ ઉમંગથી માણ્યો હતો. કોઇ જાન પક્ષે તો કોઇ ક્ધયા પક્ષે જોડાયા હતા. તુલસી અને ઠાકોરજીના વિવાહ મહોત્સવમાં ભગવાનના સ્વાગત સામૈયા, મંગલ ફેરા, શાસ્ત્રોકત વિધિ વિધાન મુજબ હવન સહીતના પ્રસંગોની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.
ઉપલેટા
ઉપલેટામાં દેવદિવાળીના પર્વની ઉજવણીના ભાગરુપે બ્રહ્મ પરિવાર દ્વારા તુલસી વિવાહ અને શાસ્ત્રોકિત વિધી હવનનું આયોજન કરવામાં આવેલ હતું.
દેવ દિવાળીના પાવન પર્વ પર આ શહેરનાચ શિક્ષક નગરમાં રહેતા બ્રહ્મ પરિવારના ભરતભાઇ જોષીના પાવન આંગણે તુલસી વિવાહના દિવ્ય અવસરનું આયોજન કરવામાં આવેલ હતું.
દેવ દિવાળીના દિવે ભરતભાઇ જોશીના આંગણે તુલસી વિવાહનો શાસ્ત્રોકિત વિધી મુજબ હવન કરવામાં આવ્યો હતો. તેમજ જામખંભાડીયાના વિદ્વાન શાસ્ત્રી જય રાવલ દ્વારા તુલસી વિવાહનો મહિમા સમજાવી વિવાહનો પ્રસંગ યોજાયો હતો. તેમં જાન પક્ષ તરફથી ભાવિશાબેન અશોકભાઇ જોષી, ગીતાબેન જીતેન્દ્રભાઇ મહેતા, દિવ્યકાંન્ત ભટ્ટ તેમજ આ પ્રસંગે ક્ધયા દાતા તરીકે હેમાબેન ભરતભાઇ જોશી તેમજ નિકુંજ ભરતભાઇ જોશી જોડાયા હતા. શહેરમાં શિક્ષક પરિવાર દ્વારા દેવ દિવાળી નીમીતે તુલસી વિવાહનો પાવન કારી પ્રસંગ ભટ્ટ, જોશી, મહેતા પરિવારે પુણ્યનું ભાઠુ બાંઘ્યું હતું.
ચોટીલા
ચોટીલા તાલુકાના પાચવડ ગામે કારતક સુદ અગિયારસના રોજ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામ સમસ્ત તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આજુબાજુના ગામોમાંથી લોકો દર્શન કરવા માટે આવ્યા હતા તુલસી વિવાહનું અનેરું મહત્વ હોય છે જેથી બહોળી સંખ્યામાં લોકો એ લાભ લીધો હતો. જયારે રાત્રિના સમયે ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું હતું. વિવાહ પ્રસંગેમાં ઠાકોરજીના મામેરા, વરઘોડા, લગ્ન વિધિ, નાટકો જેવા સંસ્કૃતિ કાર્યક્રમોનું હજુ ગામડાઓમાં જવા મળે છે.
દામનગર
દામનગર શહેરના ૧૧૧ પ્લોટ મહિલા સત્સંગ મંડળ આયોજીત તુલસી વિવાહ ઠાકોરજી અને શ્રીવૃંદાજીના ભવ્ય લગ્નોત્સવમાં જાડેરી જાન શહેરના રામજી મંદીરથી પ્રસ્થાન થઇ ૧૧૧ પ્લોટ ખાતે પહોચતા ભવ્ય સામૈયા સાથે ભગવાન ઠાકોરજીની જાનનો સત્કાર ૧૧૧ પ્લોટ મહિલા સત્સંગ મંડળનું ભવ્ય આયોજન અનેરો ભાવિકો દ્વારા જાડેરી જાન માટે મહાપ્રસાદની વ્યવસ્થા સ્વયંમ સેવક દ્વારા ઉત્તરોત્તમ સુવિધા માટે શહેરના રામજી મંદીર ખાતેથી વાજતે ગાજતે જાન લગ્ન સ્થળ ૧૧૧ પ્લોટ ખાતે પહોંચી ત્યાં સામૈયા થી ભગવાનની જાનનું સ્વાગત કરતી બહેનો અનેરો ભાવિકો ભગવાનના ભવ્ય લગ્નોત્સવમાં હાજરી આપી વૈદિક મંત્રોચ્ચાર સાથે સપ્તદીપ ના સુર સાથે વ્યોમ હો પૃથ્વી દંપતિ હો સમંગલમની શુભેચ્છા સાથે ભારે ઉત્સાહથી ભગવાનના લગ્નોત્સવમાં ભાવિકોની હાજરીમાં ભવ્ય રીતે તુલસી વિવાહ સંપન્ન થયો હતો.
રાજુલાના રામપરા-ર ગામે આવેલ પૂ. રામદાસબાપુની તપોભૂમિ વૃન્દાવન બાગમાં કારતક સુદ ૧૧ ના શુભ દિને પૂ. મહંત પૂ. રાજેન્દ્રદાસ બાપુની રાહબર હેઠળ અન્નકુટ મહોત્સવ અને ઠાકોરજીના વિવાહ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અખંડ રામ પારાયણ સુંદર કાંડ, અન્નકુટ દર્શન તેમજ મહાઆરતી, ઠાકોરજીનું મંડપ મુહુર્ત અને સાંજે ભગવાનની જાન જોડવામાં આવેલ હતી.
આ આયોજનમાં દાતા ભાણાભાઇ ભીખાભાઇ વાઘ, ભગવાનભાઇ ભીખાભાઇ વાઘ (પરીશ્રમ) લાલાભાઇ આતાભાઇ, ભોજાભાઇ ભાણાભાઇ, આતાભાઇ ભગવાનભાઇ, લાલાભાઇ આતાભાઇ, ભવાભાઇ કથડભાઇ વાઘ, વગેરેએ જહેમત ઉઠાવી હતી.